Monday, 16 September, 2024

Adhyay 2, Pada 3, verse 29-30

86 Views
Share :
Adhyay 2,  							Pada 3, verse 29-30

Adhyay 2, Pada 3, verse 29-30

86 Views

२९. तद् गुणसारत्वात्तु तद् भ्यपदेशः प्राज्ञवत् ।

અર્થ
તદ્દવ્યપદેશઃ = એ કથન.
તુ = તો.
તદ્દગુણસારત્વાત્ = એ બુદ્ધિ આદિના ગુણોની પ્રધાનતાને અનુલક્ષીને છે.
પ્રાજ્ઞવત્ = પરમાત્માને અણુ અને હૃદયમાં રહેલા અંગુષ્ઠ માત્ર કહ્યા છે તેવું જીવાત્માને માટે પણ સમજવું જોઈએ.

ભાવાર્થ
જીવાત્મા વસ્તુતઃ અણુ નથી પરંતુ વિભુ છે એ બતાવવા માટેની વિચારણા આ સૂત્ર દ્વારા આગળ વધારવામાં આવે છે. પરમાત્માને અગુંષ્ઠ માત્ર કહેતા શ્વેતાશ્વતર ઉપનિષદ જણાવે છે :
अंगुष्टमात्रो रवितुल्यरूपः संकलपाहंकार समन्वितो यः ।
बुद् धेगुणेनात्मगुणेन चैव आराग्रमात्रो  ह्यपरोङपि द्दष्टः ॥

અગુંષ્ઠ માત્ર પરિમાણવાળો સૂર્યસમાન પ્રકાશયુક્ત, સંકલ્પ તથા અહંકારથી સંપન્ન, બુદ્ધિના તથા શરીરના ગુણોથી આરાના અગ્રભાગ જેવા સૂક્ષ્મ આકારવાળો, પરમાત્માથી ભિન્ન જીવાત્મા સ્વાનુભવ સિદ્ધ જ્ઞાનીઓએ જોયો છે.’
એ અને એવા બીજા વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે જીવાત્માને અગુંષ્ઠ માત્ર, અણુ અને એકદેશીય કહ્યો છે તે તો બુદ્ધિના તથા શરીરના ગુણધર્મોને લક્ષમાં લઈને જ કહ્યો છે. એવું કથન તો ઉપનિષદમાં પરમાત્માને ઉદ્દેશીને પણ કરાયલું છે. એના પરથી એવું કદાપિ ના કહી શકાય કે પરમાત્મા અગુંષ્ઠ માત્ર, અણુ જેવા અને કેવળ હૃદયમાં જ રહેલા અથવા એકદેશીય છે. એવું કથન શરીરની મર્યાદાનો વિચાર કરીને કરવામાં આવ્યું છે. એ જ હકીકત જીવાત્માના સંબંધમાં પણ લાગુ પડે છે. એટલે જીવાત્મા અણુ નથી પરંતુ વિભુ જ છે.

‘આત્મા હૃદયમાં રહેવા છતાં નખથી માંડીને રોમ સુધી ફેલાયલો છે’એ કથન પણ ઉપનિષદના પ્રકરણના વિરૂદ્ધ છે. એ પ્રકરણમાં આત્માના ગુણની વ્યાપકતાની કોઈ વાત જ નથી કરવામાં આવી. ગંધ તથા દીપકનું ઉદાહરણ આપીને આત્માની ચેતના શરીરમાં સર્વત્ર ફેલાય છે એવું જણાવવામાં આવ્યું છે તે પણ બરાબર નથી, કારણ કે ઉપનિષદમાં આત્માને ચેતનરૂપી ગુણવાળો નથી માન્યો. પરમાત્માને સચ્ચિદાનંદ કહ્યા છે. એટલે કે સત્, ચેતન અને આનંદ એમના સ્વરૂપભૂત લક્ષણો છે. એવું જ જીવાત્માના સંબંધમાં પણ સમજી લેવાનું છે.

३०. यावदात्मभावित्वाच्च न दोषस्तद्द् र्शनात् ।

અર્થ
યાવદાત્મભાવિત્વત્ = સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ત્રણમાંથી કોઈ પણ શરીર સાથે જીવાત્માનો સંબંધ રહે છે ત્યાં સુધી એ શરીરને અનુરૂપ એકદેશીય જેવો રહે છે એટલા માટે.
ચ = પણ. 
દોષઃ = એ દોષ 
ન = નથી પેદા થતો.
તદ્દર્શનાત્ = ઉપનિષદમાં પણ એવું જોવા મળે છે.
 
ભાવાર્થ
બુદ્ધિ તથા શરીરના ગુણોને લીધે અગુંષ્ઠ માત્ર અને એકદેશીય માનવામાં આવે તો તે પ્રલયકાળમાં આત્માની સાથે બુદ્ધિ આદિનો સંબંધ નહિ રહેવાથી બધા જીવોની મુક્તિ થઈ જશે અને પ્રલય પછી સૃષ્ટિની શક્યતા નહિ રહે. મુક્ત જીવો ફરીથી જન્મે છે એવું માનવાથી મુક્તિ જેવી કોઈ વસ્તુ જ નહિ રહે. એવી જિજ્ઞાસાના જવાબમાં દણાવવામાં આવે છે કે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ ત્રણમાંથી કોઈ પણ શરીર સાથે જીવાત્માનો સંબંધ રહેતો હોય છે એવું ઉપનિષદમાં જણાવેલું છે.

સ્થૂળ શરીરને છોડીને જતી વખતે એ સૂક્ષ્મ શરીરથી સંપન્ન હોય છે. એ શરીરનો સંબંધ પરલોકમાં પણ ચાલુ રહે છે. પ્રલયકાળમાં આત્મા ઈન્દ્રિયોની સાથે પરમાત્મામાં સ્થિતિ કરે છે. એ વખતે એનો સંબંધ કર્મસંસ્કારોથી સંપન્ન કારણ શરીર સાથે રહેતો હોય છે. એટલે પ્રલયકાળમાં સઘળા જીવોની મુક્તિનો અને મુક્તાત્માઓના પુનર્જન્મનો દોષ નથી પેદા થતો. ઉપનિષદના આધાર પર જ એ દોષનું નિવારણ થઈ જાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *