Monday, 16 September, 2024

Adhyay 1, Pada 3, Verse 09

97 Views
Share :
Adhyay 1,  							Pada 3, Verse 09

Adhyay 1, Pada 3, Verse 09

97 Views

९. धर्मोपपत्तेश्च ।

અર્થ
ધર્મોપપત્તેઃ = એ પ્રકરણમાં ભૂમાના જે ધર્મો બતાવવામાં આવ્યા છે તે ધર્મો પરમાત્માને જ લાગુ પડી શકે છે માટે.
ચ = પણ.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદના એ પ્રકરણમાં ભૂમાના સંબંધમાં કરવામાં આવેલું વર્ણન પરમાત્માને જ લાગુ પડે છે. ત્યાં ભૂમાની ઓળખાણ આપતાં કહ્યું છે કે ‘જેને પામીને અન્ય કોઈને પામવાનું, જોવાનું નથી રહેતું, બીજાને સાંભળવાનું કે જાણવાનું નથી રહેતું તે ભૂમા છે. જેને મેળવીને બીજાને જોવાનું, સુણવાનું, જાણવાનું શેષ રહે છે તે અલ્પ છે. જે ભૂમા છે તે અમૃત છે અને નાશવંત છે તે અલ્પ છે. ’
 
यत्र नान्यत्पश्यति नान्यच्छृणोति नान्यद् विजानाति स भूमाय यत्रान्यत्
पश्यत्यन्यच्छृणोत्यन्यद् विजानाति तदल्पं, यो वै भूमा तदमृतमथ यदल्पं तन्मर्त्यम् ।

નારદજીએ પૂછ્યું, ભગવન્, એ ભૂમા શેની અંદર પ્રતિષ્ઠિત છે ?

સનત્કુમારે જણાવ્યું કે પોતાના મહિમામાં. મહિમાના નામથી સુપ્રસિદ્ધ ધન, સંપત્તિ, સુખોપભોગની સામગ્રીમાં એ ભૂમા પ્રતિષ્ઠિત નથી. એ જ ઉપર, નીચે, આગળપાછળ, જમણી તરફ તથા ડાબી બાજુએ છે, અને એ જ સર્વકાંઈ છે

એ પછી એ ભૂમાને જ આત્મા તરીકે ઓળખાવીને કહ્યું છે કે ‘એ આત્મા જ નીચે, ઉપર, આગળ, પાછળ, જમણી તથા ડાબી બાજુએ છે, અને એ જ સર્વકાંઈ છે. જે એવી રીતે જોનારો, માનનારો તથા જાણનારો છે તે આત્મામાં જ ક્રીડા કરનારો, આત્મામાં જ રતિવાળો આત્મનિષ્ઠ અને આત્મામાં જ આનંદ માણનારો છે.’

ભૂમાના એ બધાં લક્ષણો પરબ્રહ્મ પરમાત્માને જ લાગુ પડતાં હોવાથી ભૂમા શબ્દ પરમાત્માને જ માટે વપરાયો છે.’

’બૃહદારણ્યક ઉપનિષદમાં પણ, यद्वैभूमा तत्सुखं, नाल्पे सुखमस्ति । ‘જે ભૂમા છે તે જ સુખસ્વરૂપ છે, અલ્પમાં સુખ નથી.’ એવું કહીને પરમાત્મા જ સુખસ્વરૂપ છે, અલ્પમાં સુખ નથી.’ એવું કહીને પરમાત્મા જ સુખસ્વરૂપ છે એવો સંકેત કરવામાં અથવા સંદેશ આપવામાં આવ્યો છે.

છાંદોગ્ય ઉપનિષદના ભગવાન સનત્કુમારે કરેલા આત્માના વર્ણન સાથે મુંડક ઉપનિષદના પરમાત્માના વર્ણનને સરખાવવાથી ભૂમા, આત્મા અને પરમાત્મા એક જ છે, એ ત્રણેમાં કશો જ તફાવત નથી, એવી પ્રતીતિ થાય છેઃ

ब्रह्मैवेदममृतं पुरस्ताद् ब्रह्म पश्चाद् ब्रह्म दक्षिणतश्चोत्तरेण ।
अधश्चोर्ध्वं प्रसृतं ब्रह्मैवेदं विश्वमिद्दं वरिष्ठम् ॥

‘આ અમૃતમય અવિનાશી બ્રહ્મ જ આગળ, પાછળ, દક્ષિણ તથા ઉત્તરમાં, ઉપર અને નીચે, આજુબાજુ સર્વત્ર વ્યાપક છે, એ બ્રહ્મ જ આ વિશ્વ છે અને સૌથી શ્રેષ્ઠ છે,’

એ બંને પ્રકારના વર્ણનમાં કેટલી બધી આશ્ચર્યકારક એકવાક્યતા રહેલી છે !

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *