Sunday, 8 September, 2024

પ્રારંભ

257 Views
Share :
પ્રારંભ

પ્રારંભ

257 Views

{slide=Introduction}

The ultimate aim of human life is the realization of God. Sage Vyas has reiterated it, in his own way, in the beginning of Virat Parva.  Sage Vyas also bows down to Saraswati, the Goddess of knowledge, in the beginning of Virat Parva.

One noteworthy point is the use of word ‘Jay’, by which Sage Vyas has described his Mahabharat. Perhaps he felt that ‘Jay’, which means victory, is more appropriate title for Mahabharat as it symbolize the victory of truth over untruth, justice over injustice and righteousness over immorality. 
 

માનવજીવનના પરમારાધ્ય, પરમ પ્રાત્પવ્ય છે નારાયણ.

એ નારાયણ, પ્રત્યેકની અંદર અને બહાર તથા જગતના સ્વરૂપમાં જે કાંઇ દેખાય છે અથવા અનુભવાય છે એનો સ્વાંગ સજીને, સૌની સમક્ષ સમુપસ્થિત છે.

સ્વાનુભવસંપન્ન સંતોએ તથા શાસ્ત્રોએ એ વાતને સર્વસંમતિપૂર્વક એમની આગવી રીતે વર્ણવેલી છે.

સ્વાનુભૂતિના સુપરિણામે એને સૌ કોઇ પણ સમજી શકે છે.

મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસ એનું પ્રકારાંતરે સમર્થન કરતાં પ્રત્યેક પર્વના પ્રારંભમાં ભગવાન નારાયણને પરમ પ્રેમપૂર્વક પૂજ્યભાવે પ્રણામ કરે છે.

નારાયણને નમ્યા, નેહ કર્યા અને ઓળખ્યા વિના માનવ જે શાશ્વત સુખશાંતિને ઇચ્છે છે તે તેને ભાગ્યે જ મળી શકે. પૂર્ણતા તથા મુક્તિના મંગલમય મહામંદિરમાં પ્રવેશ પણ ના થઇ શકે. માટે જ પ્રારંભમાં નારાયણને નેહપૂણર્વક નમસ્કાર કરવામાં આવે છે. નારાયણં નમસ્કૃત્ય.

નારાયણનું સૌથી શક્તિશાળી પ્રાણવાન વિશિષ્ટ પ્રતિબિંબ ક્યાંય પડતું હોય તો તે નરમાં.

નર સૌમાં, પ્રાણીમાત્રમાં, ઉત્તમ છે.

એનો મહિમા સૌથી મોટો છે.

નર જો સાચા અર્થમાં નર બને, નર રહે અને ઉત્તમ અથવા આદર્શ નર બનવાની કોશિશ કરે, તો નારાયણને સહેલાઇથી ઓળખી શકે. એનાથી આગળ વધીને સ્વયં નારાયણસ્વરૂપ બની શકે.

નરની સાર્થકતા કે ધન્યતા એમાં જ સમાયેલી છે.

નરનો પરમ પુરુષાર્થ એમાં જ રહેલો છે.

એને માટે જ એનું જીવન છે.

એટલા માટે એને પણ નમસ્કાર કરવામાં આવે છેઃ નર ચૈવં નરોત્તમમ્.

શબ્દની સામ્રાજ્ઞી, અર્થની અધિષ્ઠાત્રી અથવા અનુશાસિની, દેવી સરસ્વતીને પણ કેમ ભુલાય ? એ પ્રત્યક્ષ પરમેશ્વરી છે. ભાષાના મધુમય માધ્યમ દ્વારા કે માધ્યમ સિવાય પણ એ એના અમોધ ચમત્કૃતિજનક કલ્યાણકારક કાર્યને કરતી હોય છે. એ સૌના અને મનના મૂળમાં રહીને એની અલૌકિક રીતે આરંભમાં અસ્મિતાનો આવિર્ભાવ અને છેવટે સર્જનની વૈવિધ્યતાનો વિસ્તાર કરે છે. એની અદભુત શકિતને લક્ષમાં લઇને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સરખા દેવો પણ એને વંદન કરે છે એમ કહેવાય છે. મહાભારતકાર એને પણ વંદન કરે છેઃ દેવી સરસ્વતીં ચૈવ.

મંગલાચરણ પરથી લાગે છે કે મહાભારતને જય નામથી પણ ઓળખવામાં આવતું હશે. જય નામ પાછળ વ્યંજના રહેલી છે. એમાં અધર્મ સામે ધર્મનો, અસત્ય સામે સત્યનો, અન્યાય સામે ન્યાયનો, આસુરી સંપતિ સામે દૈવી સંપત્તિનો વિજય છે. માટે તેનું જય નામ સાર્થક છે. એ જયગ્રંથનું લેખન, આલેખન, સર્જન નહિ કિન્તુ સંકીર્તન કરવામાં આવે છે. સત્યનું સંકીર્તન હોય, સન્માન હોય અને સંરક્ષણ હોય, સર્જન ના હોય. એટલે જ શ્લોકાંતે કહેવામાં આવ્યું છે – તતો જયમુદીરયેત્. અર્થાત હવે આપણે જયનું કે મહાભારત – મહાગ્રંથનું અક્ષરદેહમાં અંકિત, પવિત્ર, શ્રવણમંગલ સંકીર્તન આદરીએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *