श्रीराम के आगमन से प्रकृति प्रसन्न
केरि केहरि कपि कोल कुरंगा । बिगतबैर बिचरहिं सब संगा ॥
फिरत अहेर राम छबि देखी । होहिं मुदित मृगबंद बिसेषी ॥१॥
बिबुध बिपिन जहँ लगि जग माहीं । देखि राम बनु सकल सिहाहीं ॥
सुरसरि सरसइ दिनकर कन्या । मेकलसुता गोदावरि धन्या ॥२॥
सब सर सिंधु नदी नद नाना । मंदाकिनि कर करहिं बखाना ॥
उदय अस्त गिरि अरु कैलासू । मंदर मेरु सकल सुरबासू ॥३॥
सैल हिमाचल आदिक जेते । चित्रकूट जसु गावहिं तेते ॥
बिंधि मुदित मन सुखु न समाई । श्रम बिनु बिपुल बड़ाई पाई ॥४॥
(दोहा)
चित्रकूट के बिहग मृग बेलि बिटप तृन जाति ।
पुन्य पुंज सब धन्य अस कहहिं देव दिन राति ॥ १३८ ॥
શ્રીરામની સંનિધિથી પ્રકૃતિ પ્રસન્ન
હસ્તિ સિંહ કપિ કોલકુરંગ વેર તજી વિચરે સહુ સંગ,
ફરતા કરવા રામ શિકાર દેખી પશુ ખુશ થયાં અપાર.
દેવવન હતાં જે જગમાંહી સુખદ રામવનથી નવ કાંય;
ગંગા યમુના ગોદાવરી ધન્ય નર્મદા સરસ્વતી
સરિતા સર સાગર સુવિશાળ મંદાકિનીનાં કરે વખાણ.
ઉદય અસ્ત ગિરિ ને કૈલાસ મંદરમેરુ સકલ સુરવાસ
શૈલ હિમાચલ સરખા જે ગાતા ચિત્રકૂટયશ તે.
મુદિત બન્યો વિંધ્યાચળ ખૂબ, સમાયું નહીં હૃદયે સુખ;
અનાયાસ મોટાઇ મળી, શાશ્વત શ્રેષ્ઠ પ્રતિષ્ઠા વરી.
(દોહરો)
ચિત્રકૂટનાં વિહગ પશુ વેલ વૃક્ષ તૃણ ધન્ય
પુણ્યાત્મા, સૌ દેવતા કહેતા એમ પ્રસન્ન.