Adhyay 2, Pada 1, Verse 15-16
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 1, Verse 15-16
By Gujju29-04-2023
१५. भावे चोपलब्धेः ।
અર્થ
ભાવે = (કારણમાં શક્તિરૂપે) કાર્યની સત્તા હોવાથી.
ચ= જ.
ઉપલબ્ધેઃ = એની ઉપલિબ્ધ થાય છે તેથી.
(સિદ્ધ થાય છે કે જગત પોતાના કારણ પરમાત્મામાં શક્તિરૂપે સદા રહેલું છે.)
ભાવાર્થ
કોઈપણ કાર્ય એવું છે જે પોતાના મૂળ કારણમાં પ્રથમથી જ સૂક્ષ્મ રીતે અસ્તિત્વ ના ધરાવતું હોય ? સુવર્ણના અલંકારો સુવર્ણમાં છે અને માટીના વાસણો માટીમાં અવ્યક્ત રીતે વાસ કરે છે. વૃક્ષ એના બીજમાં અપ્રકટ બનીને પ્રથમથી જ પડ્યું હોય છે. જે વસ્તુ હોતી જ નથી, સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે પણ. એ કેવી રીતે પ્રકટી શકે ? પિતાના શુક્રમાં સંતાનનો વાસ હોય છે તેમ, આ સમસ્ત જગત એના મૂળતત્વ સાથે પરમાત્મામાં રહેતું હોય છે. એ પણ એના કારણથી અભિન્ન હોય છે.
—
१६. सत्त्वाच्चावरत्य ।
અર્થ
અવરસ્ય = કાર્યનું.
સત્વાત્ = સત્ હોવાનું શ્રુતિમાં કહેલું છે એથી.
ચ= પણ.
ભાવાર્થ
આ જગત પોતાના સ્થૂળ સ્વરૂપમાં પ્રકટ થતાં પહેલાં પોતાના કારણમાં શક્તિરૂપે રહે છે. ઉપનિષદમાં એવું સ્પષ્ટીકરણ કરાયલું છે.
છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે ‘હે સોમ્ય, આ જગત પ્રકટ થયા પહેલાં પણ સત્ય હતું.
सदेव सोम्येदमग्र आसीत् ।
બૃહદારણ્યક ઉપનિષદ જણાવે છે કે ‘એ વખતે આ અપ્રકટ હતું.’
तद् धेदं तर्ह्यव्याकृतमासीत् ।
ભગવદ્ ગીતા પણ કહી બતાવે છે કે ‘આ બધા જીવો આરંભમાં
अव्यक्तादीनी भूतानि ।