ચોમાસાની મોસમ ગુજરાતમાં ઘણા એવા સ્થળો આવેલા છે જે ચોમાસામાં વરસાદના કારણે ખીલે ઉઠે છે અને તેનાથી તે ખુબ સુંદર લાગે છે. .
ગુજરાતમાં ઘણા એવા સ્થળો આવેલા છે જે ચોમાસામાં વરસાદના કારણે ખીલે ઉઠે છે અને તેનાથી તે ખુબ સુંદર લાગે છે.
આમ જોવા જઈએ તો ફરવાની સાચી મજા ચોમાસામાં આવે છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં આ મોસમ દરમિયાન પ્રકૃતિ સોળેએ ખીલી ઉઠે છે.
આજે અમે આપને જણાવીશું ચોમાસા દરમિયાન ખુબ સુંદર અને પ્રકૃતિથી ભરપૂર લાગતા ગુજરાતના કેટલાં શ્રેષ્ઠ સ્થળ વિશે.
ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે, જે ચોમાસા દરમિયાન લીલીછમ વનરાજી અને ખળખળ વહેતી નદીઓથી ખીલી ઉઠે છે.
જો તમે પ્રકૃતિપ્રેમી છો, અને પ્રકૃતિને માણવી છે, તો અરવલ્લીની ગિરીમાળા વચ્ચે અને સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળો ફોરેસ્ટ આપને ખુબ પસંદ આવશે.
પાવાગઢ અને તેની આસપાસનો વિસ્તાર ચોમાસા દરમિયાન ખુબ લીલોછમ થઈ જાય છે, અને અહીંનું વાતાવરણ પણ ખુબ આહલાદક લાગે છે.
ચોમાસામાં કચ્છ પણ બેસ્ટ ફરવા જવાનું ઓપ્શન છે. અહીં રણ, અભ્યારણ, પર્વતો, સરોવરોને નજીકથી નિહાળી શકાશે.
નર્મદા નદીનો સુંદર નજારો અને લીલીછમ પ્રકૃતિને માણવી હોય તો ચોમાસા દરમિયાન નર્મદા ફરવા જવાનું ન ભૂલવું જોઈએ.
ગિરનાર પર્વત, જંગલ, જળાશયો અને ઐતિહાસિક કિલ્લાઓ ધરાવતુ આ શહેર ચોમાસા દરમિયાન વધુ સુંદર અને હિલ સ્ટેશન જેવું લાગે છે