Monday, 16 September, 2024

Adhyay 1, Pada 3, Verse 13-15

96 Views
Share :
Adhyay 1,  							Pada 3, Verse 13-15

Adhyay 1, Pada 3, Verse 13-15

96 Views

१३. ईक्षतिकर्मव्यपदेशात् सः ।

અર્થ
ઈક્ષાતકર્મવ્યપદેશાત્ = પરમ પુરૂષને ‘ઈક્ષને’ ક્રિયાનું કર્મ બતાવ્યું છે તેથી.
સઃ = એ પરમાત્મા જ.

ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદના આધાર પર અક્ષર શબ્દને પરમાત્માનો વાચક કહી બતાવ્યો એ તો બરાબર, પરંતુ પ્રશ્નોપનિષદમાં ઓમરૂપી અક્ષરને પરબ્રહ્મ અને અપરબ્રહ્મ બંનેનો પ્રતીક કહ્યો છે. તો ત્યાં અક્ષરને અપરબ્રહ્મના અર્થમાં ના લઈ શકાય ? આ સૂત્રમાં એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

પ્રશ્નોપનિષદમાં જણાવ્યું છે કે ‘જે ત્રણ માત્રાવાળા ઓમરૂપી અક્ષર દ્વારા જ આ પરમપુરૂષનું અહર્નિશ ધ્યાન ધરે છે તે તેજોમય સૂર્યલોકમાં જાય છે. અને સાપ કાંચળીનો ત્યાગ કરે છે તેવી રીતે પાપમાંથી મુક્તિ મેળવે છે. એ પછી એને સામવેદની ઋચાઓ દ્વારા ઉપર બ્રહ્મલોકમાં લઈ જવામાં આવે છે. એ આ જીવસમુદાયરૂપી પરતત્વથી અત્યંત શ્રેષ્ઠ અંતર્યામી પરમપુરૂષનો સાક્ષાત્કાર કરી લે છે. ’ એ મંત્રનો વિચાર કરવાથી જણાય છે કે એમાં પરબ્રહ્મ પરમાત્માને જ ઓમકારની આરાધનાના આદર્શરૂપ કહેવામાં આવ્યા છે, એ આદર્શને જીવસમુદાયરૂપ હિરણ્યગર્ભરૂપી અપરબ્રહ્મ કરતાં શ્રેષ્ઠ પણ જણાવ્યો છે.

એ મંત્રમાં છેલ્લે ‘स एतस्माज्जीवधनात् परात्परं पुरिशयं पुरूषमीक्षते’ । એવો શબ્દપ્રયોગ આવે છે તે પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે.

१४. दहर उत्तरेभ्यः ।

અર્થ
દાહરઃ = દહર શબ્દ દ્વારા જે જ્ઞેય વસ્તુનું વર્ણન કરાયું છે તે પણ પરમાત્મા જ છે.
ઉત્તરેભ્ય = કેમ કે એની પછીના શબ્દોથી એ સિદ્ધ થાય છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં બ્રહ્મપુરાન્તર્ગત દહર આકાશનું વર્ણન કરીને એમાં રહેલી વસ્તુને જાણવાની પ્રેરણા પૂરી પાડી છે. એના પરથી એ દહર શું છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. એ ઉપનિષદમાં કહ્યું છે કે ‘આ બ્રહ્મના પુરરૂપી મનુષ્ય શરીરમાં કમળના આકારવાળું ઘર અને એની અંદર સૂક્ષ્મ આકાશ છે. એમાં જે સૂક્ષ્મ વસ્તુ છે તેને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. ’

મૂળ મંત્ર આ રહ્યો.
अथ यदिदमस्मिन् ब्रह्म, पुरे दहरं पुण्डरीकं वेश्म दहशेङस्मिन्नन्तराकाशत्मस्मिन्
यद्न्तस्तदन्वेष्टव्यं तद् वाव विजिज्ञासितच्यम् 

ત્યાં જે જ્ઞેય વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે તે વસ્તુ પરમાત્મા જ છે અને દહર શબ્દના લક્ષ્ય પણ એ જ છે. કારણ કે આગળના વર્ણનમાં એની અંદર બ્રહ્માંડ રહેલું છે એવું કહીને જણાવ્યું છે કે આત્મા પાપરહિત, વૃદ્ધાવસ્થા તથા મૃત્યુથી મુક્ત, શોક વગરનો, ક્ષુધાતૃષાથી પર, સત્યકામ તેમ જ સત્યસંકલ્પ, અમૃત, અભય અને બ્રહ્મ છે. એનું નામ સત્ય છે. એ બધા વર્ણન પરથી એ સ્પષ્ટીકરણને સમર્થન મળે છે.

१५. गतिशब्दाभ्यां तथा दष्टं लिंग च ।

અર્થ
ગતિશબ્દાભ્યામ્ = બ્રહ્મમાં ગતિનું વર્ણન અને બ્રહ્મવાચક શબ્દ હોવાથી
તથા દ્દષ્ટમ્= બીજે સ્થળે એવું વર્ણન દેખાયું છે માટે
ચ = અને.
લિંગમ્ = આ વર્ણનમાં આવેલાં લક્ષણ પણ બ્રહ્મનાં છે માટે. (દહર નામથી બ્રહ્મનું જ વર્ણન છે.)

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે ‘જીવસમૂહ રોજ સુષુપ્તિદશામાં આ બ્રહ્મલોકમાં જાય છે પરંતુ અસત્ય અથવા અવિદ્યાથી આવૃત હોવાથી એને નથી જાણતા.’ એ વાક્યમાં બ્રહ્મલોકમાં જવાનું કહીને ગતિનું વર્ણન કરેલું છે, અને દહરને બ્રહ્મલોક કહી બતાવ્યું છે. એટલે દહર શબ્દ પરમાત્માનો જ બોધક છે.

બીજે સ્થળે ‘એ સુષુપ્તદશામાં જીવ સત્ નામથી ઓળખાતા પરમાત્મા સાથે જોડાય જાય છે.’ એવું કહ્યું છે. એટલે પણ દહર શબ્દ પરમાત્માને માટે જ વપરાયો છે એવું પુરવાર થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *