ઘરે મની પ્લાન્ટ ઉછેરવો મોટાભાગના લોકો પસંદ કરે છે. કોઈને ઘર સજાવવા માટે મની પ્લાન્ટ લગાવવો પસંદ હોય છે તો કોઈ વાસ્તુ અનુસાર આ પ્લાન્ટને ઘરમાં રાખવા ઈચ્છે છે.

ઘણી વખત મની પ્લાન્ટ સૂકાઈ જાય છે. જેને લીલોછમ રાખવા માટે લોકો જુદા-જુદા પ્રકારની રીતો અજમાવે છે પરંતુ તેમ છતાં આ મની પ્લાન્ટ લીલોછમ રહેતો નથી.

દરમિયાન તમે અમુક ગાર્ડનિંગ ટિપ્સને ફોલો કરી શકો છો. જે તમારા મની પ્લાન્ટના ગ્રોથને ખૂબ શ્રેષ્ઠ બનાવી શકે છે.

ઘણી વખત મની પ્લાન્ટનો છોડ સૂકાવા લાગે છે, જેનાથી તેના મૂળનો વિકાસ થતો નથી. એવામાં તેના નવા મૂળને તૈયાર કરવા માટે મની પ્લાન્ટના પાંદડાને ટ્રિમ કરીને છોડના મૂળને માટીમાં રોપો.

છોડના નવા મૂળ બનાવો

સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં આ છોડમાં કોઈ પણ પ્રકારના ફર્ટિલાઈઝર ઉપયોગ ન કરો નહીંતર મની પ્લાન્ટના મૂળ સડી શકે છે.

ઘણા લોકો મની પ્લાન્ટને ઘરના ખૂણામાં સજાવટ તરીકે રાખવાનું પસંદ કરે છે. એવામાં જો તમે પાણીમાં આ છોડને રાખવાનું ઈચ્છો છો તો તમારે સમયાંતરે આનું પાણી બદલવુ જોઈએ.

પાણીમાં આ રીતે વિકાસ ઝડપી થશે

આ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યારે પણ પાણી બદલો તો તેમાં અડધી કે એક ગોળી એસ્પ્રિનની પણ નાખો. એ પણ ધ્યાનમાં રાખો કે તમારે મની પ્લાન્ટની ગાંઠને પાણીની નીચે રાખવાની છે

દરમિયાન જો તમારો મની પ્લાન્ટ માટીમાં ઉગાડ્યા છતાં પણ વિકાસ થઈ રહ્યો નથી તો તમે સમયાંતર તેના પીળા અને સૂકાયેલા પાંદડા છોડમાંથી દૂર કરતા રહો.

માટીમાં મની પ્લાન્ટનો ગ્રોથ આ રીતે કરો

મની પ્લાન્ટનો વિકાસ સારો કરવા માટે તમે ઘરે ખાતર બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. આનાથી મની પ્લાન્ટ લીલોછમ રહેશે સાથે જ વિકાસ પણ સારો થશે.

આ ખાતરનો ઉપયોગ કરો

મની પ્લાન્ટને તડકામાં ન રાખો કેમ કે આનાથી છોડના પાંદડા બળી શકે છે. મની પ્લાન્ટના વિકાસ માટે તમે તેમાં થોડુ એપ્સમ સોલ્ટ નાખી શકો છો.

આ બાબતોનું રાખો ધ્યાન

સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની માટી વધુ સૂકી ના રહે પરંતુ ખૂબ વધુ પાણીનો ઉપયોગ પણ ન કરો એટલે માટીનું લેવલ ભીનાશવાળુ રહે.

આ બાબતોનું રાખો ધ્યાન