Saturday, 27 July, 2024

તાડાસન

246 Views
Share :
તાડાસન

તાડાસન

246 Views

આ આસનમાં શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે તેથી આ આસનને તાડાસન કહે છે. 

મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું.

  • તાડાસન કરવા માટે પહેલા બંને પગની એડી જોડાયેલી રહે તે રીતે ઊભા રહો.
  • બંને હાથ ધીમે ધીમે આગળથી ઉપર લઈ જાઓ. હથેળીઓ સામસામે રાખો. હાથ કાનને અડકે તેમ રાખો.
  • જેમ જેમ હાથને ઊંચા કરો તેમ તેમ તેની સાથે જ પગની એડીને પણ ઊંચી કરો.
  • શરીરનું વજન પગના પંજાના આગળના ભાગ ઉપર આવશે.
  • હાથ ઊંચા કરવાની અને એડી ઊંચી કરવાની ક્રિયાની સાથે ધીરે ધીરે શ્વાસ લેવાનું શરૂ કરો અને પૂર્ણ શ્વાસ લઈ તેને અંદર રોકી રાખો.
  • શરૂઆતમાં 15 સેકન્ડથી શરૂ કરી 1 મિનિટ સુધી આ આસનમાં શ્વાસ રોકી શકાય.
  • આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે શ્વાસ છોડતા છોડતા એડી જમીન પર ટેકવો.
  • બંને હાથ ધીમે ધીમે આગળથી નીચેની તરફ લાવો.

    • શ્વાસ ઝડપથી ન લેવો કે છોડવો
    • શરીરનું સમતોલન જાળવવું.
    • હાથ કે પગને વાળવા નહિ.
    • શરૂઆતમાં એડી ઉપર વધુ ઊંચા થવા પ્રયત્ન ન કરવો.

    • શરીરના સ્નાયુઓ ખેંચાવાથી સંવેદનઈદ્રિયો પાચનતંત્ર તેમજ શરીરનાં તમામ અંગો-ઉપાંગોની કાર્યક્ષમતા વધે છે.
    • આ આસનને નિયમિત કરતા રહેવાથી પગમાં મજબૂતી આવે છે. સાથે સાથે પંજા મજબૂત બને છે અને પીંડલીયો પણ કડક થાય છે.
    • પેટ અને છાતી પર ખેંચ પડવાથી તેમની બધા પ્રકારની વ્યાધિયો નષ્ટ થાય છે.
    • શરીર શુદ્ધ અને નિરોગી બને છે.
    • શરીરમાં સ્ફુર્તિનો સંચાર થાય છે.
    • કિશોરાવસ્થામાં તાડાસનથી અસ્થિતંત્રનો વિકાસ થાય છે.
    • શરીરની લંબાઈ વધે છે.
    • શરીરમાં રોગગ્રસ્ત પદાર્થો જે શરીરમાં એકથા થયેલા હોય છે તે પશ્વાસની ક્રિયાને પરિણામે નાક વાટે અને પરસેવા વાટે બહાર ફેંકાઈ જાય છે.

  • (સંદર્ભ : ધોરણ 8 અને 9, વિષય : યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ)

    Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *