Tuesday, 5 March, 2024
 • તાજેતરમાં જામનગર જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે?
  દેવભૂમિ - દ્રારકા
 • દાંતા કઈ નદીના કિનારે વસેલું છે ?
  બનાસ
 • નવલખા દરબારગઢ માટે જાણીતુ ગોંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
  રાજકોટ
 • ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા દ્વારા સ્થપાયેલી સંસ્થા કઈ છે ?
  દક્ષિણામૂર્તિ
 • નાના અંબાજી નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં છે ?
  સાબરકાંઠા
 • જમિયલાશાપીરની પવિત્ર દરગાહ ક્યા આવેલી છે ?
  દાતાર
 • ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યો છે?
  વધઈ બોટનિકલ ગાર્ડન
 • ડાયનોસોરના ઈંડા મળી આવ્યું હોય તેવું સૌપ્રથમ સ્થળ ક્યું છે?
  રૈયાલી (મહીસાગર)
 • સતી રાણકી દેવીનું મંદિર આવેલું છે?
  વઢવાણ
 • પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે?
  બોટાદ
 • નારાયણદવેનું પવિત્ર સ્થાનક બોરસદ ક્યા જિલ્લામાં આવેલું છે ?
  આણંદ
 • દેવભૂમિ – દ્વારકા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
  પોરબંદર, જામનગર
 • ગરબાડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
  દાહોદ
 • પ્રસિદ્ધ સ્થળ માલસામોટ ક્યા જિલ્લામાં આવેલું છે?
  નર્મદા
 • લખોટા કિલ્લો ક્યા આવેલો છે ?
  જામનગર
 • ભવનાથ તળેટી ક્યા આવેલી છે ?
  જૂનાગઢ
 • રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં છે ?
  ખેડા
 • ખનીજેલ શુદ્ધિકરણ રિફાઈનરી કોયલી ક્યા આવેલી છે ?
  વડોદરા
 • સંત શ્રી મોરારીબાપુનું જન્મ સ્થળ તલગાજરડા ક્યા જિલ્લામાં છે ?
  ભાવનગર
 • ધીરુભાઈ અંબાણીનું વતન ક્યું છે ?
  ચોરવાડ (જૂનાગઢ)
 • 2009ના ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ હેઠળ પાટણના સાંતલપુરને વિકસાવાશે
  સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન
 • ગુજરાતનું સૌથી મોટું ગંજબજાર ક્યું છે?
  ઊંઝા
 • સંજેલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલો છે ?
  દાહોદ
 • આરઝી હકુમતની વડી કચેરી જૂનાગઢ હાઉસ ક્યા આવેલું છે?
  રાજકોટ
 • દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર આવેલું છે.
  રાજકોટ
 • ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યું છે ?
  સરકલાની ટેકરીઓ
 • દેવગઢબારીયા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
  દાહોદ
 • ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ અલંગ ખાતે વિકસ્યો છે. અલંગ ક્યા જિલ્લામાં આવેલું છે ?
  ભાવનગર
 • ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ક્યા નોંધાય છે ?
  ડીસા
 • કચ્છમાં કોટાય સૂર્યમંદિર બંધાવ્યું હતું ?
  કાઠીઓ
 • નખત્રાણા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
  કચ્છ
 • કંજેટા મધ માટે ક્યું સ્થળ જાણીતું છે ?
  લીમખેડા
 • પૂજય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી ક્યા જિલ્લામાં આવેલો છે ?
  નવસારી
 • વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી કઈ છે?
  નર્મદા
 • આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ ક્યા જિલ્લામાં છે?
  વલસાડ
 • ભારતના દક્ષિતના કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ ક્યા જિલ્લામાં આવેલું છે ?
  વડોદરા
 • ભાવનગરના વિકાસ માટે ક્યા દિવાનને ઓળખાય છે ?
  સર પ્રભાશંકર પટ્ટણી
 • વલસાડ ક્યા જિલ્લા સાથે સરહદ બનાવતો એક માત્ર જિલ્લો છે?
  નવસારી
 • ગુજરાતના હૃદય તરીકે ક્યું શહેર ઓળખાય છે ?
  અમદાવાદ
 • આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન કોણે સેવ્યું હતું ?
  સરદાર પટેલ 10
 • ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ જિલ્લાની રચના થઈ
  ગાંધીનગર
 • કુસુમવિલાસ પેલેસ ક્યા આવેલો છે ?
  છોટા ઉદેપુર
 • રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ વાસંદા ક્યા જિલ્લામાં છે?
  નવસારી
 • ભાવનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
  અમદાવાદ, બોટાદ, અમરેલી
 • વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
  સુરેન્દ્રનગર
 • મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે?
  પુષ્પાવતી
 • ગુજરાતનો સૌથી મોટો દરિયાખાનનો ઘુમ્મટ આવેલો છે ?
  અમદાવાદ
 • મહીસાગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
  અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ
 • પાલનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
  બનાસકાંઠા
 • હાટકેશ્વર મહાદેવ મંદિર ક્યા આવેલું છે ?
  વડનગર
 • મોરબી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
  જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ
 • ભાભર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?
  બનાસકાંઠા
 • ગુજરાતમાં વિધાનસભાની સૌથી ઓછી બેઠકો ધરાવતો જિલ્લો ક્યો છે?
  ડાંગ
 • જામફળના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લાનું સ્થળ ?
  ધોળકા
 • ગુજરાતના મીની કાશ્મીર તરીકે ક્યા જિલ્લાને ઓળખાય છે ?
  નર્મદા
 • જૂનો કિલ્લો ક્યા શહેરમાં આવેલો છે ?
  સુરત
 • પૌરાણિક નવલખા મંદિર નજીકનું સ્થળ ભાણવડ ક્યા જિલ્લામાં છે ?
  દેવભૂમિ દ્વારકા
 • છોટા ઉદેપુર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
  વડોદરા, નર્મદા, દાહોદ, પંચમહાલ
 • જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર ક્યા જિલ્લામાં આવેલું છે ?
  રાજકોટ
 • વિશાળ થર્મલ પાવર સ્ટેશન ધુવારણ ક્યા જિલ્લામાં છે ?
  આણંદ
 • પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવડા ક્યા જિલ્લામાં આવેલું છે ?
  મહીસાગર
 • ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સાથે શું બંધબેસતું છે ?
  રાજકોટ
 • ગુજરાત રાજ્યમાં આવેલ જિલ્લાઓની કુલ સંખ્યા જણાવો.
  33
 • મક્કાના પ્રવેશદ્વાર તરીકે ક્યું બંદર જાણીતું છે ?
  સુરત
 • માળીયા હાટીના તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
  જૂનાગઢ
 • ગુજરાતમાં ક્યા સ્થળે સૌથી વહેલો સૂર્યોદય થશે ?
  દાહોદ
 • સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઈસ્ટિટ્યૂટ ક્યા આવેલી છે ?
  ભાવનગર
 • નિષ્કલંક માતાનું પવિત્ર ધામ ક્યા જિલ્લામાં આવેલું છે ?
  વડોદરા
 • તાપી નદીના કિનારાને શું કહેવાય છે?
  કરોડો સુવાલીની ટેકરીઓ
 • નવસૈયદ પીરની મઝાર ક્યા આવેલી છે ?
  નવસારી
 • કબા ગાંધીનો ડેલો ક્યા આવેલ છે ?
  રાજકોટ
 • તમે 12 જયોર્તિલિંગમાંના એક નાગેશ્વરમાં છો તો તમે ગુજરાતના કયા જિલ્લામાં છો?
  દેવભૂમિ દ્વારકા
 • ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
  અમદાવાદ
 • સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
  પાટણ
 • વડોદરા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
  આણંદ, ભરૂચ, નર્મદા, છોટ ઉદેપુર, પંચમહાલ, ખેડા
 • ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે ?
  અંકલેશ્વર
 • ઓખા કિલ્લો ક્યા આવેલો છે ?
  દ્વારકા
 • રાજકોટ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
  બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી
 • અરવિંદ આશ્રમ પ્રેરિત શાળા અને છાત્રાલય ક્યા આવેલ છે?
  નારગોલ
 • આમલી અગિયારસનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?
  દાહોદ
 • બાવાગોરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?
  ભરૂચ
 • પાલિતાણાનો શેત્રુંજય પર્વત ક્યા તીર્થંકરનું સ્થાનક છે ?
  ઋષભદેવ
 • ISKCONનું પૂરું નામ આપો.
  ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ
 • ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
  કચ્છ
 • સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસેથી પસાર થાય ?
  કર્કવૃત્ત
 • ક્યા શહેરમાં આવેલા ધી ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન જાહેર કરાયેલ છે?
  ભરૂચ
 • ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્રની શરૂઆત ક્યા શહે૨માં થઈ હતી ?
  વડોદરા
 • ધાતુને ઓગાળવા કઈ ખનિજ ઉપયોગી છે ?
  ફ્લોરસ્પાર
 • ગુલાબની સૌથી વધુ ખેતી ક્યા જિલ્લામાં થાય છે ?
  ભરૂચ જિલ્લો
 • વડનગર ખાતે આવેલું હાટકેશ્વર મંદિર ક્યા કાળમાં બંધાયેલું છે?
  સલ્તનત કાળ
 • ઈફકો લિમિટેડ કંપનીનું મથક કલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
  ગાંધીનગર
 • આખ્યાનના પિતા ભાલણનું જન્મ સ્થળ ક્યું છે?
  પાટણ
 • ક્યા શહેરના બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન ચાલે છે ?
  જામનગર
 • ભારતભરમાં મશહુર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં છે ?
  ભાવનગર
 • ચીનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢનો જિલ્લો ક્યો છે?
  સુરેન્દ્રનગર
 • વડાલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
  સાબરકાંઠા
 • પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાયનો જિલ્લો જણાવો.
  કચ્છ
 • શંખેશ્વર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?
  પાટણ
 • નારેશ્વર ખાતેનો શ્રીરંગઅવધૂતનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ?
  વડોદરા
 • માનગઢ ખાતે ક્યું વન આવેલું છે ?
  ગોવિંદ ગુરુ સ્મૃતિ વન