સનાતન ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. ચાલો જાણીએ કે આ વર્ષે શારદીય નવરાત્રી 2023 ક્યારે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર શારદીય નવરાત્રી દરમિયાન માઁ શક્તિના 9 સ્વરૂપોની પૂજા કરવાથી સાધકને વિશેષ લાભ મળે છે. સાથે જ જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
14 ઓક્ટોબરના રોજ સાંજે 04:24 વાગ્યાથી 15 ઓક્ટોબરના રોજ સાંજે 06:13 સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:04 થી 11:50 વચ્ચે રહેશે તેથી આ સમયગાળા દરમિયાન ઘટસ્થાપન પૂજા પણ કરવામાં આવશે.
ઘટસ્થાપન એ શક્તિની દેવીનું આહ્વાન છે. એવું માનવામાં આવે છે કે ખરાબ સમયે ઘટસ્થાપન કરવાથી માતાજી ગુસ્સે થઈ શકે છે આવી સ્થિતિમાં યોગ્ય સમયે જ ઘટસ્થાપન કરો.