राम की मनोहरता का वर्णन
(चौपाई)
सहज मनोहर मूरति दोऊ । कोटि काम उपमा लघु सोऊ ॥
सरद चंद निंदक मुख नीके । नीरज नयन भावते जी के ॥१॥
चितवत चारु मार मनु हरनी । भावति हृदय जाति नहीं बरनी ॥
कल कपोल श्रुति कुंडल लोला । चिबुक अधर सुंदर मृदु बोला ॥२॥
कुमुदबंधु कर निंदक हाँसा । भृकुटी बिकट मनोहर नासा ॥
भाल बिसाल तिलक झलकाहीं । कच बिलोकि अलि अवलि लजाहीं ॥३॥
पीत चौतनीं सिरन्हि सुहाई । कुसुम कलीं बिच बीच बनाईं ॥
रेखें रुचिर कंबु कल गीवाँ । जनु त्रिभुवन सुषमा की सीवाँ ॥४॥
(दोहा)
कुंजर मनि कंठा कलित उरन्हि तुलसिका माल ।
बृषभ कंध केहरि ठवनि बल निधि बाहु बिसाल ॥ २४३ ॥
રામની સુંદરતાનું વર્ણન
સહજ મનોહર મૂર્તિ બે, કોટિ કામની ઉપમા દે
તોપણ લાગે તુચ્છ ખરે એવા લાવણ્યભર્યા એ.
શરદપૂનમના ચંદ્રથકી વદન ચારુ રસપૂર્ણ અતિ;
નીરજ નયન ગમે મનને, સમતા કરી શકે ન મતિ.
દૃષ્ટિ દિવ્ય ને મધુર ખરે કામદેવનું હૈયું હરે,
હૃદયને રુચે શાંતિ ધરે, વર્ણન એનું કોણ કરે?
મૃદુ કપોલ શ્રુતિ કુંડલ લોલ, ચિબુક અધર સુંદર મધુ બોલ.
ચારુ ચંદ્રકિરણોથી હાસ, ભ્રમર નાસિકા મનહર ખાસ.
તિલક કળાત્મક ભાલ વિશાળ, આકર્ષક અલિગણથી વાળ.
મુકુટ મસ્તકે પુષ્પકળી એની વચ્ચે સરસ ધરી;
ગરદન પર ત્રણ રેખ જણાય, ત્રિભુવનનું સૌન્દર્ય પમાય.
(દોહરો)
કંઠે મૌક્તિક માળ ને સોહે તુલસી હાર,
સિંહસમા ઊભા રહ્યા બલનિધિ બાહુ વિશાળ.