અંગ્રેજી કેલેન્ડર નો 11 મો મહિનો શરૂ થવાનો છે. નવેમ્બરનો આ મહિનો વ્રત અને તહેવારો માટે ખુબ મહત્વપૂર્ણ છે.

નવેમ્બરના આ મોટા તહેવારો

વિવાહિત મહિલાઓ પતિના લાંબા આયુષ્યની કામના અને પરિવારમાં ખુશી અને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે.

1 નવેમ્બર -કરવા ચોથ વ્રત

દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું પડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે. આ વખતે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ દિવાળી પહેલા પડી.....

4-5 નવેમ્બર  - પુષ્ય નક્ષત્ર

ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ માટે લોકો રમા એકાદશીનું વ્રત રાખે છે.

9 નવેમ્બર - રમા એકાદશી

આ દિવસે દેવતાઓના વૈદ્ય કહેવાતા ભગવાન ધન્વંતરિની પૂજા કરવાનું વિધાન છે. એની સાથે જ ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે.

10 નવેમ્બર - ધન તેરસ

નરક ચતુર્દશી યમને સમર્પિત છે. આ દિવસને છોટી દિવાળી(ઉત્તર ભારત) તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસ કાળી ચૌદસ તરીકે ઉજવાય છે.

11 નવેમ્બર - કાળી ચૌદસ

દિવાળી એટલે કે દીપોત્સવનો મહાન તહેવાર, ધાર્મિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા

12 નવેમ્બર - દિવાળી

વિવાહિત મહિલાઓ તેમના પતિના સારા નસીબ અને લાંબા આયુષ્યની કામના માટે આ વ્રત રાખે છે

13 નવેમ્બર - સોમવતી અમાસ

ગુજરાતી કેલેન્ડર અનુસાર કારતક સુદથી નવા વર્ષની શરૂઆત થાય છે. તેથી આ દિવસે ગુજરાતી નવા વર્ષનું ઉજવણી કરવામાં આવે છે.

14 નવેમ્બર  - ગુજરાતી નવું વર્ષ

લાભ પાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ ૫ના દિવસે મનાવવામા આવે છે.

18 નવેમ્બર - લાભ પાંચમ