Friday, 20 September, 2024

સાવિત્રીની કથા – 4

253 Views
Share :
સાવિત્રીની કથા – 4

સાવિત્રીની કથા – 4

253 Views

{slide=Savitri’s story – IV}

When the time of Satyavan’s impending death came closer, Savitri observed penance. Her austerities lasted for three days, during which she observed fast. When the day approached according to Narada’s foretelling, she took her in-laws and other sage’s blessings. When Satyavan left for forest to collect fruit and vegetable, she accompanied him. After a while, Satyavan felt uneasy. He complained of headache so Savitri took his head in her lap. There, she saw Yama, the god of death.

Yama introduced himself and told her that Satyavan’s time was over so he was there to take him. Yama took Satyavan and left but Savitri followed him. Yama told her to return but she kept on. She told Yama to spare her husband. Yama told her to ask for anything but her husband’s life. What did Savitri ask for ?    

લગ્નક્રિયાની સંપૂર્ણતા પછી સાવિત્રી સત્યવાન સાથે અરણ્યના એકાંતમાં રહેવા લાગી.

એના મનમાં એક તરફ અનંત આહલાદ હતો તો બીજી તરફ અસાધારણ અવસાદ.

આહલાદ પોતાની પસંદગી પ્રમાણેના પતિને પ્રાપ્ત કરવાનો અને અવસાદ દેવર્ષિ નારદે કહેલી ભવિષ્યવાણીને અનુસરીને આવી પડનારા એના સમીપવર્તી મૃત્યુનો.

દેવર્ષિ નારદના કથનાનુસાર એ મૃત્યુની ઘટનાને ચાર દિવસ શેષ રહ્યા ત્યારે એણે કઠોર ત્રિરાત્રવ્રતનો આરંભ કર્યો. એ વ્રત દરમિયાન ત્રણ દિવસ સુધી અનશનવ્રત કરવાનું હતું.

એના પિતા દ્યુમત્સેને એવા કઠોર અનશનવ્રતનું અનુષ્ઠાન ના કરવાની ભલામણ કરી તો પણ એ એના નિર્ણયમાં મક્કમ રહી. એનું મનોબળ અતિશય મજબૂત હતું.

એ જોઇને એમણે એને વ્રતની સંપૂર્ણ સુખદ સફળતા માટે આશીર્વાદ આપ્યો.

સત્યવાનના આયુષ્યનો અંતિમ દિવસ આવી પહોંચ્યો. એ દિવસે સાવિત્રીએ વહેલી સવારે નિત્ય ધર્મકર્મમાંથી પરવારીને વૃદ્ધો વડીલોને પ્રણામ કર્યા.

તપોવનવાસી સઘળા સત્પુરુષોએ તથા તપસ્વીઓએ એને અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપ્યા.

સાવિત્રી દેવર્ષિ નારદના શબ્દોને ભૂલી શકતી ન હતી.

સૂર્ય અસ્ત પામે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે પછી જ અનશનવ્રતને પૂરું કરવાનો એનો નિરધાર હોવાથી એ દિવસે પણ એને ભોજન ના કર્યું.

સત્યવાને આવશ્યક ફળ તથા ફૂલને લાવવા વનમાં જવાની તૈયારી કરી ત્યારે સાવિત્રીએ એની સાથે નીકળવાની તૈયારી બતાવી.

સત્યવાને આરંભમાં થોડીક આનાકાની કરી પરંતુ સાવિત્રીના દૃઢ સંકલ્પને જોઇને પાછળથી કશો વિરોધ કર્યો નહીં.

પરિણામે એ બંને વનમાં ચાલી નીકળ્યા.

સાવિત્રી સત્યવાનને એકલો પડવા દેવા નહોતી માગતી.

સત્યવાનના જીવનની રક્ષા માટે એને ઊંડેઊંડે શ્રદ્ધા હોવા છતાં કોઇપણ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવાની એની માનસિક તૈયારી હતી.

એણે અરણ્યમાં વિવિધ પ્રકારનાં વૃક્ષો, પુષ્પો, ઝરણાં, ફળો, વિહંગો, કુદરતી દૃશ્યો તથા મયૂરોનાં નૃત્ય કરતાં વૃંદોને નિહાળ્યાં.

સમુદ્રની દિશામાં અભિસરણ કરતી સુંદર સરિતાઓને નિહાળી.

એ બધું અદભૂત હોવાં છતાં એને આનંદ નહોતું આપી શકતું.

સત્યવાનના અંત સમયની સ્મૃતિ એના મનમાંથી એક ક્ષણ માટે પણ નહોતી મટતી.

સત્યવાનનો કાળ એને પોતાનો કાળ લાગતો.

બને તેટલાં પ્રયત્ને એને હઠાવવા એ કૃતસંકલ્પ હતી.

સત્યવાને ફળોને વીણીને ટોપલી ભરી અને પછી લાકડાં ચીરવા માંડયા. લાકડાં ચીરતાં તેને પરસેવો થઇ આવ્યો ને પરિશ્રમને કારણે એના માથામાં વેદના થવા લાગી.

પરિશ્રમથી પીડાએલો સત્યવાન પોતાની પ્રિય પત્ની પાસે જઇને કહેવા લાગ્યો કે મારા માથામાં વેદના થાય છે અને મારા હૃદયમાં તથા ગાત્રોમાં દાહ છે. મને પોતાને ઠીક લાગતું નથી. મારું મસ્તક શૂલોથી ભોંકાઇ રહ્યું હોય એમ લાગે છે. હું સૂઇ જવા ઇચ્છું છું. મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી.

સાવિત્રી પતિ પાસે પહોંચી ગઇ અને મસ્તકને ખોળામાં મૂકીને પૃથ્વી ઉપર બેઠી. નારદના વચનને વિચારી રહેલી એ તપસ્વિની તે મુહૂર્ત, ક્ષણ, વેળા અને દિવસનો મેળ મેળવવા લાગી. બે ઘડીમાં તેણે ત્યાં એક પુરુષને નિહાળ્યો. તેણે રાતાં વસ્ત્રો પહેરેલાં અને મુગટ ધારેલો. તેની કાંતિ સૂર્યના જેવી તેજથી ઝળહળતી. તેનો વર્ણ કાળો હતો. અને તેની આંખ લાલ હતી. હાથમાં તેણે પાશ રાખેલો. અને તે ભયંકર જણાતો. તે સત્યવાનની બાજુએ ઊભેલો. અને તેને જ જોયા કરતો.

તેને જોઇને સાવિત્રી સ્વામીના શિરને ધીમેથી ધરતી પર મૂકીને એકદમ ઊભી થઇ ગઇ અને બે હાથ જોડીને બોલી કે હું તમને કોઇ દેવતા જાણું છું. કેમ કે તમારું શરીર અમાનુષી છે. તમે કોણ છો ? અને શું કરવા ઇચ્છો છો ?

યમદેવે જણાવ્યું કે સાવિત્રી ! તું પતિવ્રતા તથા તપસ્વિની છે. તેથી તારી સાથે વાત કરું છું. તું મને યમ જાણ. તારા સ્વામી રાજપુત્ર સત્યવાનનું આયુષ્ય પૂરું થઇ ગયું છે. હું એને લઇ જઇશ.

સાવિત્રીએ જણાવ્યું કે સાંભળ્યું છે કે માણસોને લેવા માટે તમારા દૂતો આવે છે; તો હે પ્રભુ ! તમે પોતે જ કેમ આવ્યા ?

યમદેવે કહ્યું કે સત્યવાન ધર્મયુક્ત, રૂપવાન, ગુણસાગર હોવાથી મારા પુરુષો એને લઇ જવાને યોગ્ય નથી. એથી હું પોતે જ આવ્યો છું.

પ્રાણ ખેંચાય જવાથી સત્યવાનનું શરીર શ્વાસોશ્વાસરહિત, પ્રભાહીન, ચેષ્ટાશૂન્ય અને અપ્રિય દેખાવવાળું થઇ ગયું. પછી યમ તેના જીવને બાંધીને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. ત્યારે નિયમવ્રતમાં સારી રીતે સિદ્ધ થયેલી પરમ સૌભાગ્યવતી પતિવ્રતા દુઃખાતુર સાવિત્રી યમની પાછળ પાછળ જવા લાગી

યમદેવે સાવિત્રીને પાછી વળવા જણાવ્યું ત્યારે સાવિત્રી બોલી કે જ્યાં મારા પતિને લઇ જવામાં આવે અથવા જ્યાં તે પોતે જાય ત્યાં મારે જવું જ જોઇએ એ સનાતન ધર્મ છે. તપ, ગુરુભક્તિ, પતિપ્રેમ, વ્રત અને તમારો પ્રસાદ એ સર્વને લીધે મારી ગતિ કુંઠિત થતી નથી. તત્વદર્શી પંડિતો કહે છે કે સાત ડગલાં સાથે ચાલવાથી મૈત્રી થાય છે. તો એ મિત્રતાને આગળ કરીને હું જે કહું છું તેને સાંભળો. ઇન્દ્રિયાધીન મનુષ્યો નથી બ્રહ્મચર્ય રાખતા, નથી ગૃહસ્થાશ્રમના આવશ્યક યજ્ઞાદિ ધર્મો આચરતા, નથી વાનપ્રસ્થી થઇને વનવાસ સેવતા કે નથી સંન્યાસનો પરિશ્રમ પાળતા. પરંતુ જિતેન્દ્રિય મનુષ્યો તો ધર્મનું જ સેવન કરે છે. આથી સંતો ધર્મને જ પ્રધાન કહે છે. સંતોના મત પ્રમાણે એકાદ આશ્રમના ધર્મનું પણ સારી રીતે અનુષ્ઠાન કર્યું હોય, તો સર્વ આશ્રમોના ધર્મો તેને તે માર્ગે આવી મળે છે. એથી સંતો ધર્મને જ પ્રધાન કહે છે. અમે ગૃહસ્થાશ્રમધર્મનું પાલન કરીએ છીએ. માટે પતિનું હરણ કરીને તમે અમારા બંનેના ધર્મનો નાશ કરો નહિ.

યમદેવે કહ્યું કે તારી વાણી સાંભળીને હું પ્રસન્ન થયો છું. સત્યવાનના જીવિત સિવાય બીજાં ગમે તે વરદાનને માંગી લે હું તને તે વરદાન આપીશ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *