Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 3, Verse 35-36

136 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 35-36

Adhyay 3, Pada 3, Verse 35-36

136 Views

३५. अन्तरा भूतग्रामवत्स्वात्मनः ।

અર્થ
ભૂત ગ્રામવત્ = આકાશાદિ ભૂત સમુદાયની પેઠે (એ પરમાત્મા.)
સ્વાત્મનઃ = પોતાના આત્માના પણ.
અન્તરા = અંતરાત્મા (અંતર્યામી) છે. (આમનનાત્) એ વાત બીજી શ્રુતિમાં કહેલી છે માટે.

ભાવાર્થ
સૌના અંતરાત્મા પરમાત્મા સિવાય બીજા કોઈ જ નથી. માનવના હૃદયમાં રહેલા આત્માના આત્મા અથવા અંતરાત્મા પણ એ જ છે. એ વાતની પુષ્ટિ ઉપનિષદમાં વચન દ્વારા થઈ રહે છે. શ્વેતાશ્વર ઉપનિષદ જણાવે છે કે સમસ્ત પ્રાણીઓમાં છૂપાયલા એ એક દેવ સર્વવ્યાપી અને સમસ્ત પ્રાણીઓના અંતરાત્મા છે; સૌનાં કર્મોના અધિષ્ઠાતા, સૌના નિવાસસ્થાન, સાક્ષી. સંપૂર્ણ શુદ્ધ અને ગુણાતીત છે.

બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે બીજા જનકની સભામાં ચક્રાયણના પુત્ર ઉષસ્તે કહ્યું કે જે અપરોક્ષ બ્રહ્મ અને સૌના અંતરાત્મા છે તેમના સંબંધી મને સમજાવો. યાજ્ઞવલ્કયે જણાવ્યું કે જે તારો અંતરાત્મા છે તે જ સૌનો છે. એ પછી ઉપસ્તની જિજ્ઞાસાના જવાબમાં કહ્યું કે ‘દૃષ્ટિના દૃષ્ટાને જોઈ શકાતો નથી, શ્રુતિના શ્રોતાને સાંભળી નથી શકાતો, મતિના મન્તાને મનન નથી કરી શકાતો, વિજ્ઞાતિના વિજ્ઞાતાને જાણી નથી શકાતો, આ તારો અંતરાત્મા જ સૌનો અંતરાત્મા છે.’ કહોલ ઋષિની જિજ્ઞાસાના જવાબમાં પણ મહર્ષિ યાજ્ઞવલ્કયે જણાવ્યું કે ‘જે તમારો અંતરાત્મા છે તે સૌનૌ અંતરાત્મા છે. એ ક્ષુધા-તૃષા, શોક-મોહ, વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ સૌથી અતીત છે.’

જેવી રીતે ભૂત સમુદાયમાં પૃથ્વીનો અંતરાત્મા જલ છે, જલનો તેજ, તેજનો વાયુ અને વાયુનો અંતરાત્મા આકાશ છે, તેવી રીતે સમસ્ત જડ તત્વોનો અંતરાત્મા જીવાત્મા છે અને જીવાત્માના પણ અંતરાત્મા પરમાત્મા છે.

३६. अन्यथाभेदानुपपत्तिरिति  चेन्नोपदेशान्तरवत् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
અન્યથા = બીજી રીતે.
અભેદાનુપપત્તિઃ = અભેદની સિદ્ધિ નહિ થાય એટલા માટે. (એ પ્રકરણમાં જીવાત્મા તથા પરમાત્માનો અભેદ માનવો જોઈએ.)
ઈતિ ન = તો એવું માનવું બરાબર નથી.
ઉપદેશા-નારવત્ = કારણ કે બીજા ઉપદેશની જેમ અભેદની સિદ્ધિ થઈ જશે.

ભાવાર્થ
જો કોઈ એવું કહેતું હોય કે એ વર્ણન પ્રમાણે જીવાત્મા અને પરમાત્માના ભેદને ઉપાધિકૃત માનવાને બદલે વાસ્તવિક માનવાથી અભેદની સિદ્ધિ થઈ જશે. બીજે ઠેકાણે કાર્યકારણ ભાવને સમજાવવા પરમાત્માના ભેદને ઉપાધિકૃત માનવાને બદલે વાસ્તવિક માનવાથી અભેદની સિદ્ધિ નહિ થઈ શકે, તો એ કથન બરાબર નથી. બીજા સ્થળના ઉપદેશની જેમ અહીં પણ અભેદની સિદ્ધિ થઈ જશે. બીજે ઠેકાણે કાર્યકારણ ભાવને સમજાવવા પરમાત્માની જીવાત્મા તથા જડ પ્રકૃતિ સાથે એકતા કરીને ઉપદેશ આપવામાં આવ્યો છે તેથી અભેદની સિદ્ધિને કશી હરકત નથી આવતી એવી અહીં પણ હરકત નહિ આવે.

છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેતકેતુને એના પિતાએ માટી, લોઢા તથા સોનાના અંશ દ્વારા કાર્ય તથા કારણની એકતા કહી બતાવીને છેવટે જણાવ્યું કે આ જગત અતિશય સૂક્ષ્મ પરમાત્માનું સ્વરૂપ છે. એ પરમાત્મા સત્ય છે, આત્મા છે, અને તું છે. तत्वमसि । એટલે કે કાર્ય તથા કારણની જેમ તારી અને એમની એકતા છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *