Thursday, 19 September, 2024

Adhyay 3, Pada 2, Verse 39-41

99 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 39-41

Adhyay 3, Pada 2, Verse 39-41

99 Views

३९. श्रुतत्वाच्च ।

અર્થ
શ્રુતત્વાત્ = શ્રુતિમાં એવું કહ્યું છે એટલા માટે
ચ = પણ.

ભાવાર્થ
ધર્મ અથવા તત્વજ્ઞાન વિષયક વિચારોનો નિર્ણય કરતી વખતે એ વિશે શ્રુતિના અભિપ્રાયનો ખાસ આદર કરવામાં આવે છે અને એ અભિપ્રાયને મહત્વનો માનવામાં આવે છે. કઠ ઉપનિષદમાં કહ્યું છે કે ‘જીવોનાં કર્મોને અનુસરીને જુદા જુદા ભોગોનું નિર્માણ કરનારા પરમપુરૂષ પરમાત્મા પ્રલયકાળમાં સૌના સુઈ જવા છતાં પણ જાગે છે. એ પરમ પવિત્ર છે, પરબ્રહ્મ છે, અને અમૃતમય છે;

४०. जैमिनिरत एव ।

અર્થ
અત એવ – પૂર્વોક્ત કારણને લીધે. 
જૈમિનિઃ = જૈમિનિ. 
ધર્મમ્ = ધર્મ અથવા કર્મને ફળદાતા માને છે.

ભાવાર્થ
ઉપર્યુક્ત વિષય પરત્વે આચાર્ય જૈમિનિનો શો અભિપ્રાય છે તે જાણવાનું ખૂબ જ રસપ્રદ થઈ પડશે. આચાર્ય જૈમિનિનું મંતવ્ય એવું છે કે કર્મ કુદરતી નિયમ પ્રમાણે પોતાની મેળે જ ફળ આપે છે. જમીનમાં જે બીજ વાવવામાં આવે છે તે પોતાની મેળે જ ઊગી નીકળે છે અને અનાજની સૃષ્ટિ કરે છે. એની પ્રતીતિ પ્રત્યક્ષરૂપે થઈ રહે છે. કર્મ પણ એવી અમોઘ રીતે પોતાની મેળે જ પોતાની અસરોને ઉભી કરીને પોતાના ફળને પ્રદાન કરતું હોવાથી, કર્મફળના પ્રદાતા તરીકે પરમાત્માની કે બીજા કોઈની કલ્પના કરવાની જરા પણ આવશ્યકતા નથી લાગતી.

४१. पूर्व तु बादरायणो हेतुव्य प्रदेशात् ।

અર્થ
તુ = પરંતુ.
બાદરાયણઃ = વેદ વ્યાસ.
પૂર્વમ્ = પૂર્વોક્ત પરમાત્માને જ કર્મ ફળદાયક તરીકે માને છે.
હેતુવ્યપદેશાત્ = કારણ કે વેદમાં એ પરમાત્માને જ સૌના કારણ કહ્યા છે.

ભાવાર્થ
આચાર્ય જૈમિનિના એવા અભિપ્રાય સાથે અસંમત થતાં મહર્ષિ વ્યાસ જણાવે છે કે કર્મ જડ હોવાથી ચેતનની સહાયતા સિવાય પોતાની મેળે ફળ નથી આપી શકતું. ખેતરમાં બીજને વાવનાર વ્યક્તિ જોઈએ, અને એ બીજ અનાજના રૂપમાં પ્રકટ થાય છે. પછી એની સમજપૂર્વકની સમુચિત વ્યવસ્થા પણ એની પોતાની મેળે ના કરી શકે. એવી વ્યવસ્થા કરવાની શક્તિ કર્મની પોતાની અંદર તો નથી જ. અને એવી વ્યવસ્થા બીજું કરી શકે પણ કોણ ? સામાન્ય અથવા અસામાન્ય જીવની અંદર તો એવી શક્તિ કદાપિ ના હોઈ શકે.

અધ્યાય ૩ – પાદ ૨  સંપૂર્ણ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *