कौशल्या और सुनयना का संवाद
रानि राय सन अवसरु पाई । अपनी भाँति कहब समुझाई ॥
रखिअहिं लखनु भरतु गबनहिं बन । जौं यह मत मानै महीप मन ॥१॥
तौ भल जतनु करब सुबिचारी । मोरें सौचु भरत कर भारी ॥
गूढ़ सनेह भरत मन माही । रहें नीक मोहि लागत नाहीं ॥२॥
लखि सुभाउ सुनि सरल सुबानी । सब भइ मगन करुन रस रानी ॥
नभ प्रसून झरि धन्य धन्य धुनि । सिथिल सनेहँ सिद्ध जोगी मुनि ॥३॥
सबु रनिवासु बिथकि लखि रहेऊ । तब धरि धीर सुमित्राँ कहेऊ ॥
देबि दंड जुग जामिनि बीती । राम मातु सुनी उठी सप्रीती ॥४॥
(दोहा)
बेगि पाउ धारिअ थलहि कह सनेहँ सतिभाय ।
हमरें तौ अब ईस गति के मिथिलेस सहाय ॥ २८४ ॥
કૌશલ્યા અને સુનયનાનો સંવાદ
(દોહરો)
અવસર જોઇ નૃપતિને કહેજો જરા તમે,
લક્ષ્મણ ઘેર રહે, જતા વનમાં ભરત ભલે.
મન રાજાનું એમ હો કરવાને તૈયાર
પૂર્ણ વિચારી તો કરે, લેશ કરે ના વાર.
ચિંતા ભરતતણી મને સતાવતી ભારી,
ગૂઢ ભરતના સ્નેહની વાત ખરે ન્યારી.
ઘરે રહે જો ભરત તો લાગે ઉચિત નહીં;
સ્વભાવ મુજબ સરળ મધુર ઉત્તમ વાણ કહી.
કૌશલ્યાના શબ્દને સુણતાં સૌ રાણી
મગ્ન કરુણરસમાં બની વદ્યા વિના વાણી.
પુષ્યવૃષ્ટિ નભથી થઇ ધન્ય ધન્ય સ્વરસાથ,
સિદ્ધ પ્રાજ્ઞમુનિનાં થયાં શિથિલ સ્નેહથી ગાત્ર.
નિહાળતાં વિસ્મિત બન્યો સઘળો રાણીવાસ;
વીતી રજની બે ઘડી, વદી સુમિત્રા ખાસ.
કૌશલ્યાએ સ્નેહથી કહ્યું, જાવ સ્વસ્થાન,
ઇશ અમારી ગતિ તથા છે મિથિલેશ સહાય.