ચિયા બીજ (Chia Seeds) ના વિશે બહુ ઓછાં લોકો જાણકાર હશે. ચીયા બીજ ખુબ જ નાના દાણા હોય છે પરંતુ તે શરીર ના રોગો થી રક્ષણ પુરૂ પાડવામાં મદદરૂપ થાય છે.

ચિયા બીજ નું રોજ સેવન કરવા માં આવે તો વજન ઘટાડવા માં મદદ મળે છે અને નિયમિત સેવન કરવા થી શરીર પર ની ચરબી માં ઘટાડો થાય છે.

વજન ઘટાડવા

કેલ્શિયમ સિવાય આમાં મેગેનીઝ નું પ્રમાણ વધુ હોવા થી પણ તે દાંત અને હાડકા ને મજબૂત બનવવામાં મદદરૂપ સાબિત થાય છે.

હાડકા અને દાંત ને મજબૂત બનાવે

ચિયા બીજ માં ઓમેગા -3 ફેટી એસિડ હોવા થી તે કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખવામાં અને તેના થી હૃદય રોગ ને લાગતી બીમારીઓ થી રક્ષણ પૂરું પાડે છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણ માં રાખે

ચિયા બીજ માં આવેલા ઓમેગા 3 ફેટી એસિડ લોહી નું પરિભ્રમણ વધારે છે અને સુકાઈ ગયેલી ત્વચા ને ઓછી કરે છે.

ત્વચા ના નિખાર માટે

સેરોટોનિન અને મેલેટોનીન આ બે હોર્મોન્સ ઉંઘ માટે જરૂરી હોય છે. આ બે હોર્મોન્સ ટ્રીપ્ટોફેન નામના હોરમોન્સ થી બને છે. ટ્રીપ્ટોફેન એ શરીર માં એમિનો એસિડ હોય છે.

ઉંઘ માટે મદદરૂપ

વાળ ને માત્ર યોગ્ય શેમ્પૂ કે સાબુ સિવાય યોગ્ય આહાર ની પણ જરૂર રહેતી હોય છે. ખાવા પીવા ની આદત ના આધારે થી વાળ માં ઉપયોગી સાબિત થાય છે.

વાળ માટે મદદરૂપ

શરીર ને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્ર મહત્વ ની ભૂમિકા ભજવે છે જો શરીર માં જે આહાર માં લેતા હોઈએ તેનું યોગ્ય રીતે પાચન ના થાય તો તે શરીર માં નવા રોગો ને આમંત્રણ આપે છે

પાચનતંત્ર મજબૂત બનાવે

માનવ શરીર માં રોગો ની શરૂઆત યોગ્ય રીતે જમવાનું પાચન ના થતું હોવા થી પેટ થી થાય છે. ઘણીં વાર લોકો કબજિયાત ને લગતી બાબતો ની ચર્ચા વિચારણા કરતા ખચકાતા હોય છે.

કબજિયાત માં રાહત આપે

ચિયાના બીજમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાડકાની ખનિજ ઘનતા જાળવવામાં મદદ કરે છે. ચિયા બીજ ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે,

સંધિવાની સમસ્યા માટે