માં અંબાના ઝાંઝરનો ઝણકાર સંભળાઈ કે ના સંભળાય પરંતુ મનમાં ઝાંઝરના ખનકનો નાદ સંભળાયા વગર તો ન જ રહે.આમ તો  નવરાત્રિ એક હિંદુ પર્વ છે. મૂળ નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે . આ નવ રાત્રિ અને દસ દિવસો દરમ્યાન માં અંબાના નવ રૂપોની પુજા કરવામાં આવે છે . 

નવરાત્રીના નવ સ્વરૂપ

1. મા શૈલપુત્રીની કથા

નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

2. મા બ્રહ્મચારિણીની કથા

નવરાત્રીનો બીજા દિવસ માતા દુર્ગાના બ્રહ્મચારિણી રૂપને સમર્પિત હોય છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે

3. મા ચંદ્રઘંટાની કથા

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજાનો છે નિયમ!આ સમયે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે.

4. મા કુષ્માન્ડાની કથા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડા નું પૂજન કરવામાં આવે છે. નવરાત્રીમાં ચોથા દિવસે દેવીની કુષ્માંડા તરીકે પૂજા કરવામાં આવે છે.

5. મા સ્કંદમાતાની કથા

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. માં પોતાના ભક્તોની  બધી ઈચ્છાઓ પૂરી કરે છે

6. મા કાત્યાયનીની કથા

માતા દુર્ગાના કાત્યાયની સ્વરૂપનો ઘણો મહિમા છે. માતાજીનું નામ કાત્યાયની પડ્યું તે અંગે એક કથા છે. કત નામના એક મહર્ષિ હતા

7. મા કાલરાત્રીની કથા

માતા કાલરાત્રીનું સ્વરૂપ ચોક્કસ ડર લાગે તેવું છે. પરંતુ, ભક્તોએ માતાજીથી કોઇપણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. કારણકે મા હંમેશા પોતાના બાળકની રક્ષા કરે છે

8. મા મહાગૌરીની કથા

નવરાત્રિના આઠમા દિવસે માં આદિશક્તિના સ્વરૂપ માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દુર્ગા માંનુ આઠમુ સ્વરૂપ છે.

9. મા સિદ્ધિદાત્રીની કથા

આજે છેલ્લું નોરતું એટલે કે નવમું નોરતું છે. નવરાત્રિનો આ છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે.