નવલી નવરાત્રી

ગરબા તો ગુજરાતની શાન છે અને ગરબા રમવાનું ગુજરાતીનું પ્રતીક છે એ તો ગુજરાતીના રગ-રગમાં વસેલા છે....

અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી જગ્યાઓ જ્યાંના ગરબા વર્લ્ડ ફેમસ છે. જાણો ગુજરાતના આ પાંચ જગ્યાના ગરબા છે સૌથી ફેમસ…

વડોદરાના યુનાઈટેડ ગરબાના દિવાના આખા ગુજરાતમાં છે. દરેક ખેલૈયાઓને એક વખત તો વડોદરાના યુનાઈટેડ વેના ગરબામાં રમવાનું સપનું હોય જ.

1: યુનાઇટેડ વે ગરબા, વડોદરા

અમદાવાદના વાઈબ્રન્ટ ગરબા પણ કંઈ કમ નથી. લગભગ આખું શહેર આ ગરબામાં ભાગ લેવા પહોંચી જાય છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ ગરબામાં નવ દિવસ સુધી હકડેઠઠ ભીડ જામે છે.

2: વાઈબ્રન્ટ નવરાત્રિ, અમદાવાદ

રાજકોટના સૌથી ફેમસ ગરબા એટલે રેસકોર્સના ગરબા. જો તમે પાર્ટી લવર હશો તો પણ તમને આ ટ્રેડિશનલ ઈવેન્ટ રેસકોર્સમાં જોવી ખાસ ગમશે.

3: રેસકોર્સ, રાજકોટ

સુરતની મ્યુઝિક કંપની તાપી રમઝટ દ્વારા આયોજિત ગરબા સુરતીલાલાઓમાં ફેમસ છે. જબરજસ્ત ભવ્ય આયોજનને કારણે આ ગરબાના ફેન્સ મોટી સંખ્યામાં છે.

4. તાપી રમઝટ, સુરત

વડોદરાના જ માં શક્તિ ગરબા પણ ખૂબ જ પ્રખ્યાત છે. એટલે સુધી કે આ ગરબાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાઈ ચૂક્યુ છે.

5. માં શક્તિ ગરબા, વડોદરા

તો તમારા શહેરની નવરાત્રિની બીટ પર ગરબે ઘૂમવા માટે તમારા તમામ રંગબેરંગી પોશાક સાથે તૈયાર થઈ જાઓ. વધુ માહિતી માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.