Sunday, 22 December, 2024

Adhyay 1, Pada 3, Verse 38-40

145 Views
Share :
Adhyay 1,  							Pada 3, Verse 38-40

Adhyay 1, Pada 3, Verse 38-40

145 Views

३८. श्रवणाध्यनार्थप्रतिषेधात् स्मृतेश्च ।

અર્થ
શ્રવણાધ્યનનાથ પ્રતિષેધાત્ = શૂદ્રને માટે વેદના શ્રવણ અધ્યયન અને અર્થ કે રહસ્યજ્ઞાનનો નિષેધ કરેલો છે. 
ચ= તથા.
સ્મૃતેઃ = સ્મૃતિના વચનથી પણ.

ભાવાર્થ
મનુ મહારાજે મનુસ્મૃતિમાં જણાવ્યું છે કે ‘શૂદ્રને વેદનું જ્ઞાન ના આપવું જોઈએ.’
न शूद्राय मर्ति दद्यात् ।

પરાશર સ્મૃતિમાં કહ્યું છે કે ‘વેદના શબ્દનો ને અર્થનો વિચાર કરવાથી શૂદ્ર પતન પામે છે.’
वेदाक्षरविचारेण शूद्रः पतति तत्क्षणात् ।

શ્રુતિ પણ સુસ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ‘શૂદ્ર સ્મશાન સમાન છે એટલા માટે એની આગળ વેદાધ્યનન ના કરવું જોઈએ.’ 
एतज्छ् द्रस्तस्माच्छ् द्रस्य समीपे नाध्येतव्यम् ।

ઇતિહાસ તથા પુરાણના શ્રવણ-મનન અને અધ્યયનનો અધિકાર શૂદ્રને ને બીજા બધાને અપાયેલો છે. એ દ્વારા પરમાત્માનું જ્ઞાન તથા પરમાત્માની ભક્તિ મેળવીને શૂદ્ર પણ બીજા બધાની પેઠે પોતાનું કલ્યાણ કરી શકે છે અથવા પરમાત્માની પરમ કૃપાથી પરમ ગતિને મેળવી લે છે.

ગીતામાં કહ્યું છે તેમ સ્ત્રી, વૈશ્ય ને શૂદ્ર પણ પરમગતિને પામી શકે છે.
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेपि मांति परां गतिम् । છતાં પણ શૂદ્રોને વેદ જ્ઞાનનો અધિકાર નથી આપવામાં આવ્યો.

३९. कम्पनात् ।

અર્થ
કંપનાત્ = એમની અંદર જગત રમી રહ્યું છે અને એમના ભયથી સૌ કંપે છે માટે.

ભાવાર્થ
અધિકાર વિષયક પ્રકરણને પૂરૂં કરીને પહેલાંના વિષયની વિશેષ વિચારણા કરતાં સૂત્રકાર જણાવે છે કે અંગુષ્ઠ માત્ર પુરૂષ પરબ્રહ્મ પરમાત્મા જ છે. કઠ ઉપનિષદમાં એમનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે એમના ભયથી અગ્નિ તપે છે, એમના ભયથી સૂર્ય પ્રકાશે છે, તથા એમના જ ભયથી ઈન્દ્ર, વાયુ અને પાંચમાં મૃત્યુ દેવ પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે.’

भमादस्माग्निस्तपति भमात्तपति सूर्यः ।
भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पंचमः ॥

ઉપનિષદના એ વર્ણન પરથી સ્પષ્ટ રીતે સમજાય છે કે સમસ્ત જગત પરમાત્મા સિવાય બીજા કશાની અંદર રમી ના શકે અને પરમાત્મા સિવાય બીજા કોઈની પણ શક્તિથી કંપીને અથવા અનુપાણિત બનીને પોતાની પ્રવૃત્તિમાં રત ના બને. એટલે ત્યાં વર્ણવેલા અંગુષ્ઠ માત્ર પુરૂષ પરમાત્મા સિવાય બીજા કોઈ જ નથી.

४०. ज्योतिर्दर्शनात् ।

અર્થ
જ્યોતિ = જ્યોતિ શબ્દ પરમાત્માનો જ વાચક છે.
દર્શનાત્ = શ્રુતિમાં પરમાત્માને માટે એનો પ્રયોગ જોઈ શકાય છે માટે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં દહરાકાશ વિષયક વિવરણમાં વપરાયલો જ્યોતિ શબ્દ પરમાત્માનો જ વાચક છે. એ ઉપનિષદમાં જ્યોતિ શબ્દનો પ્રયોગ અન્યત્ર કરતાં કહેવામાં આવ્યું છે કે ‘આ દ્યુલોકની ઉપર જે પરમ જ્યોતિ પ્રકાશિત થઈ રહી છે.’ अद यदतः परो ज्योतिद्दिप्यते । ત્યાં જણાવેલી જ્યોતિ કોઈ સામાન્ય જ્યોતિ નથી પરંતુ પરમાત્માની પરાત્પર જ્યોતિ – પરમાત્મા પોતે છે એ સહેલાઈથી સમજી શકાય છે. સામાન્ય જ્યોતિ દ્યુલોકની ઉપર ના હોઈ શકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *