Wednesday, 15 January, 2025

સુભદ્રાહરણ

398 Views
Share :
સુભદ્રાહરણ

સુભદ્રાહરણ

398 Views

ભાગવતના દસમા સ્કંધના ૮૬મા અધ્યાયમાં સુભદ્રાહરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુભદ્રા કૃષ્ણની બેન હતી. બળરામની ઇચ્છા એનું લગ્ન દુર્યોધન સાથે કરવાની હતી પરંતુ વસુદેવ તથા કૃષ્ણ એમની સાથે સંમત ન હતા. અર્જુન તીર્થાટન કરતાં પ્રભાસતીર્થમાં પહોંચ્યો ત્યારે એને એ પરિસ્થિતિની માહિતી મળવાથી સુભદ્રાને મેળવવાની ઇચ્છા થઇ. એ ત્રિદંડી વૈષ્ણવનો વેશ લઇને દ્વારકા પહોંચ્યો ને ચાતુર્માસના ચાર મહિના ત્યાં જ રહ્યો.

એક દિવસે એને બલરામે ભોજનનું આમંત્રણ આપ્યું ત્યારે એણે ત્યાં સૌન્દર્યમૂર્તિ સુભદ્રાને જોઇ. બલરામ અર્જુનને ના ઓળખી શક્યા. અર્જુન અને સુભદ્રાને પૂર્વસંસ્કારોના પરિણામે પરસ્પર પ્રેમભાવ થયો.

એકવાર સુભદ્રા દેવદર્શન માટે રથમાં બેસીને દ્વારકાના દુર્ગની બહાર નીકળી ત્યારે અર્જુને દેવકી, વસુદેવ ને કૃષ્ણની અનુમતિથી એનું હરણ કર્યું. સુભદ્રા એને માટે તૈયાર જ બેઠેલી. બલરામ એ સમાચાર સાંભળીને ક્રોધે ભરાયા પરંતુ કૃષ્ણે તથા બીજા સ્વજનોએ અર્જુનની ઓળખાણ આપીને એમને શાંત કર્યા. પછી તો એ પણ અનુકૂળ બની ગયા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *