Sunday, 17 November, 2024

Sita tense as Ravan remain undefeated

132 Views
Share :
Sita tense as Ravan remain undefeated

Sita tense as Ravan remain undefeated

132 Views

रावण का पराजय न होने से सीता चिंतित
 
तेही निसि सीता पहिं जाई । त्रिजटा कहि सब कथा सुनाई ॥
सिर भुज बाढ़ि सुनत रिपु केरी । सीता उर भइ त्रास घनेरी ॥१॥
 
मुख मलीन उपजी मन चिंता । त्रिजटा सन बोली तब सीता ॥
होइहि कहा कहसि किन माता । केहि बिधि मरिहि बिस्व दुखदाता ॥२॥
 
रघुपति सर सिर कटेहुँ न मरई । बिधि बिपरीत चरित सब करई ॥
मोर अभाग्य जिआवत ओही । जेहिं हौ हरि पद कमल बिछोही ॥३॥
 
जेहिं कृत कपट कनक मृग झूठा । अजहुँ सो दैव मोहि पर रूठा ॥
जेहिं बिधि मोहि दुख दुसह सहाए । लछिमन कहुँ कटु बचन कहाए ॥४॥
 
रघुपति बिरह सबिष सर भारी । तकि तकि मार बार बहु मारी ॥
ऐसेहुँ दुख जो राख मम प्राना । सोइ बिधि ताहि जिआव न आना ॥५॥
 
बहु बिधि कर बिलाप जानकी । करि करि सुरति कृपानिधान की ॥
कह त्रिजटा सुनु राजकुमारी । उर सर लागत मरइ सुरारी ॥६॥
 
प्रभु ताते उर हतइ न तेही । एहि के हृदयँ बसति बैदेही ॥७॥
 
(छंद)
एहि के हृदयँ बस जानकी जानकी उर मम बास है ।
मम उदर भुअन अनेक लागत बान सब कर नास है ॥
सुनि बचन हरष बिषाद मन अति देखि पुनि त्रिजटाँ कहा ।
अब मरिहि रिपु एहि बिधि सुनहि सुंदरि तजहि संसय महा ॥
 
(दोहा)
काटत सिर होइहि बिकल छुटि जाइहि तव ध्यान ।
तब रावनहि हृदय महुँ मरिहहिं रामु सुजान ॥ ९९ ॥
 
રાવણનો નાશ ન થતાં સીતા ચિંતા કરે છે
 
રાતે પહોંચી સીતા પાસ કથા કહી ત્રિજટાએ ખાસ;
શિરભુજાતણી વૃદ્ધિ સુણી સીતા પામી ભીતિ ઘણી.
 
ચિંતા વધતાં બની ઉદાસ, બોલી મંદ થતાં અભિલાષ,
થશે શું હવે માત કહો, મરશે રાવણ કેમ અહો !
 
સકળ જગતને દુ:ખ ધરે, શિર કપાય તો પણ ન મરે;
વિધિનાં ચરિત બધાં વિપરીત, ઊલટી દીસે એની રીત.
 
હરિપદકમળ વિયોગ ધર્યો તે વિધિએ આ ઘાટ ઘડયો,
કપટ કનક મૃગખેલ રચ્યો, રૂઠયું હજુ એ દૈવ અહો!
 
જીવાડી દુર્ભાગ્ય રહ્યું, રિપુને એ અનુકૂળ થયું;
રઘુપતિ વિરહ હલાહલ બાણ મારી કરે ક્ષુબ્ધ મુજ ધ્યાન,
છતાંય ના લે મારો પ્રાણ તેજ ટકાવે તેનો જાન.
 
સીતા વિલાપ કરતાં એમ સ્મરી રામને રહી સપ્રેમ;
ત્રિજટા બોલી ત્યારે એમ, રાજકુમારી રડતી કેમ ?
 
હૃદય લાગતાં એક જ બાણ બની જશે રાવણ નિષ્પ્રાણ;
ઉરમાં એ તુજને ધારે બાણ એટલે ના મારે.
 
(છંદ)
એના ઉરે સીતા વસે, સીતા હૃદયમાં હું વસું,
મુજ ઉદર ભુવન અનેક વસતાં, શરથકી ન રહે કશું;
એવું વિચારે રામ માટે તજી દે સંદેહને,
રિપુ જરૂર મરશે; શાંતિ પામી સુણી સીતા શબ્દ એ.
 
(દોહરો)   
વિકળ થશે શિર છેદતાં, છૂટી જશે તુજ ધ્યાન,
ત્યારે રાવણહૃદયમાં રામ મારશે બાણ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *