Sunday, 17 November, 2024

Ayodhya Kand Doha 121

279 Views
Share :
Ayodhya Kand  							Doha 121

Ayodhya Kand Doha 121

279 Views

राम, सीता और लक्ष्मण को देखने के लिए ग्रामवासी उत्सुक
 
नारि सनेह बिकल बस होहीं । चकई साँझ समय जनु सोहीं ॥
मृदु पद कमल कठिन मगु जानी । गहबरि हृदयँ कहहिं बर बानी ॥१॥
 
परसत मृदुल चरन अरुनारे । सकुचति महि जिमि हृदय हमारे ॥
जौं जगदीस इन्हहि बनु दीन्हा । कस न सुमनमय मारगु कीन्हा ॥२॥
 
जौं मागा पाइअ बिधि पाहीं । ए रखिअहिं सखि आँखिन्ह माहीं ॥
जे नर नारि न अवसर आए । तिन्ह सिय रामु न देखन पाए ॥३॥
 
सुनि सुरुप बूझहिं अकुलाई । अब लगि गए कहाँ लगि भाई ॥
समरथ धाइ बिलोकहिं जाई । प्रमुदित फिरहिं जनमफलु पाई ॥४॥
 
(दोहा)   
अबला बालक बृद्ध जन कर मीजहिं पछिताहिं ।
होहिं प्रेमबस लोग इमि रामु जहाँ जहँ जाहिं ॥ १२१ ॥
 
રામના દર્શન માટે ગ્રામવાસીઓની ઉત્સુકતા
 
(દોહરો) 
વિકળ ચક્રવાકી બને સંધ્યા સમયે જેમ
વ્યાકુળ સ્નેહભરી બની સન્નારી સૌ તેમ.
*
મૃદુ ચરણ કઠિન પથ જાણી બોલી આર્ત ઉરે વળી વાણી,
પામી કોમળ ચરણોનો સ્પર્શ ધરતી અનુભવે લેશ ના હર્ષ.
 
દીધો જગદીશે જો વનવાસ કર્યો પંથ તો મૃદુ કાં ના ખાસ ?
વિધિ જો ઇપ્સિત વરદાન આપે સદા આંખે તો આમને રાખે
 
(દોહરો)  
દર્શન જેણે ના કર્યા તે અધીર બનતાં
પૂછી રહ્યાં, ગયા હશે કયાં લગ એ પથમાં ?
 
સશક્ત દોડીને કરી લેતાં શુભ દર્શન,
પાછાં ફરતાં જન્મફળ પામી આકર્ષણ.
 
અબલા બાળકવૃદ્ધ સૌ બનતાં ખિન્ન નિરાશ,
સફળ થતો ના એમનો દર્શનનો અભિલાષ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *