चार युग के अलग अलग धर्म
नित जुग धर्म होहिं सब केरे । हृदयँ राम माया के प्रेरे ॥
सुद्ध सत्व समता बिग्याना । कृत प्रभाव प्रसन्न मन जाना ॥१॥
सत्व बहुत रज कछु रति कर्मा । सब बिधि सुख त्रेता कर धर्मा ॥
बहु रज स्वल्प सत्व कछु तामस । द्वापर धर्म हरष भय मानस ॥२॥
तामस बहुत रजोगुन थोरा । कलि प्रभाव बिरोध चहुँ ओरा ॥
बुध जुग धर्म जानि मन माहीं । तजि अधर्म रति धर्म कराहीं ॥३॥
काल धर्म नहिं ब्यापहिं ताही । रघुपति चरन प्रीति अति जाही ॥
नट कृत बिकट कपट खगराया । नट सेवकहि न ब्यापइ माया ॥४॥
(दोहा)
हरि माया कृत दोष गुन बिनु हरि भजन न जाहिं ।
भजिअ राम तजि काम सब अस बिचारि मन माहिं ॥ १०४(क) ॥
तेहि कलिकाल बरष बहु बसेउँ अवध बिहगेस ।
परेउ दुकाल बिपति बस तब मैं गयउँ बिदेस ॥ १०४(ख) ॥
ચાર યુગના જુદાજુદા ધર્મો
(દોહરો)
યુગધર્મ સદા હોય છે સૌના હૃદયમહીં,
માયાથી પ્રેરાયેલા, પામે નાશ નહીં.
શુદ્ધ સત્વગુણ સતયુગે સમતા ને વિજ્ઞાન,
એના પ્રભાવથી રહે નિશદિન પ્રસન્ન પ્રાણ.
સત્વ અધિક રજ અલ્પ ને રતિપૂર્વકનાં કર્મ,
સર્વ પ્રકારે સુખ, કહ્યા ત્રેતાયુગના ધર્મ.
રજોગુણ અધિક સત્વગુણ સ્વલ્પ તમોગુણ હો,
મનમાં ભય ને હર્ષ હો દ્વાપરયુગમાં તો.
તમોગુણ અધિક, અલ્પ રજ, વિરોધ ચારેકોર,
કલિપ્રભાવ એ જાણવો, અશાંતિ અનૃત શોર.
પંડિત મનમાં જાણતાં જુદાજુદા યુગધર્મ,
અધર્મ છોડી ધર્મને સેવે સમજી મર્મ.
રઘુપતિ ચરણમહીં સદા જેની પ્રીતિ રહી,
કાળધર્મ તેને કદી વ્યાપે વિવિધ નહીં.
લીલા બાજીગર તણી જોતાં ગહન જણાય,
માયા તોપણ દાસને વ્યાપે નહીં જરાય.
હરિમાયાકૃત દોષગુણ વિણ હરિભજન ન જાય,
કામ તજી રામ જ ભજો વિચારતાં મનમાંહ્ય.
એ કલિમાં હું વર્ષ બહુ વસ્યો અવધ વિહગેશ,
પડયો અકાલ વિપત્તિવશ ત્યારે ગયો વિદેશ.