Friday, 15 November, 2024

Chapter 01, Verse 26-30

158 Views
Share :
Chapter 01, Verse 26-30

Chapter 01, Verse 26-30

158 Views

तत्रापश्यत्स्थितान्पार्थः पितॄनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥१-२६॥

Tatra pashyat sthitan parthah Pitranatha pitamahan
Acharyan matulan bhratrun Putran pautran sakhimstatha

પિતા પિતામહ ને ગુરુ મામા ને ભાઈ,
પુત્ર પૌત્ર મિત્રો વળી સ્નેહી હિતકારી.
*
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ।
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥१-२७॥

Kripaya paraya visto Visidanu idam abravit
Dristavemam svajanam Krishna Yuyutsaum samupasthitam

श्वशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ।
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान् ॥१-२८॥

shashuran suhridaschaive senayorubhayorapi
tan samikshaya sa kaunteyah sarvam bandhun avasthitan

સસરા તેમજ સ્વજનને રણમાંહી જોઈ,
દ્રવે નહીં એવો હશે કઠોર જન કોઈ.
*
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ॥१-२९॥

sidanti mama gatrani mukham cha parisushyati
vepathuscha sharire me romaharshascha jayate.

અંગ શિથિલ મારું થતું વદન સુકાઈ જાય,
શરીર કંપે, શોકથી રોમાંચ મને થાય.
*
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ॥१-३०॥

gandivam sramamsate hastat tvakchaiva paridahyate
na cha shaknomy avasthatum bhramati eva cha me manah.

ધનુષ હાથથી સરકતું, દાહ ત્વચામાં થાય,
ચિત્ત ભમે, મારા થકી ના જ ઉભા રહેવાય. ॥૩૦॥

Meaning
पार्थ नें दोनो पक्षों की सेना का निरीक्षण किया तो उसमें अपने पिता के भाईयों, पितामहों (दादा), आचार्यों, मामों, भाईयों, पुत्रों, मित्रों, पौत्रों, श्वशुरों (ससुर), संबन्धीयों को देखा । अपने प्रिय और हितेच्छु सगे संबन्धियों तथा मित्रों को युद्ध भूमि में उपस्थित देख अर्जुन का मन करुणा पूर्ण हो उठा और उसने विषाद पूर्वक भगवान कृष्ण से कहा ।
अर्जुन बोले:
हे कृष्ण, मैं युद्ध भूमि में अपने प्रिय लोगों को युद्ध के लिये तत्पर खडा देख रहा हूँ । उनसे युद्ध की कल्पना करके मेरे अंग ठण्डे पड रहे है, और मेरा मुख सूख रहा है, और मेरा शरीर काँपने लगा है । मेरे हाथ से गाण्डीव धनुष ठीक तरह से पकडा नहीं जा रहा है । मेरी सारी त्वचा में दाह हो रहा है, मानो कोई आग में जल रही हो । मैं ठीक तरह से खडा नहीं रह पाता, मेरा मन भ्रमित हो रहा है ।
*
પાર્થે બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું તો એમાં પોતાના પિતરાઈ ભાઈઓ, પિતામહ, આચાર્ય, મામા, પુત્ર, પૌત્રો, મિત્રો, સ્નેહીજનો તથા હિતચિંતકોને ઊભેલા જોયા. એમને જોઈને અર્જુનનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. વિષાદથી ભરેલ મને એમે ભગવાન કૃષ્ણને કહ્યું,
અર્જુન કહે છે
હે કૃષ્ણ, યુદ્ધ ભૂમિમાં હું સગાં સંબંધી અને હિતેચ્છુઓને લડવાં માટે તત્પર ઊભેલા જોઈ રહ્યો છું. એમની સાથે યુદ્ધ કરવાની કલ્પના કરતાં મારાં અંગ ઠંડા પડી રહ્યા છે, મારું મોં સુકાઈ રહ્યું છે, મારું શરીર અને અંગેઅંગ કાંપી રહ્યા છે. મારા હાથમાંથી ગાંડીવ જાણે સરકી રહ્યું છે. મારી ત્વચામાં દાહ થઈ રહ્યો હોય એવું મને લાગે છે. મારું ચિત્ત ભમી રહ્યું હોય એવું મને લાગે છે અને મારાથી ઊભા રહેવાતું નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *