Saturday, 23 November, 2024

Adhyay 1, Pada 1, Verse 12

133 Views
Share :
Adhyay 1,  							Pada 1, Verse 12

Adhyay 1, Pada 1, Verse 12

133 Views

१२. आनंदमयोङभ्यासात् ।

અર્થ
અસ્યાસાત્ = આનંદ શબ્દનો ઉપનિષદમાં અવારનવાર પરમાત્માને માટે પ્રયોગ કરાયો છે એટલે
આનંદમયા = આનંદમય શબ્દ (પરબ્રહ્મ પરમાત્માનો જ વાચક છે.)

ભાવાર્થ
જડ પ્રકૃતિ તો જગતનું કારણ નથી જ પરંતુ પ્રત્યેક ચેતન એટલે કે જીવાત્મા પણ જગતનું મૂળ કારણ કદાપિ નથી. એ દર્શાવવા માટે આ સૂત્રની રચના કરવામાં આવી છે.

તૈત્તરીય ઉપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં, અને બીજે કેટલેક ઠેકાણે આનંદ અને આનંદમય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકેઃ-
रसो वै सः । रसं होवायं लब्ध्वाङङनंदि भवति ।
कोहोवान्यात् कः प्राण्वाद् यदेष आकाश आनंदो न स्यात् । होय होष होवानंदयति ।
‘પરમાત્મા રસસ્વરૂપ છે. એમને મેળવીને જીવાત્મા આનંદયુક્ત બની જાય છે, આકાશની પેઠે પરિપૂર્ણ પરમાત્મા સૃષ્ટિમાં ના હોત તો કોણ જીવી શકત ને કોણ શ્વાસ લઈ શકત ? એ પરમાત્મા જ આનંદસ્વરૂપ હોવાથી સૌને આનંદ આપે છે.’ (તૈત્તરીય ઉપનિષદ.)

आनंदो ब्रह्मेति व्यआनात् । 
‘આનંદને બ્રહ્મ જ જાણો,’ (તૈત્તરીય ઉપનિષદ)

विज्ञानमानंदं  ब्रह्म ।
‘બ્રહ્મ વિજ્ઞાન તથા આનંદ છે.’ (બૃહદારણ્યક ઉપનિષદ)

यतो वाचो निवर्तन्ते अपाप्य मनसा सह ।
आनंद ब्रह्मणो विद्वान् त बिमेति कुतश्चन ॥
‘મન તથા વાણી જ્યાં ના પહોંચવાથી પાછી ફરે છે તે બ્રહ્મના અલૌકિક આનંદને અનુભવે છે તે કદી કશાથી ભયભીત નથી બનતો.’ (તૈત્તરીય ઉપનિષદ)

एतमानंदमयमात्मानमुपसंक्राति ।
‘આ આનંદમય પરમાત્માની પાસે પહોંચી જાય છે.’ (તૈત્તરીય ઉપનિષદ)

ઉપનિષદમાં એવી રીતે આનંદ અને આનંદમય શબ્દનો પ્રયોગ પરમાત્માના સંબંધમાં જ કરવામાં આવ્યો છે. એટલે આનંદમય શબ્દ દ્વારા જગતના એકમાત્ર કારણ સર્વશક્તિમાન, સર્વાન્તર્યામી, સર્વવ્યાપક પરબ્રહ્મ પરમાત્માનુ જ વર્ણન કરવામાં આવ્યું છે. બીજા કોઈનું નથી કરવામાં આવ્યું. એ પરબ્રહ્મ પરમાત્મા જ સચ્ચિદાનંદ કહેવાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *