Tuesday, 10 September, 2024

Chapter 03, Verse 31-35

119 Views
Share :
Chapter 03, Verse 31-35

Chapter 03, Verse 31-35

119 Views

ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ॥३-३१॥

ye me matam idam nityam anutisthanti manavah
shraddhavantah unsuyanto muchyante te api karmabhihi

શ્રધ્ધા રાખીને મૂકી, ઈર્ષા કર્મ કરે,
કર્મોના બંધન બધાં તેના તુર્ત ટળે.
*
ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ।
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥३-३२॥

ye tu etat abhyasuyanto na anutisthanti me matam
sarvagyana vimudhan tan viddhi nashtan achetasaha.

sadrisham chestate svasyah prakriteh gyanvan api
prakritim yanti bhutani nigrahah kim karishyati

પોતાની પ્રકૃતિ મુજબ જ્ઞાની કર્મ કરે,
પ્રકૃતિ મુજબ કરે બધાં, નિગ્રહ કેમ કરે
*
इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥३-३४॥

idriyasya indriyasya arthe rag dveshau vyasthitau
tayoh na vasham agachheta tau hi asya paripanthinau

ઈન્દ્રિયોના વિષય છે રાગદ્વેષ વાળા
શિકાર તેના ના થવું, તે દુશ્મન સારા.
*
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥३-३५॥

shreyan svadharmah vigunah pardharmat suanusthitat,
svadharm nidhanam shreyah pardharmah bhayavah

સ્વધર્મ છે ઊત્તમ કહ્યો, પરધર્મથકી ખાસ,
સ્વધર્મમાં મૃત્યુ ભલું, પરધર્મ કરે નાશ.

યુધ્ધ ધર્મ તારો ખરે, ત્યાગ ભિક્ષુનો ધર્મ,
મૃત્યુ મળે તોયે ભલે કર તું તારું કર્મ. ॥૩૫॥

Meaning
जो व्यक्ति दोषदृष्टि से मुक्त होकर और पूर्ण श्रद्धा से मेरे इस मत का अनुसरण करता है, वह कर्मबंधन से मुक्ति पा लेता है । परंतु जो मनुष्य इसमें दोष निकालकर मेरे इस मत का अनुसरण नहीं करता, उसे तुम ज्ञान से वंचित, मूर्ख और नष्ट बुद्धिवाला मानो । सभी प्राणी अपनी स्वभावगत प्रकृति से परवश होकर कर्म करते है, चाहे वह ज्ञानवान क्यूँ न हों (इसलिए व्यर्थ सयंम करने से क्या होगा) । प्रत्येक इन्द्रियों के विषय में राग और द्वेष छीपे हुए है । अतः राग और द्वेष के प्रभाव में मत आओ क्योंकि यह आत्म कल्याण के मार्ग में विध्न करनेवाले महाशत्रु है । याद रख, किसी ओर के अच्छे (लुभावने लगनेवाले) धर्म से तेरा अपना धर्म बहेतर है, चाहे उसमे कुछ कमियाँ क्यूँ न हों । अगर तू अपने (क्षत्रिय) धर्म का पालन करते हुए वीरगति को प्राप्त करता है तो एसा होना किसी और के (संन्यासी के) काम से – चाहे उसमे जीवन हो, बहेतर है ।
*
જે વ્યક્તિ દોષદૃષ્ટિથી મુક્ત થઈ મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખી મારા વચનોને અનુસરે છે, એ કર્મબંધનથી મુક્તિ મેળવે છે. પરંતુ જે મનુષ્ય દ્વેષબુદ્ધિથી મારા કહેલ માર્ગનું અનુસરણ નથી કરતા તેને તું વિમૂઢ, જ્ઞાનહીન તથા મૂર્ખ સમજજે. દરેક પ્રાણી પોતાની સ્વભાવગત પ્રકૃતિને વશ થઈને કર્મ કરે છે. જ્ઞાની પણ એવી જ રીતે સ્વભાવને વશ થઈ કર્મો કરે છે. (એથી મિથ્યા સંયમ કરવાનો કોઈ અર્થ નથી.) પ્રત્યેક ઈન્દ્રિયના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે. રાગ અને દ્વેષ આત્મકલ્યાણના માર્ગમાં મહાન શત્રુઓ છે એટલે એને વશ ન થતો. એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપિ નથી. એથી તું તારા સ્વધર્મનું (ક્ષત્રિયના ધર્મ) પાલન કરીને વીરગતિને પ્રાપ્ત કરીશ તો એ પરધર્મ (સંન્યાસીના)  કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે, ભલે એમ કરતાં જીવીત રહેવાતું હોય. (અર્થાત્ લડવાને બદલે સંન્યાસી થઈશ તો તારું મૃત્યુ નહીં થાય પણ તેમ કરવું ઉત્તમ નથી).

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *