Thursday, 14 November, 2024

Adhyay 1, Pada 2, Verse 14-16

119 Views
Share :
Adhyay 1,  							Pada 2, Verse 14-16

Adhyay 1, Pada 2, Verse 14-16

119 Views

१४. स्थानादिव्यपदेशाच्च ।

અર્થ
સ્થાનાદિવ્યપદેશાત્ = ઉપનિષદમાં અનેક ઠેકાણે બ્રહ્મને માટે સ્થાનાદિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે માટે.
ચ = પણ. 

ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદમાં અને બીજે પરમાત્માને પૃથ્વી તથા હૃદય જેવાં સ્થળોમાં રહેલા કહ્યા છે. એવી રીતે એમને આંખમાં રહેલા કહેવામાં આવે તો કશું ખોટું નથી થતું. પરમાત્માની પેઠે આંખમાં દેખાનાર પુરૂષ પણ આંખના દોષોથી અલિપ્ત છે. આંખમાં જે વસ્તુ નાખવામાં આવે છે એ આંખમાં જ રહે છે ને દૃષ્ટા પુરૂષનો સ્પર્શ નથી કરતી તેમ પરમાત્મા સંસારથી અલિપ્ત રહે છે.

१५. सुखविशिष्टाभिधानोदेव चा ।

અર્થ
ચ = વળી.
સુખ વિશિષ્ટાભિધાનાત્ = નેતાન્તર્વર્તી પુરૂષને સુખસ્વરૂપ અથવા આનંદયુક્ત બતાવવામાં આવ્યા છે એથી.
એવ = પણ.

ભાવાર્થ
ઉપર્યુક્ત કથાનકમાં આંખમાં દેખનારા પુરૂષને અમૃત, અભય અને પરમાત્મા કહેવામાં આવ્યા છે. એમાં અભય અને અમૃતત્વ પરમસુખ, શાંતિ અથવા આનંદનાં સૂચક છે. વળી અગ્નિયાએ આપેલા ઉપદેશાનુકાર ક તેજ ખ અથવા સુખ એ જય આકાશ છે. એટલે કે પરમાત્મા આકાશની પેઠે અતિશય સૂક્ષ્મ, વ્યાપક અને આનંદમય છે. પરમાત્મા પરમસુખ સ્વરૂપ હોવાથી એમને ઓળખવામાં ના આવે ત્યાં સુધી કોઈને સંપૂર્ણ સુખ નથી મળી શકતું. માનવ જાણ્યે કે અજાણ્યે, સુખની પાછળ પડીને એમને મેળવવાની જ પ્રવૃત્તિ કરે છે. પરમાત્મા સુખ સ્વરૂપ હોવાથી આંખમાં રહેનાર ઉપનિષદમાં વર્ણવેલ પુરૂષ પરમાત્મા જ છે.

१६. श्रुतौषनिषत्कगत्यभिधानाच्च ।

અર્થ
શ્રુતૌષનિષત્કત્યભિધાનાત્ = ઉપનિષદના ગૂહ્યાતિગૂઢ જ્ઞાનને સાંભળનારા બ્રહ્મજ્ઞાનીની જે ગતિ કહેવામાં આવી છે તેથી.
ચ = પણ.

ભાવાર્થ
નેત્રાન્તર્વર્તી પુરૂષને જાણી લેનાર પુનરાવૃત્તિ રહિત ગતિની પ્રાપ્તિ કરે છે અથવા બ્રહ્મલોકમાં બ્રહ્મને મેળવી લે છે. એવું જ વિધાન ઉપનિષદના ગુહ્યાતિગુહ્ય જ્ઞાનને મેળવીને પરમાત્માનો સાક્ષાત્કાર કરનારને માટે કરવામાં આવ્યું છે. એટલે એ સમાન ફળશ્રુતિના સંદર્ભમાં વિચારીએ તો પણ સહેલાઈથી સમજી શકાય છે કે નેત્રાન્તર્વર્તી પુરૂષ અને સર્વ વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા બંને વાસ્તવિક રીતે એક જ છે. માટે જ એમના દર્શનથી એક સરખી પ્રાપ્તિ થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *