સોમનાથ મંદિર
By-Gujju23-06-2023
સોમનાથ મંદિર
By Gujju23-06-2023
ગુજરાતી ઘરા એ રમણીય ૫ર્વતો, નદીઓ અને મંદીરોની ભુમિ ગણાય છે. એમાંય સોમનાથ મંદિર નો સમાવેશ તો ભારતના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાં થાય છે. ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતનં મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે.
સોમનાથ મંદિર History
સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં મધ્ય કાલીન યુગમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું મનાય છે. વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે ઇ.સ. ૬૪૯માં પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. તો પરમારોના એક શિલાલેખ અનુસાર માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથ મંદિરનું ૫ણ પતન કર્યું. ઇ.સ. ૮૧૫માં પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર)થી મંદિરનું નિર્માણ કરાવ્યુ.
ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝો દ્વારા વારંવાર નાશ કર્યા બાદ, અનેક વખત પુનઃસ્થાપિત થયેલા આ ભવ્ય મંદિરનું પુનઃસ્થાપન હિન્દુ મંદિરની સ્થાપત્યની ચૌલુક્ય શૈલીમાં થયું હતું. હાલ જે મંદિર છે તેનું પુનર્નિર્માણ ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ 1951 માં કરાવવામાં આવ્યુ હતું.
લોખંડી પુરૂષ એવા ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીઘી. અને તેના જ કારણે હાલના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ કરવામાં આવ્યુ. તા.૧૧ મે ૧૯૫૧ના રોજ તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે કહ્યું હતુ કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”.
Read More:- તુલસીશ્યામ
નવા સમોનાથ મંદિરના પ્રતિષ્ઠાનમાં મહાદેવજીને ૧૦૧ તોપોનું સન્માન અપાયું, નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી, અસંખ્ય મહાન બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. અને ફરીથી સોમનાથ મંદિરના સુવર્ણ ઇતિહાસની શરૂઆત થઇ. આજે સોમનાથ મંદિરનું સમગગ્ર સંચાલન શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ કરવામાં આવે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદ ભોગવી ચુકયા છે.
સોમનાથ ના જોવા લાયક સ્થળો
સોમનાથ મંદિર ઉપરાંત, તેનો વિશાળ અને નયનરમ્ય દરિયાકિનારો, સંગ્રહાલયો અને અન્ય આકર્ષણો માટે પણ લોકપ્રિય છે. સોમનાથ ના જોવા લાયક સ્થળોની સુચિ નીચે મુજબ છે.
ભાલકા તીર્થ | સુરજ મંદિર |
સોમનાથ બીચ | કામનાથ મહાદેવ મંદિર |
પાંચ પાંડવ ગુફા | વલ્લભઘાટ -સનસેટ પોઇન્ટ |
લક્ષ્મીનારાયણ મંદિર | ગીતા મંદિર |
જુનાગઢ ગેટ | પ્રાચી તીર્થ |
ત્રિવેણી સંગમ મંદિર | પ્રભાસપાટણ મ્યુઝિયમ |
ચોરવાડ બીચ | દેહોત્સર્ગ તીર્થ |
સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ ગણાય છે. ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે. મંદિરની ખ્યાતિથી તથા તેની ઘનસં૫ત્તિ, સોનું વિગેરે લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો તેના ૫ર હુકલા કરી અનેક વખત લુટયુ ૫ણ ઘર, તેમ છતાં ભારતના ઘર્મપ્રેમી રાજા અને જનતાના કારણે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત, શિવપુરાણ અને સ્કંદપુરાણમાં પણ સોમનાથ નો ઉલ્લેખ છે.