Sunday, 17 November, 2024

Trijata console Sita

133 Views
Share :
Trijata console Sita

Trijata console Sita

133 Views

त्रिजटा ने सीता को सांत्वना दी
 
अस कहि बहुत भाँति समुझाई । पुनि त्रिजटा निज भवन सिधाई ॥
राम सुभाउ सुमिरि बैदेही । उपजी बिरह बिथा अति तेही ॥१॥
 
निसिहि ससिहि निंदति बहु भाँती । जुग सम भई सिराति न राती ॥
करति बिलाप मनहिं मन भारी । राम बिरहँ जानकी दुखारी ॥२॥
 
जब अति भयउ बिरह उर दाहू । फरकेउ बाम नयन अरु बाहू ॥
सगुन बिचारि धरी मन धीरा । अब मिलिहहिं कृपाल रघुबीरा ॥३॥
 
इहाँ अर्धनिसि रावनु जागा । निज सारथि सन खीझन लागा ॥
सठ रनभूमि छड़ाइसि मोही । धिग धिग अधम मंदमति तोही ॥४॥
 
तेहिं पद गहि बहु बिधि समुझावा । भौरु भएँ रथ चढ़ि पुनि धावा ॥
सुनि आगवनु दसानन केरा । कपि दल खरभर भयउ घनेरा ॥५॥
 
जहँ तहँ भूधर बिटप उपारी । धाए कटकटाइ भट भारी ॥६॥
 
(छंद )
धाए जो मर्कट बिकट भालु कराल कर भूधर धरा ।
अति कोप करहिं प्रहार मारत भजि चले रजनीचरा ॥
बिचलाइ दल बलवंत कीसन्ह घेरि पुनि रावनु लियो ।
चहुँ दिसि चपेटन्हि मारि नखन्हि बिदारि तनु ब्याकुल कियो ॥
 
(दोहा)
देखि महा मर्कट प्रबल रावन कीन्ह बिचार ।
अंतरहित होइ निमिष महुँ कृत माया बिस्तार ॥ १०० ॥
 
ત્રિજટા સીતાને આશ્વાસન આપે છે
 
(દોહરો)          
સમજાવી એવું બધું ત્રિજટા ભવન ગઈ;
સ્મરતાં રામ સ્વભાવને સીતા વ્યથિત થઈ.
 
રાત ચંદ્રને નીંદતા રહી વિલાપ કરી,
રાત દીર્ઘ યુગશી બની વીતે નહીં જરી.
 
વિરહવ્યથા વધતાં ઉરે ફરકયાં ડાબાં અંગ,
શુકન ગણી ધીરજ ધરી મળશે રઘુવરસંગ.
 
સારથિ પર ગુસ્સે થયો જાગી મધરાતે,
અધમ મંદમતિ, રણથકી લાવ્યો શા માટે ?
 
સારથિએ ધિક્કારતાં વિનવ્યો ચરણ ગ્રહી;
પ્રભાતમાં રાવણ ગયો રથ પર સમરમહીં.
 
વાનરસેનામાં થયો ખળભળાટ ભારે,
પર્વતવૃક્ષ ઉપાડતાં દોડયા ભટ ત્યારે.
 
(છંદ)
વિકરાળ વાનરભાલુ પર્વતને લઈ દોડી રહ્યા,
ક્રોધે પ્રહાર થતાં નિશાચર ભયથકી ભાગી ગયા;
બળવાન કપિ લંકેશને ચારે તરફ ઘેરી વળ્યા,
લપડાક મારી અંગ ચીરી કર્યો વ્યાકુળ અતિ અહા.
 
(દોહરો)          
પેખી કપિને અતિપ્રબળ અસુરે કર્યો વિચાર,
અંતર્હિત બનતાં કર્યો માયાનો વિસ્તાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *