જયદ્રથનું તપ
By-Gujju11-05-2023
જયદ્રથનું તપ
By Gujju11-05-2023
{slide=Jayadrath’s penance}
As mentioned earlier, Jayadrath kidnapped Draupadi during Pandavas exile in the forest. Bhim followed Jayadrath, annihilated his army and defeated him. Later, with Draupadi’s consent, Yudhisthir set Jayadrath free. However, Jayadrath did not forget his shameful defeat. His mind was filled with retribution so he performed penance to appease Lord Shiva. When Lord Shiva appeared, Jayadrath asked to grant a boon so that he could defeat Pandavas. Lord Shiva told him that it was impossible to defeat Pandavas but he would be able to stop Pandavas but Arjun, in the battlefield from marching forward. As a result Jayadrath was able to stop invincible Pandavas from marching forward in the battlefield.
Jayadrath performed penance but his mind remained filled with retribution. His penance was not aimed at peace or prosperity of his self but death and destruction of others. If he wished, he could have asked for brotherhood between Pandavas and Kauravas or his own progress but he didn’t. What a pity!
પાંડવોના વનવાસનાં વરસો દરમિયાન જયદ્રથે દ્રૌપદીનું હરણ કર્યું ત્યારે ભીમસેને તેનો પરાજય કર્યો હતો. એ અપમાનનો બદલો લેવા માટે તેણે અભિમાનથી વરદાનની ઇચ્છા કરીને પ્રખર તપ કરવા માંડયું.
ઇન્દ્રિયોના પ્રિય આકર્ષક વિષયો તરફથી ઇન્દ્રિયોને પાછી વાળી લઇને તેણે ભૂખ, તરસ, તાપ વગેરેને સહન કર્યા.
તેનું શરીર અતિશય કૃશ થઇ જવાથી તેની બધી નાડીઓ દેખાવા લાગી.
તેણે સનાતન બ્રહ્મ અથવા ૐકારનું ઉચ્ચારણ કરીને શંકર ભગવાનની આરાધના કરવા માંડી.
એની અદભુત આરાધનાથી ભક્તો પર અનુકંપા કરનારા ભગવાન શંકરે છેવટે તેના પર કૃપા કરી.
ભગવાન શંકરે સ્વપ્નમાં આવીને જયદ્રથને કહ્યું કે જયદ્રથ ! હું તારા પર પ્રસન્ન થયો છું માટે તું વરદાન માંગ.
ભગવાન શંકરે જ્યારે એ પ્રમાણે કહ્યું ત્યારે નિયમનિષ્ઠ જયદ્રથે બન્ને હાથ જોડી નમસ્કાર કરીને જણાવ્યું કે યુદ્ધમાં હું એકલો જ કેવળ એક રથની મદદથી ભયંકર વીર્ય અને પરાક્રમવાળા સઘળા પાંડવોને અટકાવી કે પાછા વાળી શકું એવું વરદાન આપો.
ભગવાન શંકરે જણાવ્યું કે હું તને વરદાન આપું છું કે તું અર્જુન સિવાયના ચાર પાંડુપુત્રોને યુદ્ધમાં અટકાવી શકશે.
ભગવાન શંકરના એ વચનોને સાંભળીને રાજા જયદ્રથે આનંદ અનુભવ્યો. એ પછી એ તરત જ જાગી ગયો. તે વરદાનના પ્રભાવથી અને દિવ્ય અસ્ત્રના બળથી જયદ્રથે મહાભારતના મહાસંગ્રામમાં એકલે હાથે પાંડવોની વિશાળ શસ્ત્રસજ્જ સેનાને આગળ વધતી અટકાવી તેના ધનુષ્યના ટંકારથી શત્રુપક્ષના ક્ષત્રિયોને ભય અને કૌરવોના સૈન્યને પરમ હર્ષ થયો.
જયદ્રથના તીવ્રતમ તપના અને એના પરિણામે થયેલા ભગવાન શંકરના અસાઘારણ અનુગ્રહના એ કથાપ્રસંગને શાંતિપૂર્વક વિચારવા જેવો છે. માનવ તપ કરે છે, જપ કરે છે, અને સાધનાને નામે એવા અન્ય આધ્યાત્મિક અભ્યાસક્રમનો અથવા અનુષ્ઠાનનો આધાર લે છે. પરન્તુ એનું મન નિર્મળ ના હોય અને રાગદ્વેષાદિ અશુદ્ધિઓથી ભરેલું હોય તો એને શાંતિ મળતી નથી અને એનું કલ્યાણ પણ નથી થતું. એ આત્મશાંતિ અને આત્મકલ્યાણ માટે તપ કરતો જ નથી. તપ પહેલાં, તપ દરમિયાન તથા તપ પછી પણ એનું મન એવું જ મલિન રહે છે. મન સાત્વિક કે શુદ્ધ હોય છે તો જ માનવ પોતાના અને બીજાના પરિત્રાણ કે ઉત્કર્ષને માટે તપ કરી શકે છે. જે તપ કે જપ પોતાના કે બીજાના આત્મિક અભ્યુદયનું સાધન ના બને તે જપ કે તપ આશીર્વાદરૂપ બનવાને બદલે અભિશાપરૂપ અથવા અમંગલરૂપ જ ઠરે.
જયદ્રથનું મન નિર્મળ હોત તો તપ દ્વારા વધારે નિર્મળ બન્યું હોત અને એણે શંકર ભગવાન પાસે જીવનની વિશુદ્ધિનું, વાસનારહિતતાનું અને કૌરવ-પાંડવોની પારસ્પરિક પ્રીતિનું વરદાન માંગ્યું હોત. ભક્તિ માગી હોત. એ સંગ્રામમાં કોઇનો શત્રુ બનવાને બદલે જીવનસંગ્રામમાં અને રણમેદાનમાં પણ સૌનો સુહૃદ જ રહ્યો હોત.