Friday, 15 November, 2024

Adhyay 2, Pada 1, Verse 28-29

135 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 28-29

Adhyay 2, Pada 1, Verse 28-29

135 Views

२८. आत्मनि चैवं  विचित्राश्च हि ।

અર્થ
ચ = એ ઉપરાંત (યુક્ત પણ એનું સમર્થન કરે છે.)
હિ = કેમ કે. 
આત્મનિ = (અવયવરહિત) જીવાત્મામાં.
ચ = પણ.
એવમ્ = એવી.
વિચિત્રઃ = વિચિત્ર સૃષ્ટિ (દેખાય છે.)

ભાવાર્થ
સ્વતંત્ર રીતે વિચારવાથી પણ સમજી શકાય છે કે અવયવરહિત પરમાત્મામાંથી આ જગતનો પ્રાદુર્ભાવ થાય છે તેમાં ના માનવા જેવું કશું જ નથી. પરમાત્માની વાતને બાજુએ રાખીએ અને સિદ્ધિસંપન્ન મહાત્મા પુરૂષોની વાત કરીએ તો પણ જણાય છે કે એ મહાત્મા પુરૂષો પોતાની અસાધારણ અમોઘ સંકલ્પ શક્તિથી તેમ જ વિભૂતિની મદદથી અવનવા પદાર્થોની રચના કરે છે.

મહર્ષિ વિશ્વામિત્રે સંકલ્પ માત્રથી સ્વર્ગની સૃષ્ટિ કરી હતી એ કથા સુપ્રસિદ્ધ છે. એ મહાત્મા પુરૂષોની શક્તિ એવી અસીમ અથવા અનંત હોય છે તો પછી પરમાત્મા તો એમના કરતાં અનેકગણા મહાન છે. એમની શક્તિ વિશે તો કહેવું જ શું ? વળી જીવાત્મા પોતે અવયવરહિત હોવા છતાં સ્વપ્નદશા દરમિયાન કોઈપણ પ્રકારના બાહ્ય સ્થૂળ સાધન સિવાય કેવી ચિત્રવિચિત્ર સૃષ્ટિની રચના કરે છે ? તો પછી પરમાત્મા અવયવરહિત હોવા છતાં આ સુવિશાળ સૃષ્ટિની રચના કરતા હોય તો એમાં આશ્ચર્ય જેવું અથવા ના સમજી શકાય તેવું કશું જ નથી.

२९. स्वपक्षदोषाच्च ।

અર્થ
સ્વપક્ષદોષાત = એમના જ પક્ષમાં એવો દોષ પેદા થાય છે માટે.
ચ = પણ.

ભાવાર્થ
જે લોકો એવું કહે છે કે અવયવ વગરના પરમાત્મામાંથી અવયવવાળા વિચિત્ર જગતની રચના ના થઈ શકે અને સાંખ્યમત પ્રમાણે પ્રધાન જ જગતનું કારણ છે, તેમની પોતાની જ માન્યતા તથા વિચારધારા ભૂલભરેલી છે એનું એક કારણ એ પણ છે કે જગતના કારણ તરીકે તે જેને માને છે તે પ્રધાન પણ અંગ પ્રત્યંગ અથવા અવયવથી રહિત છે. એવા અવયવ વિનાના પ્રધાનમાંથી જગતની ઉત્પત્તિ માનીને તે અવયવ વિનાના પરમાત્મામાંથી અવયવવાળા સજીવ જગતની ઉત્પત્તિ ના થઈ શકે એવી એમની પોતાની જ દલીલને વ્યર્થ બનાવે છે. એ દલીલ પ્રમાણે તો પ્રધાનમાંથી પણ જગતની ઉત્પત્તિ ના થઈ શકે. એટલે પરમાત્મા જ જગતના એકમાત્ર કારણ છે, એ માન્યતા જ યોગ્ય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *