Sunday, 22 December, 2024

Ayodhya Kand Doha 312

146 Views
Share :
Ayodhya Kand  							Doha 312

Ayodhya Kand Doha 312

146 Views

भरत ने चित्रकूट की प्रदक्षिणा की 
 
एहि बिधि भरतु फिरत बन माहीं । नेमु प्रेमु लखि मुनि सकुचाहीं ॥
पुन्य जलाश्रय भूमि बिभागा । खग मृग तरु तृन गिरि बन बागा ॥१॥
 
चारु बिचित्र पबित्र बिसेषी । बूझत भरतु दिब्य सब देखी ॥
सुनि मन मुदित कहत रिषिराऊ । हेतु नाम गुन पुन्य प्रभाऊ ॥२॥
 
कतहुँ निमज्जन कतहुँ प्रनामा । कतहुँ बिलोकत मन अभिरामा ॥
कतहुँ बैठि मुनि आयसु पाई । सुमिरत सीय सहित दोउ भाई ॥३॥
 
देखि सुभाउ सनेहु सुसेवा । देहिं असीस मुदित बनदेवा ॥
फिरहिं गएँ दिनु पहर अढ़ाई । प्रभु पद कमल बिलोकहिं आई ॥४॥
 
(दोहा)   
देखे थल तीरथ सकल भरत पाँच दिन माझ ।
कहत सुनत हरि हर सुजसु गयउ दिवसु भइ साँझ ॥ ३१२ ॥
 
ભરત ચિત્રકૂટની પ્રદક્ષિણા કરે છે
 
એમ ભરત વિહરે વનમાંહ્ય, નેમપ્રેમથી મુનિયે લજાય;
શુચિ જળસ્થળ ભૂમિવિભાગ, ખગ મૃગ તરુતૃણ ગિરિવન બાગ
 
ચારુ પુનિત વિચિત્ર વિશિષ્ટ જોઇ ભરત પૂછે પ્રશ્ન શિષ્ટ;
સુણી મુદિત કહે ઋષિરાય નામકારણ ગુણ પુણ્યપ્રભાવ.
 
કયાંક મજ્જન કયાંક પ્રણામ, કયાંક દર્શન નયનાભિરામ;
કયાંક બેસતા મુનિના આદેશે સ્મરતાં રામસીતા સાદા વેશે.
 
દેખી સ્નેહ સેવા ને સ્વભાવ દેવો વનના અનુભવતાં પ્રભાવ
દેતા ભરતને આશિષ પ્રેમે, હૈયું હાથ રહેતું ના કેમે.
 
(દોહરો)
અઢી પ્રહર દિન વીતતાં આવીને પાછા
ભરતે રામમિલનતણી સફળ કરી આશા.
 
ભરતે જોયાં તીર્થ સૌ પાંચ દિવસની માંહ્ય,
સુણતાં હરિહર સુયશને પડી છેવટે સાંજ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *