Monday, 16 September, 2024

Adhyay 2, Pada 1, Verse 26-27

111 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 26-27

Adhyay 2, Pada 1, Verse 26-27

111 Views

२६. कृत्स्नप्रसक्तिर्निरवययत्वशब्दकोषो वा ।

અર્થ
કૃત્સ્નપ્રસક્તિ = એ જગતના રૂપમાં પૂર્ણપણે પરીણતિ પામ્યા એવી માન્યતાનો દોષ પેદા થશે. 
વા= અથવા.
નિરવયવત્વશબ્દકોપઃ = એમને અવયવરહિત દર્શાવનારાં શ્રુતિનાં વચનોનો વિરોધ થશે.

ભાવાર્થ
પરમાત્માને જગતનું કારણ માનવાથી જે દોષ પેદા થવાનો સંભવ છે એ દોષ પ્રત્યે આ સૂત્રમાં અંગુલિનિર્દેશ કરતાં કહેવામાં આવે છે કે પરમાત્મા અવયવ વિનાના હોવાથી એમની અંદરથી જગતનો આવિર્ભાવ થયો એવું માનવાથી પરમાત્મા જગતના રૂપમાં પૂરેપૂરી પરીણતિ પામ્યા અને જગતથી ભિન્ન રહ્યા જ નહિ એવું માનવું પડશે.

એ એક દોષ પેદા થશે, અને બીજો દોષ એ પેદા થશે કે એ સંજોગોમાં પરમાત્માને વિશિષ્ટ અંગપ્રત્યંગ અથવા અવયવવાળા માનવા માટે પ્રવૃત્ત થવું પડશે અને પરમાત્માને વર્ણવનારાં વેદાદિ મહાગ્રંથોનાં વચનોથી વિરોધી વિચારસરણીને માનવી રહેશે. એ ગ્રંથરત્નો પરમાત્માને નિષ્ક્રિય, નિષ્કલ, નિરંજન તથા નિરાકાર કહી બતાવે છે. એમના અભિપ્રાય પ્રમાણે એ અવયવરહિત અને અજન્મા છે. એમને અવયવવાળા માનવાથી એ નિત્ય અથવા સનાતન નહિ રહી શકે.

२७. श्रुतेस्तु  शब्दमूलत्वात्  ।

અર્થ
તુ = પરંતુ
શ્રુતેઃ = શ્રુતિ દ્વારા (સિદ્ધ થયેલું છે કે પરમાત્મા જગતના કારણ હોવા છતાં પણ નિર્વિકાર છે.)
શબ્દમૂલત્વાત્ = પરમાત્માના સ્વરૂપનિર્ણયમાં વેદવચન જ પ્રમાણ છે તેથી.

ભાવાર્થ
આ સૂત્રમાં આની આગળના સૂત્રમાં દર્શાવેલા દોષોનો ઉત્તર આપવામાં આવ્યો છે. વેદ અથવા  ઉપનિષદમાં પરમાત્માને જગતના એક માત્ર કારણ કહેવાની સાથે સાથે નિર્વિકાર રૂપે સ્થિતિ કરનારા પણ કહેલા છે. એ અવયવરહિત અને અજન્મા હોવા છતાં જગતના કારણ છે એવું વેદાદિમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. સર્વશક્તિમાન પરમાત્માને માટે કશું જ અશક્ય નથી.

જગત પરમાત્માના એક જ પાદમાં રહેલું છે અને એમના બીજા અમૃતસ્વરૂપ ત્રણ પાદ પરમધામમાં સ્થિતિ છે એવું વેદે વર્ણવેલું હોવાથી, પરમાત્મા સંપૂર્ણપણે જગતના રૂપમાં પરીણતિ પામે છે એવું માનવાનો કોઈ પ્રશ્ન જ નથી પેદા થતો. એવી રીતે માનવાનું શાસ્ત્રસંમત તથા યુક્તિસંગત નથી લાગતું.

સુવિશાળ સમુદ્રના એક ભાગમાં મીઠું થાય છે એનો અર્થ એવો નથી કે સમસ્ત સમુદ્ર મીઠામાં પરીણતિ પામે છે. એવી રીતે પરમાત્મા જગતના કારણ હોવા છતાં જગતના રૂપે પૂરેપૂરા પરીણતિ નથી પામતા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *