Gujarat Waterfallsમાં વાત કરવામાં આવેતો વરસાદ માં ફરવાની બધા જ લોકોને ખૂબ જ ઇચ્છા હોય છે.
Gujarat Waterfallsમાં વાત કરવામાં આવેતો વરસાદ માં ફરવાની બધા જ લોકોને ખૂબ જ ઇચ્છા હોય છે. ચોમાસું શરૂ થતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધ સક્રિય થઈ જાય છે.
Gujarat Waterfallsમાં વાત કરવામાં આવેટો ચોમાસામાં ફરવા લાયક ધોધ એટલે આપણું ઝાંઝરી. ઝાંઝરી ધોધ અમદાવાદથી માત્ર 74 કિલોમીટરના અંતરે ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલો છે.
ગીરાધોધ ડાંગ જિલ્લાના વઘઇ થી 5 કિલોમીટર ના અંતરે આવેલો છે. અને સાપુતારા થી 50 કિલોમીટરના અંતરે આવેલો છે. તેની લગભગ 75 ફૂટની ઊંચાઈએથી નદીમાં ધોધ પડે છે.
ચિમેરનો ધોધ 300 મીટરની ઉંચાઈએથી સીધો જ પડે છે. ચોમાસામાં આ ધોધ જંગલોની વચ્ચે હોવાથી ખુબ જ નયનરમ્ય લાગે છે.
નર્મદા ડેમ અને નદીના સામા કાંઠે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ સુંદર જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત નઝારો લાગે છે.
નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિનાઈ ધોધ આવેલો છે. ડેડીયાપાડા થી અંદાજિત 35 કિલોમીટર અને સુરતથી143 કિલોમીટર દૂર સ્થિત છે. તેની ઊંચાઈ 20 ફૂટથી વધુ છે.
હાથણી માતાના ધોધની સુંદરતા વરસાદ પડતાં એટલી સુંદર થઈ જાય છે કે લીલી ચુંદડી ઓઢી લીધી હોય એવું લાગે છે. અનેક સ્થળો થી નાના નાના ઝરણાઓ વહે છે.
ડાંગના જંગલમાં આવેલો બરડા ધોધ પંચમહાલ તરફ જતા10 કિલોમીટર દૂર આવેલો છે ચોમાસામાં વરસાદના લીધે આ ધોધનો પ્રવાહ ખૂબ જોવા મળે છે..