Sunday, 17 November, 2024

Ayodhya Kand Doha 214

149 Views
Share :
Ayodhya Kand  							Doha 214

Ayodhya Kand Doha 214

149 Views

भरद्वाज मुनि द्वारा रसाले का स्वागत
 
रिधि सिधि सिर धरि मुनिबर बानी । बड़भागिनि आपुहि अनुमानी ॥
कहहिं परसपर सिधि समुदाई । अतुलित अतिथि राम लघु भाई ॥१॥
 
मुनि पद बंदि करिअ सोइ आजू । होइ सुखी सब राज समाजू ॥
अस कहि रचेउ रुचिर गृह नाना । जेहि बिलोकि बिलखाहिं बिमाना ॥२॥
 
भोग बिभूति भूरि भरि राखे । देखत जिन्हहि अमर अभिलाषे ॥
दासीं दास साजु सब लीन्हें । जोगवत रहहिं मनहि मनु दीन्हें ॥३॥
 
सब समाजु सजि सिधि पल माहीं । जे सुख सुरपुर सपनेहुँ नाहीं ॥
प्रथमहिं बास दिए सब केही । सुंदर सुखद जथा रुचि जेही ॥४॥
 
(दोहा)   
बहुरि सपरिजन भरत कहुँ रिषि अस आयसु दीन्ह ।
बिधि बिसमय दायकु बिभव मुनिबर तपबल कीन्ह ॥ २१४ ॥
 
ભારદ્વાજ મુનિ દ્વારા આતિથ્ય-સત્કાર
 
(દોહરો)
રિદ્ધિસિદ્ધિ શિર ધરી મુનિવરની આજ્ઞા
કહેવા માંડી પ્રેમથી પરસ્પર કૃતાર્થા.
*
અનુપમ અતિથિ ભરત છે સાચે, સુખી એમને કરવા છાજે;
રચ્યાં સરસ નિવાસનાં સ્થાન જેને જોઇ લજાય વિમાન.
 
ભોગવૈભવ સામગ્રી સરજી જેની દેવો કરે લેવા મરજી;
દાસદાસી દેખાયાં તૈયાર કરવા સેવાને સ્નેહ અપાર.
 
સ્વર્ગે સ્વપ્ને જોઇ ના શકાય થયું ઐશ્વર્ય એવું તૈયાર;
સૌને પ્રથમ તો રુચિ અનુસાર દીધાં સ્થાન રહેવાને રસાળ.
 
(દોહરો)
પરિવાર સહિત ભરતને સ્થાન પછી દીધું;
ઋષિએ એવું ભરતની અનુમતિથી કીધું.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *