રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા માટે સચિન, વિરાટ, અમિતાભ-અંબાણીને આમંત્રણ

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે.

આ માટે 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત 3 હજાર વીવીઆઈપીનાં નામ છે.

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું, "પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે 50 દેશમાંથી એક પ્રતિનિધિને બોલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, બે લાખથી વધુ રામભક્તો અભિષેક સમારોહમાં હાજરી આપશે. દેશભરનાં 4 લાખ ગામડાંનાં મંદિરોમાં પણ આ સમારોહ ઊજવવામાં આવશે.

આ મંદિરોમાં રામનામ સંકીર્તન કરવામાં આવશે. આ પછી દરેકને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ સાથે સમારોહનું જીવંત પ્રસારણ પણ થશે, જેનાથી કરોડો ભક્તો આ ઐતિહાસિક ક્ષણને પ્રત્યક્ષ નિહાળી શકશે.

રામજન્મભૂમિ તીર્થક્ષેત્રે સિનેમાજગતમાંથી કંગના રનૌત, અભિનેતા અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને ગાયિકા આશા ભોંસલેને આમંત્રણ આપવામાં આવ્યાં છે.