Saturday, 27 July, 2024
  • ભારતના નાણાકીય સમાવય તંત્રના કરશે ?
    નાણાં પંચ
  • વિધાનપરિષદના કેટલા સભ્યો સ્થાનિક સત્તામંડળો દ્વારા ચૂંટાય છે ?
    1/3 સભ્યો
  • નાણાં આયોગના સભ્યયોની નિમણૂક, રાષ્ટ્રપતિ અને સભ્યોની યોગતા નક્કી કરે છે ?
    સંસદ
  • કેન્ટોનમેન્ટ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીની નિમણૂક દ્વારા કરવામાં આવે છે.
    સંઘ સરકાર
  • રાજ્ય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ?
    રાજ્યપાલ
  • સંસદના અમુક વિધેયક નાણાં વિધેયક છે કે નહીં તે કોણે નક્કી કરવાનું હોય છે ?
    લોકસભા અધ્યક્ષ
  • સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધી કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે શિક્ષા થઈ હોય તેવા તમામ કેસોમાં રાષ્ટ્રપતિ…….
    સજા માફ કરી શકે
  • મત્સ્ય ક્ષેત્ર કઈ યાદીનો વિષય છે ?
    રાજ્યયાદી
  • વિશ્વમાં ભારતનું બંધારણ ક્યા પ્રકારનું મનાય છે ?
    સૌથી મોટું લેખિત બંધારણ
  • આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ ભાગ માટે કોઈપણ નિયમ બનાવી શકે છે.
    કોઈપણ રાજ્યની સંમતિ વગર
  • સંસદમાં ક્યા ગૃહને નાણા વિધેયકનો સ્વીકાર કે સુધારો કરવાની સત્તા નથી ?
    રાજ્યસભા
  • હાલ સુધીમાં ભારતમાં કેટલા સીમાંકન આયોગની સ્થાપના થઈ છે?
    4
  • મૂળભૂત કર્તવ્યો નાગરિકો માટે
    ફરજિયાત છે.
  • કાયદા દ્વારા …….. છે.
    સંસદ ..કોઈપણ રાજ્યનો વિસ્તાર વધારી શકે
  • જ્યા લશ્કરી ન્યાયાલયે શિક્ષા કરી હોય તેવા તમામ કેસોમાં રાષ્ટ્રપતિ….
    સજા માફ કરી શકે સંતુલન ચક્ર તરીકે કાર્ય
  • ભારતીય સંવિધાનના પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની જોગવાઈઓ………. માટે કરાઈ છે.
    અનુસૂચિત જનજાતિઓના હિતોનું રક્ષણ કરવા
  • ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ ?
    અદાલતનો આશરો લઈ શકાતો નથી
  • વજન અને માપના ધોરણો સ્થાપવા કઈ યાદીનો વિષય છે ?
    સંઘ યાદી
  • સંસદમાં નાણાં વિધેયક માત્ર ક્યા રજૂ કરી શકાય ?
    લોકસભા
  • સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે બનાવી હતી ?
    પિંગલી વૈંકેયા
  • રાજ્ય સેવા આયોગના સભ્યની મુદ્દતની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ?
    અનુચ્છેદ-316
  • સશસ્ત્ર દળોનો વહીવટ અને કામગીરીને લગતું નિયંત્રણ…દ્વારા થાય છે.
    રક્ષા મંત્રાલય
  • ગુજરાત પંચાયત ધારો ગોચર પરનુંદબાણ હટાવવા ઉપયોગી થાય, આ વિધાન ?
    સત્ય છે.
  • રાજ્યપાલના મળતો અને ભથ્થા શેમાંથી ઉધારવામાં આવશે ?
    જે તે રાજ્યના એકત્રિત ફંડમાંથી
  • નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં ક્યા વ્યક્તિનો સમાવેશ થાય છે ?
    તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો
  • ક્યા વ્યક્તિને ભારતના રાજ્યક્ષેત્રમાના તમામ ન્યાયાલયમાં સુનવણીનો હક રહેશે ?
    એટર્ની જનરલ
  • માન,ગવર્નરની લઘુત્તમ વય મર્યાદા કેટલી નક્કી કરાઈ છે ?
    35 વર્ષ
  • લોકસભાના અધ્યક્ષ
    ગૃહ દ્વારા તેના પોતાના સભ્યોમાંથી ચૂંટાય છે.
  • વિધાન પરિષદવાળા રાજ્યમાં વિધાન પરિષદના કેટલા સભ્યો વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે ?
    1/3 સભ્યો
  • નીતિ આયોગ કઈ બાબતોમાં સલાહ આપશે ?
    ગુડ ગવર્નન્સ અને વધુ સારું વહીવટ તંત્ર
  • ખેતીની જમીન સિવાયની મિલકતનું હસ્તાંતરણ બંધારણની કઈ યાદીમાં ઉલ્લેખિત છે ?
    સમવર્તી યાદી
  • લોકસભા દ્વારા રજૂ કરવામાં આવતા અનિચ્છનિય કાયદા ઉપર ફેરતપાસણીનું કાર્ય ક્યું ગૃહ કરે છે ?
    રાજ્યસભા
  • ઉચ્ચતમ ન્યાયાલયના કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ?
    સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા અપાત્રતાને કારણે
  • ક્યા હકમાં સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન લાગુ પડે છે ?
    સમાનતાનો હક
  • કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?
    આઈવર જેનીંગ્સ
  • વસતી નિયંત્રણ અને કુટુંબ નિયોજન કઈ યાદીનો વિષય છે ?
    સમવર્તી યાદી
  • સંસદના ક્યા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી ?
    રાજ્યસભા
  • ભારતીય સંવિધાનના અનુચ્છેદ 312 અન્વયે રાજ્યસભાને ……….નું ગઠન કરવાની ભલામણ કરવાનો વિશિષ્ટાધિકાર છે.
    નવી અખિલ ભારતીય સેવાઓ
  • કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ ક્યો છે ?
    અમૂક મૂળભૂત સુવિધાઓ સુધારી શકાતી નથી.
  • કોઈપણ કાયદાના ઘડતરમાં કે અર્થઘટનમાં બંધારણનો ક્યો ભાગ માર્ગદર્શન આપે છે ?
    આમુખ
  • રાષ્ટ્રગીત વંદે માતરમૂની રચના બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે મૂળ કઈ ભાષામાં કરી હતી ?
    બંગાળી
  • જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવે છે.
    નાયબ અધ્યક્ષ
  • બાસાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજના અધિકારને બંધારણના આત્મા સમાન કહ્યો છે કારણ કે ….
    જેના ભંગ બદલ સીધા જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી શકાય છે
  • ક્યોહક એટલે કે કોઈ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારો ભંગ ?
    સમાનતાનો હક
  • લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની કામગીરી માટે મતદાર યાદી બનાવવી, ચૂંટણી કાર્યવાહી કરવી, જરૂરી દેખરેખ અને નિયંત્રણનું કાર્ય કરે છે ?
    ભારતનું ચૂંટણી પંચ
  • ભારત અને રાજ્ય સરકાર સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવે છે ?
    21 એપ્રિલ
  • અનુચ્છેદ-37માં શું દર્શાવેલ છે ?
    રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું અમલીકરણ
  • સીધી ચૂંટણી લડ્યા સિવાય સંસદના ક્યા ગૃહના સભ્ય બની ।। શકાય ?
    રાજ્યસભા
  • નીતિ પંચમાં કઈ કાઉન્સિલ જોવા મળે ?
    ગવર્નિંગ કાઉન્સિલ અને રીજીયોનલ કાઉન્સિલ
  • એસ.આર.બોમાઈ કેસ સંકળાયેલ છે
    રાજ્યના સંબંધો
  • સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા……….
    ધારાકીય સત્તા છે.
  • આપણા બંધારણમાં 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક્ક આપતો અનુચ્છેદ – 21 ક ક્યા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલ છે ?
    86 મો બંધારણીય સુધારો - 2002
  • સંવિધાનના 74 (ચુમેતેરમાં સુધારા) અધિનિયમ ભાગ 9Aથી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે ?
    નગરપાલિકાઓ
  • સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી ?
    એમ. હિદાયતુલ્લા
  • વિરોધ પક્ષના નેતા કોની સમકક્ષ ગણાય ?
    કેબિનેટ મંત્રી
  • સુપ્રીમ કોર્ટમાં સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ છે?
    ફાતીમા બીબી
  • ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના ક્યારે થઈ ?
    1956
  • ભારતનું ક્યું રાજ્ય લોકસભાની સૌથી વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે?
    લોકસભા
  • ભારતના ક્યા રાજ્યને અલગ બંધારણ છે ?
    જમ્મુ-કાશ્મીર
  • નાણાંપંચની રચના દર કેટલા વર્ષે થાય છે?
    5 વર્ષ
  • રાજ્ય સરકારને કઈ કલમ અનુસાર પંચાયત સ્થાપવાની સત્તા છે ?
    અનુચ્છેદ - 40
  • ક્યા બંધારણીય સુધારાથી મૂળભૂત ફ૨જોનો સમાવેશ કરવામાં આવ્યો ?
    42મો સુધારો
  • સંઘની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ?
    રાષ્ટ્રપતિ
  • ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હશે અને બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી, આ અનુચ્છેદ…
    અનુચ્છેદ-64
  • ક્યા વડાપ્રધાનના સમયગાળામાં લોકસભાની મુદ્દત 6 વર્ષની કરવામાં આવી ?
    ઈન્દિરા ગાંધી
  • રાષ્ટ્રપતિના ચૂંટણીના મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય ?
    લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો
  • દેહાંતદંડની સજા માફ કરવાની દયા અરજી કોને કરવાની હોય ?
    રાષ્ટ્રપતિ
  • કોઈપણ નાણાંકીય ખરડાને પસાર કરતાં પૂર્વે કોની મંજૂરી જરૂી છે ?
    રાષ્ટ્રપતિ
  • ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે?
    સુકુમાર સેન
  • બંધારણના ક્યા સુધારાથી રાજાઓના ભથ્થા બંધ થયા ?
    26મા સુધારાથી
  • કોની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવે છે ?
    રાજ્યપાલ
  • ભારતીય સંઘના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે?
    સંસદના બંને ગૃહના સભ્યો
  • ભારતની રાષ્ટ્રભાષા કઈ લિપિમાં લખાય છે ?
    દેવનાગરી
  • ક્યા હક હેઠળ સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં ?
    સમાનતાનો હક
  • રાજ્યની વિધાનસભાએ પસાર કરેલો ખરડો કોની સહીથી કાયદો બને ?
    રાજ્યપાલ
  • ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિષયનો સમાવેશ …. કરવામાં આવ્યો છે.
    સમવર્તી યાદી
  • ચૂંટણીઓની દેખરેખ, દોરવણી અને નિયંત્રણની જવાબદારી ચૂંટણી આયોગની બાબતની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં છે ?
    અનુચ્છેદ-324
  • ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચે વિવાદ સુપ્રીમ પોર્ટના ક્યા અધિકાર ક્ષેત્રમાં આવે છે ?
    મૂળભૂત અધિકાર ક્ષેત્ર
  • ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક …કાર્ય કરે છે.
    ફક્ત ઓડિટ
  • અન્ય ધર્મ અંગિકાર કરે તે અનુસૂચિત જાતિનો દરજ્જો જાળવી શકે નહીં – આ વિધાન ?
    સાચું છે.
  • ભારતના બંધારણના રખેવાળ(રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ?
    સર્વોચ્ચ અદાલત
  • ભારતીય સંવિધાનની પ્રસ્તાવના જાહેર કરે છે કે સંવિધાન…
    પોતાને લોકો દ્વારા આપવામાં આવે
  • અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદી જાહેર કરવાની સત્તા કોની પાસે છે ?
    રાષ્ટ્રપતિ
  • મત વિસ્તારોનું હાલનું સિમાંકન 2001ની વસતી ગણતરીના આધારે છે, મત વિસ્તારોના હવે પછીના સિમાંકનની રચના ક્યા આધારે કરવામાં આવશે ?
    2026 પછીની પ્રથમ વસતી ગણતરી
  • બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?
    જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
  • યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય ?
    અધિકાર પૃચ્છા
  • કઈ સંસ્થાએ ‘ક્રિમીલેયર’નો ખ્યાલ આપ્યો ?
    ભારતની સર્વોચ્ચ અદાલત
  • ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં કોણ સભ્યોની નિમણૂક કરી શકે ?
    રાષ્ટ્રપતિ
  • એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના ક્યા સુધારા દ્વારા કરવામાં આવી ?
    7મો સુધારો
  • કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિ કલમાં કરવામાં આવેલ છે ?
    આર્ટિકલ - 24
  • સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?
    કાયદો કહેવાય
  • રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ?
    267(2)
  • સુપ્રીમ કોર્ટની દિલ્હી અથવા રાષ્ટ્રપતિની મંજૂરીથી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે સ્થળે નક્કી કરે તે સ્થળે બેઠક થઈ શકશે.
    અનુચ્છેદ-130
  • ક્યા બંધારણીય સુધાર અંતર્ગત અનુચ્છેદ 54મા ઉલ્લેખીત ‘રાજ્યો’ શબ્દને પુનઃ વ્યાખ્યાયિત કરી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન ક્ષેત્રને વિસ્તારવામાં આવ્યું ?
    બંધારણ (70મો = સુધારો) અધિનિયમ, 1992
  • સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?
    સંસદને
  • વહીવટી સુધારા પંચની નિમણૂક ક્યારે કરવામાં આવી ?
    1966
  • અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
    આર્ટિકલ - 28
  • 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ?
    રૂ. 20,000 કરોડ
  • શ્રી રામનાથ કોવિંદ એ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે ?
    14મા
  • બંધારણના ક્યા સુધારાથી સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ અનુસાર પગલા લેવાનું ફરજિયાત બન્યું ?
    42મો સુધારો