10 નવેમ્બર, 2023ના રોજ, દ્વાદશી તિથિ બપોરે 12:35 સુધી ચાલશે, ત્યારબાદ ત્રયોદશી તિથિ શરૂ થશે. પ્રદોષ વ્રત અને ધનતેરસની પૂજા સાંજે કરવાનો નિયમ હોવાથી ત્રયોદશી તિથિ 10 નવેમ્બરે સાંજે આવતી હોવાથી આ દિવસે પ્રદોષ અને ધનતેરસની પૂજા કરવામાં આવશે.
ધનતેરસના દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે લક્ષ્મી પૂજાનો શુભ સમય સાંજે 05:47 થી શરૂ થશે, જે 07:47 સુધી ચાલુ રહેશે.
હિન્દુ માન્યતા અનુસાર, ધનતેરસના દિવસે આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરી સમુદ્રમંથનમાંથી પિતળના કળશમાં અમૃત લઇ પ્રગટ થયા હતા. આ અમૃત કળશનું અમૃત પીને દેવતાઓ અમર બની ગયા.
આ દિવસે ધનવંતરી ઉપરાંત યમ, લક્ષ્મી, ગણેશ અને કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. એક પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પ્રશ્ન પુછ્યુો કે ‘હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે....
આ દિવસે લક્ષ્મી પૂજાનું પણ મહત્વ છે. શ્રી સૂક્તમાં વર્ણન કરવામાં આવ્યું છે કે લક્ષ્મીજી ભય અને દુ:ખમાંથી મુક્તિ આપે છે અને ધન-ધાન્ય અને અન્ય સુવિધાઓથી સજ્જ કરીને મનુષ્યને સ્વસ્થ શરીર.......
લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.સમુદ્ર મંથન દ્વારા ધન્વંતરી અને માતા લક્ષ્મીનો અવતાર થયો. બંને કળશ લઇને પ્રગટ થયા હતા.