Sunday, 22 December, 2024

Adhyay 1, Pada 1, Verse 13-14

147 Views
Share :
Adhyay 1,  							Pada 1, Verse 13-14

Adhyay 1, Pada 1, Verse 13-14

147 Views

१३. विकार शब्दोन्नेति चेन्न पाचुर्यात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો. 
વિકારશબ્દાત્ = મયટ્ પ્રત્યય વિકારવાચક હોવાને લીધે. 
ન= આનંદમય શબ્દ પરમાત્માનો વાચક ના બની શકે. 
ઈતિ= તો એ વાત
ન= બરાબર નથી 
પ્રાચુર્યાત્ = કારણ કે મયટ પ્રત્યય ત્યાં પ્રચુરતાનો વાચક છે, વિકારનો વાચક નથી.

ભાવાર્થ
ઉપનિષદોમાં પરમાત્માને માટે આનંદમય શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે એનો અર્થ એટલો જ છે કે પરમાત્મા પરમ અવર્ણનીય, અનિર્વચનીય, અવિનાશી, અલૌકિક, આનંદસ્વરૂપ અથવા આનંદમૂર્તિ છે. એમની અંદર શોકની છાયા પણ નથી. એ પરિપૂર્ણ છે. એમને પોતાના સુખ, આનંદ અને પોતાની શાંતિને માટે અન્ય પર આધાર નથી રાખવો પડતો. એ પરિપૂર્ણ પરમાનંદના પ્રતીક હોવાથી સંસાર એમને લીધે જ આનંદમય બને છે અથવા આનંદ મેળવે છે.

સંસારમાં આનંદનાં જે અલ્પ કે અધિક બિંદુ દેખાય છે એ એમના આનંદના સુવિશાળ સિંધુમાથી જ નીકળેલા છે. આનંદની અનુભૂતિની અભિલાષા એમની પાસે પહોંચવાથી જ પૂરી થઈ શકે છે. જીવનને શોક, સંતાપ કે કલેશમાંથી મુક્ત કરવા માગનારે એમની પાસે પહોંચવું જોઈએ. એના જેવો અકસીર અમોઘ માર્ગ બીજો કોઈ જ નથી.

પાણિનિસૂત્રને અનુસરીને વિચારીએ તો મયટ પ્રત્યય પ્રચુરતાના અર્થમાં પણ લગાડવામાં આવે છે. પાણિનિસૂત્રમાં કહ્યું છે કે  तत्ग्रकृतवचने मयट् । એ સંદર્ભમાં પરમાત્માને આનંદમય કહેવામાં આવે છે. પરમાત્મા આનંદમય છે એટલે આનંદઘન છે એવું સમજવાનું છે. આનંદમય શબ્દ એવી રીતે પરમાત્માનો વાચક છે. પરમાત્માને માટે જ વપરાયો છે અને પરમાત્માનો કોઈ વિકાર નથી દર્શાવતો એ શબ્દ જીવાત્માને માટે નથી પ્રયોજાયો.

१४. तद्धेतुव्यपदेशाच्च ।

અર્થ
તદ્ધેતુવ્યપદેશાત્ = ઉપનિષદમાં પરમાત્માને એ આનંદના હેતુ કહી બતાવ્યો છે એથી
ચ= પણ.

ભાવાર્થ
આનંદમય શબ્દમાં જે પ્રગટ્ પ્રત્યય છે તે વિકારવાચક નથી. કારણ કે પરમાત્મા આનંદમયને પણ આનંદ આપનારા છે. એ પોતે પરમાનંદ હોવાથી જ સૌને આનંદ આપે છે. એ આનંદના મૂળભૂત ભંડાર અખંડ આનંદ છે. આનંદમય શબ્દ એમના જ સંબંધમાં વાપરવામાં આવ્યો છે.  

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *