Sunday, 22 December, 2024

અશ્વત્થામા દુર્યોધનને સમજાવે છે

364 Views
Share :
અશ્વત્થામા દુર્યોધનને સમજાવે છે

અશ્વત્થામા દુર્યોધનને સમજાવે છે

364 Views

{slide=Aswatthama’s advise to Duryodhan}

In 88th chapter of Karna Parva, there is an illustration, which depicts Aswatthama giving advice to Duryodhan. Aswatthama said: “The war has taken its toll. Many great warriors have lost their lives. Dronacharya has breathed his last and Bhishma is lying on his deathbed. Arjun’s performance was phenomenal and I don’t think anyone can stop him in the battlefield. It makes sense to have truce with Pandavas. If you listen to my words, I’m sure that Karna will also listen to me and he will put down his arms against Pandavas. Both, me and Krupacharya are invincible in the battlefield by the boon. So do not think that my advise to you is out of fear for my life. It is for your benefit. If you won’t listen to my advise, you will follow the same fate as other warriors and die in the battlefield.”

When Aswatthama finished expressing his views, Duryodhan replied: “Aswatthama, You are right but you have to listen what I have to say. Bhimsen killed my brother, Dusashana. Not only that but he has declared that he will kill me and will disgrace me by putting his foot on my dead head. Bhim’s words are intolerable to me and will not let me rest in peace. And from what I have done to Pandavas until now, they will always remember my animosity towards him. So truce with Pandavas do not make sense. Arjun must be tired after today’s fierce battle. I’m sure that Karna would be able to get rid of him soon.”

Time and again, Duryodhan was given advise but every time, he shut his ears and ignored them. What followed thereafter became a history.

દુર્યોધનના હાથે, દુર્બુદ્ધિને લીધે, યુદ્ધનો મહાભયંકર જ્વાળામુખી જાગી ઊઠ્યો.

એ જ્વાળામુખીએ અનેક યોદ્ધાઓનો ભોગ લીધો.

દુર્બુદ્ધિથી પ્રેરાઇને નાનીમોટી ભૂલ કરનારો માનવ તે ભૂલને સમયસર સુધારી લે તો તે તેનો ગુણ ગણાય.

દુર્યોધન પોતાની ભયંકર ભૂલને સુધારી શક્યો હોત. એની પાસે એને માટેના અસંખ્ય અવસરો આવેલા, પરન્તુ એમનો લાભ એનાથી ના લઇ શકાયો.

પરિણામે સંગ્રામનો સર્વસંહારક જ્વાળામુખી દિનપ્રતિદિન અનેકવિધ આતંક મચાવતો ગયો.

એના શમન માટે અથવા દુર્યોધનને સમજાવવા માટે દ્રોણાચાર્યના પરમપ્રતાપી પુત્ર અશ્વત્થામાએ પણ પ્રયત્ન કરી જોયો. પરંતુ એ પણ નિષ્ફળ નિવડયો.

કર્ણપર્વના ૮૮મા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે અશ્વત્થામાએ દુર્યોધનને કહ્યું કે દુર્યોધન ! તમે હવે પ્રસન્ન થઇને પાંડવોની સાથે જેમ બને તેમ સત્વર સંધિ કરી લો. વિરોધ કરવાનું બંધ કરો. ધિક્કાર હો આ વિગ્રહને ! બ્રહ્મા સરખા મહાતેજસ્વી  અને મોટાંમોટાં અસ્ત્રોને જાણનારા ગુરુ દ્રોણાચાર્ય રણમાં માર્યા ગયા છે; તેમજ ભીષ્મપિતામહ જેવા મહારથીઓ હણાઇ ગયા છે. હું તથા મારા મામા કૃપાચાર્ય તો રણમાં અવધ્ય છીએ; માટે તમારો પોતાનો નિરર્થક નાશ ના થવા દેવા માટે પાંડવોની સાથે રહીને ચિરકાળ પર્યંત રાજ્ય કરો. અર્જુનને હું જ યુદ્ધ કરતાં વારીશ એટલે તે શાંત થઇ જશે. શ્રીકૃષ્ણને તો પ્રથમથી જ યુદ્ધ કરવાની ઇચ્છા નથી. રાજા યુધિષ્ઠિર પણ સર્વપ્રાણીઓનું હિત કરવામાં જ તત્પર રહેનારા છે. ભીમસેન, નકુલ ને સહદેવ યુધિષ્ઠિરને વશ રહેનારા છે. માટે તમારી ઇચ્છા હોય તો પાંડવો સાથે સંધિ કરો. તેમ કરવાથી સઘળી પ્રજા સુખ પામશે. બાકી રહેલા તમારા બાંધવો પોતપોતાનાં નગરોમાં જશે અને સર્વ સૈનિકો યુદ્ધમાંથી નિવૃત્ત થશે.

તમે મારા વચનને નહીં સાભળો તો શત્રુઓના હાથે યુદ્ધમાં મરણ પામશો. પાછળથી પશ્ચાતાપ કરશો. આ યુદ્ધમાં અર્જુને એકલાએ જે પરાક્રમ કર્યું છે તેને તમે તથા સર્વ જગતે જોયું છે. તેવું પરાક્રમ  ઇન્દ્ર, યમ, ભગવાન, બ્રહ્મા કે કુબેર પણ કરી શકે તેમ નથી. અર્જુન પોતાના ગુણને લીધે જગતમાં સર્વોત્તમ હોવાથી મારાં વચનોનું ઉલ્લંઘન કરશે નહીં, એટલું જ નહીં પણ તમારા વિચારોને અનુકૂળ આવે તેમ કરશે. માટે હવે તમે પ્રસન્ન બનીને પાંડવો સાથે સંધિ કરી લો.

મને પોતાને તમારે માટે માન છે, તથા તમારા પર સદાને માટે પરમ સ્નેહ છે. તેથી આ અણીના સમયે હું તમને સલાહ આપું છું. તમે જો મારી સલાહનો સ્વીકાર કરશો તો કર્ણને પણ હું યુદ્ધ કરતાં અટકાવીશ.

વિદ્વાનો કહે છે કે મિત્રો ચાર પ્રકારના હોય છેઃ એક તો સહજમિત્ર; બીજો સામથી વશ કરેલો મિત્ર; ત્રીજો ધનથી વશ કરેલો મિત્ર; અને ચોથો પ્રતાપથી વશ કરેલો મિત્ર. પાંડવો સ્વાભાવિક રીતે જ તમારા બાંધવો છે. તેમને સામ ઉપાયથી જીતી લો.

તમે જો પ્રસન્ન થાશો અને પાંડવો સાથે મિત્રતા કરશો તો જગતનું મહાન હિત કરેલું કહેવાશે.

અશ્વત્થામાએ એ પ્રમાણે હિતવચનો કહ્યા એટલે મનમાં ખિન્ન થયેલા દુર્યોધને તે વચનોનો વિચાર કરીને નિઃશ્વાસ નાખ્યો અને કહ્યું કે તમે કહો છો તેમ જ છે તો પણ હું તમને વિનતિપૂર્વક કહું છું તે પણ તમારે સાંભળવું જોઇએ. દુષ્ટ બુદ્ધિના ભીમસેને સિંહની પેઠે દુઃશાસનને મારી નાખ્યા પછી હવે દુર્યોધનને મારી નાખીને તેના મસ્તકને મારા પગ નીચે કચરીશ એવું વચન કહ્યું છે તે મારા હૃદયમાં પ્રવેશી ગયું છે. વળી મહાપ્રચંડ વાયુ જેમ મહાગિરિ મેરુ સામે ટક્કર ઝીલી શકે તેમ નથી. તો પછી શા માટે સંધિ કરવી જોઇએ ? કુંતીના પુત્રો મેં કરેલાં વેરકર્મોનો વિચાર કરીને કદી શાંત નહીં થાય. આજે અર્જુન ઘણો થાકી ગયો છે એટલે કર્ણ તેનો વધ કરી શકશે.

અશ્વત્થામાને એવું કહીને તેના મનનું સમાધાન કર્યું. દુર્યોધને સૈનિકોને યુદ્ધ કરવાની આજ્ઞા કરી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *