Wednesday, 15 January, 2025

પાંડવો અજ્ઞાતવાસમાં

402 Views
Share :
પાંડવો અજ્ઞાતવાસમાં

પાંડવો અજ્ઞાતવાસમાં

402 Views

{slide=Sahdev, Nakul and Arjun disguise themselves for incognito}

Sahadev approached king Virata and pleaded that he was an expert cowherd and he was fit to look after kings’ herds of cows and bulls. Sahadev introduced himself as Aristanemi, and added that he used to work for Pandavas. Since Pandavas were in exile, he was looking for job. King liked Sahadev and entrusted his cows to Sahadev. Thereafter Arjuna appeared in King Virata’s court and introduced himself as Brihannala, an expert dancer and singer. King verified Brihannala’s impotency and then assigned him to teach dance to her daughter Uttara. Arjuna thus began teaching dance and singing to Uttara and her friends.
Next was Nakul’s turn. He reached King Virata’s court and introduced himself as an expert horse trainer. He also told the king that he used to work for Yudhisthir, and knew many tricks. He added that he could identify horse’s pedigree, and even treat troubled horses. King Virata liked him and assigned all responsibilities of his stable to Nakul.
The moral of the story is that though mighty, Pandavas had to face innumerable difficulties during their lifetime. Yet, during those troubled times, they never lost hope and always found a way to overcome them. One should take inspiration from them and never get depress or dishearten under any circumstances. One has to face difficulties with courage and confidence.
 

સહદેવ ગોવાળનો ઉત્તમ વેશ લઈને ગોવાળિયાની બોલી બોલતો-બોલતો વિરાટરાજાની પાસે જવા નીકળ્યો.

તે રાજભવનની પાસેની ગૌશાળા પાસે જઈને ઊભો રહ્યો એટલે રાજા તેને જોઈને વિસ્મય પામ્યો અને તેણે પોતાના માણસોને તેની પાસે મોકલ્યા.

વિરાટરાજે મળીને તથા તેના પ્રશ્નને સાંભળીને સહદેવે જણાવ્યું કે હું અરિષ્ટનેમિ  નામનો વૈશ્ય છું. હું કુરુશ્રેષ્ઠોનો ગોપરીક્ષક હતો પરંતુ તે પૃથાપુત્રો ક્યાં છે તેની મને માહિતી નથી. આથી હું તમારી પાસે રહેવા ઈચ્છું છું, કારણ કે ઉદ્યોગ કર્યા વિના મનુષ્ય જીવી શકતો નથી.

વિરાટરાજે કહ્યુ કે તું તો બ્રાહ્મણ કે ક્ષત્રિય હોય એવો લાગે છે તારું રૂપ સમુદ્રપર્યતની પૃથ્વીના રાજા જેવું લાગે છે. આ વૈશ્યકર્મ તારે માટે ઉચિત નથી. તું કયા રાજાના રાજ્યમાંથી આવ્યો છે ? તારી પાસે કઈ વિશિષ્ટતા છે ? અમારી સાથે કેવી રીતે રહેશે ? શું વેતન લેશે ?

સહદેવે જણાવ્યું કે પાંચ પાંડુપુત્રોમાં યુધિષ્ઠિર સૌથી મોટા છે. તેમને ત્યાં સો સોના એક એવા ગાયોનાં આઠ લાખ મંડળો હતાં. વળી બસો-બસોનાં એક એવાં બીજાં ગાયોનાં એક લાખ મંડળો હતાં. બીજી ગાયો પણ રહેતી. હું એ ગાયોનો પરીક્ષક હતો. લોકો મને તંતિપાલને નામે ઓળખતા. દશ દશ યોજનમાં રહેનારી ગાયોની, ભૂત, ભવિષ્ય અને વર્તમાનની જે કાંઈ સંખ્યા હોય તે મારાથી અજાણી નહોતી. યુધિષ્ઠિર મારા ગુણોને સારી રીતે જાણતા. તે મારાથી સંતુષ્ટ રહેતા, જે જે ઉપાયોથી ગાયોમાં વધારો થાય અને તેમને રોગ લાગે નહિ તે તે ઉપાયોને હું જાણું છું. મારામાં એ વિશેષતા છે. જેમના મૂત્રને સૂંઘવાથી વંધ્યા પણ પુત્રવતી થાય તે શુભ લક્ષણવાળા આખલાઓને પણ હું ઓળખી શકું છું.

વિરાટરાજે કહ્યું કે મારે ત્યાં એક જ વર્ણવાળી અને વિવિધ ગુણોવાળી ગાયોનાં એક લાખ મંડળો છે. હું તે સર્વને તથા તેમના રક્ષકોને તને સોંપું છું. એ સર્વ તારા અધિકારમાં રહેશે.

એ પ્રમાણે સહદેવ વિરાટરાજને મળીને ત્યાં જ રહેવા લાગ્યો. રાજાએ તેને તેની ઈચ્છાનુસાર જીવિકા પણ બાંધી આપી.

પછી ત્યાં સ્ત્રીઓના અલંકારોને ધારણ કરનારો એક રૂપસંપત્તિવાળો ભવ્ય પુરુષ કોટની નજીકમાં દેખાયો. તેણે કાને મોટાં કુંડળો પહેર્યાં હતાં અને હાથમાં શંખનાં બલૈયાં તેમજ સોનાનાં કડાં. એ અર્જુન હતો. એ વિરાટરાજાની સભા પાસે આવીને ઊભો રહ્યો.

વિરાટરાજની જિજ્ઞાસાના જવાબમાં અર્જુને જણાવ્યું કે હું ગાઉં છું, નાચું છું અને વાંજિંત્ર વગાડું છું. હું નૃત્યમાં નિપુણ અને ગીતમાં કુશળ છું તને મને ઉત્તરાની પાસે રાખો. હું એ દેવીનો નૃત્યશિક્ષક થઈશ. આ રૂપ મને કેવી રીતે મળ્યું તે કહેવાનું કશું પ્રયોજન નથી, કેમ કે એથી મારા શોકમાં વધારો થશે. મારું નામ બૃહન્નલા છે. મને મા-બાપ વિનાની પુત્રી કે તેવો પુત્ર માનો.

વિરાટરાજે બૃહન્નલાને નૃત્ય, વાદ્ય તથા વિવિધ કલાઓમાં કુશળ જોઈને પોતાના વિવિધ મંત્રીઓ સાથે મંત્રણા કરી. તરુણ સ્ત્રીઓ પાસે એની પરીક્ષા કરાવી અને એના નપુંસકપણાનો નિર્ણય કરાવ્યા પછી એને કન્યાગૃહમાં મોકલ્યો.

ધનંજય વિરાટરાજની પુત્રીને, તેની સખીઓને તેમજ તેની સખીઓને તેમજ તેની પરિચારિકાઓને ગાયનવાદન શીખવવા લાગ્યો. ત્યાં એ સર્વ કન્યાઓને પ્રિય થઈ પડયો અને કપટવેશથી તેમની સાથે રહેવા લાગ્યો.

એ પછી નકુલ વિરાટરાજની પાસે પહોંચી ગયો અને બોલ્યો કે, મહીપાલ ! તમારો જય હો ! તમારું મંગલ હો ! હું રાજાઓનો માનીતો નિપુણ અશ્વવેત્તા છું. તમારો અશ્વશિક્ષક થવા ઈચ્છું છું. પાંચ પાંડુપુત્રોમાં યુધિષ્ઠિર સૌથી મોટા છે. તેમણે મને એમના અશ્વનો અધ્યક્ષ નીમેલો. હું ઘોડાઓની જાતને ઓળખું છું અને તેમને પૂરી રીતે કેળવી શકું છું. ખોડવાળા ઘોડાઓને દૂર કરી શકું છું. તેમજ એમનું ઔષધ પણ જાણું છું મારી કેળવેલી ઘોડી નઠારી નીવડતી નથી તો પછી મારા કેળવેલા ઘોડાઓ તો નઠારા કેવી રીતે નીકળે ? પાંડુપુત્ર યુધિષ્ઠિર અને બીજા મને ગ્રંથિકના નામે બોલાવતા.

વિરાટરાજે તે ગંધર્વશ્રેષ્ઠ જેવા યુવાન નકુલને હર્ષપૂર્વક સત્કાર આપીને રાખ્યો. તે રાજાનો માનીતો થઈ પડયો. આમ છતાં કોઈ તેને કોઇ રીતે ઓળખી શક્યું નહી.

સમુદ્રપર્યતની ધરતીના ધણી અને સફળ દર્શનવાળા પાંડવો અત્યંત દુઃખિત થવાથી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મત્સ્યદેશમાં વસ્યા અને સાવધાનીપૂર્વક પોતાના ગુપ્તવાસના દિવસોને વિતાવવા લાગ્યા.

પાંડવોના અજ્ઞાતવાસનો એ પ્રસંગ શું શીખવે છે ? એ જ કે માનવે ગમે તેવા પ્રતિકૂળ-પીડાજનક પ્રસંગ દરમિયાન પણ પોતાના મનોબળને મજબૂત રાખવું જોઈએ. મનને મક્કમ કરીને અને રાખીને ધીરજ, હિંમત તથા શાંતિપૂર્વક આગળનો માર્ગ વિચારવો જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ. સ્થિરતાને સદા સતત રાખવી જોઈએ. કદી કોઈયે કારણે ભંગાઈ કે નંખાઈ જવું ના જોઈએ. માનવની સાચી કસોટી કપરા સંજોગોમાં જ થતી હોય છે. એ સંજોગો બદલાય છે પણ ખરા. માટે માનવે સદા આશાવાદી બનીને નિરાશાની વચ્ચે પણ નાસીપાસ થયા સિવાય કર્તવ્યની કેડી પર ઉત્તરોત્તર આગળ અને આગળ વધવું જોઈએ. વસુંધરા એવા વીર પુરુષોને માટે, મજબૂત મનોબળવાળા માનવો માટે છે. નિર્બળ કે કાયરને માટે એનો આનંદ નથી હોતો, એવું જે કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે સાચું છેઃ વીરભોગ્યા વસુંધરા.

પ્રસ્તુત પ્રસંગ એક અન્ય વસ્તુ પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરે છે. યુધિષ્ઠિર સત્યવાદી તથા ધર્માત્મા કહેવાતા તોપણ તેમને તથા બીજા પાંડવોને વિરાટરાજાની આગળ અજ્ઞાતવાસને માટે અસત્ય ભાષણ કરવું પડયું. અસત્ય ભાષણનો આધાર, એમને માટે ગુપ્ત રીતે લીધા સિવાય છૂટકો ન હતો, એવી એમની માન્યતા હતી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *