Monday, 25 November, 2024

અદભૂત ગણનાવિદ્યા

323 Views
Share :
અદભૂત ગણનાવિદ્યા

અદભૂત ગણનાવિદ્યા

323 Views

{slide=Art of counting}

King Rituparna set out for swayamvar with Bahuk, his charioteer. On their way, they saw a big tree which had innumerable leaves. King Rituparna, with his extraordinary skills, told Bahuk exactly how many leaves were there on each branches of that tree. Bahuk was surprised and wanted to verify Rituparna’s claim so he asked Rituparna if they could stop for a while. King Rituparna was in hurry to reach on time for swayamvar, yet he consented.
Bahuk counted all the leaves and to his astonishment, it matched with King’s figures. Now Bahuk was interested in learning that secret from King Rituparna. He asked King to reveal his secret in exchange of he sharing his secrets of horse riding. King revealed his secret. When Bahuk got that knowledge, evil moved out of his body and he regained his original sense.

બાહુક નામધારી નળને સારથિ બનાવીને રાજા ઋતુપર્ણે વિદર્ભ દેશ પ્રતિ પ્રયાણ કર્યું. વાયુવેગે પસાર થતો રથ નદી, સરોવર, વન, ઉપવન, પર્વતો પાર કરીને આગળ વધવા લાગ્યો. રાજા ઋતુપર્ણ બાહુકની એકાગ્રતા, ઉત્સાહવૃત્તિ, સાવધાની, રથની નિયંત્રણશક્તિ તથા કળાને નિહાળીને આશ્ચર્યચકિત, ભાવવિભોર અને મંત્રમુગ્ધ બની ગયા. એ એની અસાધારણ શક્તિની મનોમન પ્રશંસા કરવા લાગ્યા.

માર્ગમાં એમના અંગ પરનો ખેસ નીચે પડી ગયો. એમણે બાહુકને રથ રોકવાની આજ્ઞા કરી તો બાહુકે કહ્યું કે તમારો ખેસ ચાર ગાઉ જેટલો પાછળ રહી ગયો છે. હવે એને લાવી શકાશે નહીં.

એના પરથી રથ કેટલો બધો ઝડપથી ચાલતો કે દોડતો હતો એનું અનુમાન કરી શકાય છે.

થોડેક છેટે એક બેડાનું વૃક્ષ દેખાયું. પોતાની વિશેષ વિદ્યાનો ચમત્કાર બતાવવાની આકાંક્ષાથી પ્રેરાઇને રાજા ઋતુપર્ણે જણાવ્યું: બાહુક, પેલા વૃક્ષનાં પાંદડાં તથા ફળની સુનિશ્ચિત સંખ્યા હું અત્યારે ને અત્યારે બતાવી શકું તેમ છું. મારી પાસે સંખ્યાગણનાની એવી વિશિષ્ટ શક્તિ છે. એ વૃક્ષની બે મોટી, સુવિશાળ શાખાઓ  પર પાંચ કરોડ પાંદડાં છે. બીજી નાની ડાળીઓ સાથે એ શાખાઓ પર બે હજાર પંચાણું ફળ છે. એકસો એક પાંદડાં અને એકસો એક ફળ પૃથ્વી પર પડયાં છે.

રાજા ઋતુપર્ણના શબ્દોને સાંભળીને બાહુકે રથને રોકીને એ શબ્દોની યથાર્થતાનો નિર્ણય કરવાનો વિચાર કર્યો. એણે રાજાને પોતાનો પરીક્ષાવિચાર કહી બતાવ્યો. રાજાને વિદર્ભનગર પહોંચવાની ઉતાવળ હોવાં છતાં બાહુકની હઠ આગળ ઝૂકવું પડ્યું.

બાહુકે એમની અનુમતિ મેળવીને વૃક્ષને કાપી નાખીને એનાં પાંદડાં તથા ફળોને ગણી જોયાં તો એમની સંખ્યા બરાબર એટલી જ નીકળી. એથી એને અતિશય આશ્ચર્ય થયું. રાજા ઋતુપર્ણ પાસે અસાધારણ અમોઘ ગણનાવિદ્યા છે એમાં એને સંદેહ ના રહ્યો. એ વિદ્યા શીખવવા માટે એણે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી. એ વિદ્યાના બદલામાં પોતાની અસાધારણ અશ્વવિદ્યાને શીખવવાની તૈયારી બતાવી. રાજા ઋતુપર્ણે અક્ષવિદ્યામાં પણ પોતાની પટુતા જાહેર કરીને બાહુકની માગણીથી એ બંને વિદ્યાઓ એને શીખવી દીધી. અશ્વવિદ્યા પોતે સાનુકૂળ સમયે પાછળથી શીખી લેશે એવું કહીને રથ બનતી ત્વરાથી આગળ વધારવાનો આદેશ આપ્યો.

અક્ષવિદ્યાને જાણતાંવેંત જ બાહુક નામધારી નળના શરીરમાંથી કલિયુગ બહાર નીકળ્યો. એનો પ્રતિકૂળ પ્રભાવ દૂર થવાથી એને શાંતિ મળી.

મહાભારતના વનપર્વના 72મા અધ્યાયની એ કથા તત્કાલીન ભારતની બે વિશિષ્ટ વિદ્યાઓનો પરિચય કરાવે છે. આજે આપણે કોમ્પ્યુટરની વાત કરીએ છીએ, પરંતુ પ્રાચીન ભારતના રાજા ઋતુપર્ણ જેવા વિરલ લોકોથી, કોમ્પ્યુટરો જેવી ત્વરિત અને ચોક્કસ ગણના કરી શકાય કે કેમ એ પ્રશ્ન છે. માનવની સુષુપ્ત શક્તિ જાગ્રત બની, ખીલીને કેવી અસાધારણ બની શકે છે એનું એ એક ઉદાહરણ છે.

બાહુક નામધારી નળે અશ્વવિદ્યાની નિપુણતાથી એક રાતમાં રથ દ્વારા ચારસો ગાઉનું અંતર કાપીને વિદર્ભનગરમાં પ્રવેશ કરેલો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *