Monday, 16 September, 2024

Adhyay 3, Pada 1, Verse 16-18

105 Views
Share :
Adhyay 3,  							Pada 1, Verse 16-18

Adhyay 3, Pada 1, Verse 16-18

105 Views

१६. तत्रापि च तद् व्यापारादविरोधः ।

અર્થ
ચ = અને. 
તત્ર = એ યાતનાનાં સ્થાનોમાં.
અપિ = પણ.
તદ્દવ્યાપારાત્ = એ યમરાજની જ આજ્ઞાનુસાર કાર્ય થતું હોવાથી. 
અવરોધઃ = કોઈ જાતનો વિરોધ નથી.

ભાવાર્થ
નરકોનું વર્ણન કરનારા ગ્રંથોમાં કહ્યું છે કે નરકોમાં ચિત્રગુપ્ત તથા બીજા અધિકારી રહે છે તો પછી યમદેવનું સ્થાન ક્યાં રહ્યું ? નરકોમાં એ અધિકારીઓનું વર્ચસ્વ હોય છે કે યમદેવનું ? એનો ઉત્તર આપતાં આ સૂત્ર દ્વારા કહેવામાં આવે છે કે નરકમાં ચિત્રગુપ્તાદિ જે જુદા જુદા અધિકારી રહે છે તે ત્યાંના સર્વ સૂત્રધાર અથવા નિયામક યમદેવની સૂચના અથવા આજ્ઞાનુસાર જ વર્તે છે. એ બધા યમદેવના હાથ નીચે રહીને કામ કરતા હોવાથી એમની અને યમદેવની વચ્ચે કશો ગજગ્રાહ કે વિરોધ નથી પેદા થતો. એવા ગજગ્રાહ કે વિરોધની કલ્પના પણ નિરર્થક છે.

१७. विद्याकर्मणोरिति तु प्रकृतत्वात्  ।

અર્થ
વિદ્યા કર્મણો= જ્ઞાન અને શુભ કર્મ બંનેના.
તુ = જ.
પ્રકૃતત્વાતાત્ = પ્રકરણને લીધે.
ઈતિ = એવું કથન યોગ્ય જ છે.

ભાવાર્થ
એવું માનીએ તો પણ સૌ કોઈને માટે ચંદ્રલોકમાં જવાનું જે કથન જોવા મળે છે તેનું શુ સમજવું ? એના ઉત્તરમાં અહીં ફરી કહે છે કે કૌષીતકિ ઉપનિષદમાં જ્ઞાન તથા શુભ કર્મોનું ફળ બતાવનારૂં જે પ્રકરણ છે તેમાં જ એ ફળનો નિર્દેશ કરેલો છે. તેમાં અશુભ કર્મ કરનારાનો કશો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો. એટલે એમને માટેની ગતિ પ્રાપ્તિનો કોઈ પ્રશ્ન જ નથી પેદા થતો. ઉપનિષદનું એ આખું પ્રકરણ શુભ કર્મ કરનારા મનુષ્યોનું અને એમની ઉત્તમ ગતિનું હોવાથી શુભ કર્મ કરનારાને જ ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે એવો સ્પષ્ટ નિર્દેશ એમાંથી મળી રહે છે.

१८. न तृतीये तथोपलब्धेः ।

અર્થ
તૃતીયે = ત્યાં કહેલી ત્રીજી ગતિમાં.
ન = (યમલોક ગમનની ગતિનો) અંતર્ભાવ નથી થતો. તથા
ઉપલબ્ધેઃ = કારણ કે એ વર્ણનમાં એવી જ વાત મળે છે.

ભાવાર્થ
કઠોપનિષદમાં પાપી જનોને માટે યમલોકમાં જવાનું કહ્યું છે તે છાંદોગ્ય ઉપનિષદમાં કહેલી ત્રીજી ગતિની અંતર્ગત છે કે અલગ છે, એના સ્પષ્ટીકરણ માટે આ સૂત્રની રચના થઈ છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે દેવયાન તથા પિતૃયાન માર્ગ દ્વારા ઊર્ધ્વલોકોમાં નથી જતા તે જીવો ક્ષુદ્ર તથા વારંવાર જન્મવા ને મરવાવાળા હોય છે. આ મૃત્યુલોક જ એમનું ત્રીજું સ્થાન છે.’ આ કથન દ્વારા સ્પષ્ટ રીતે સમજાય છે કે એમાં મૃત્યુલોકની જ વાત કહેવામાં આવી છે. યમલોક જેવા કોઈ બીજા લોક વિષેની વાત નથી કરવામાં આવી એટલે યમલોકનો કે નરકનો સમાવેશ છાંદોગ્ય ઉપનિષદની ત્રીજી ગતિમાં નથી થતો. એ બંને જુદાંજુદાં છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *