Saturday, 16 November, 2024

Ayodhya under Ram’s rule

123 Views
Share :
Ayodhya under Ram’s rule

Ayodhya under Ram’s rule

123 Views

श्रीराम के शासन में अयोध्या की खुशहाली
 
सुमन बाटिका सबहिं लगाई । बिबिध भाँति करि जतन बनाई ॥
लता ललित बहु जाति सुहाई । फूलहिं सदा बंसत कि नाई ॥१॥
 
गुंजत मधुकर मुखर मनोहर । मारुत त्रिबिध सदा बह सुंदर ॥
नाना खग बालकन्हि जिआए । बोलत मधुर उड़ात सुहाए ॥२॥
 
मोर हंस सारस पारावत । भवननि पर सोभा अति पावत ॥
जहँ तहँ देखहिं निज परिछाहीं । बहु बिधि कूजहिं नृत्य कराहीं ॥३॥
 
सुक सारिका पढ़ावहिं बालक । कहहु राम रघुपति जनपालक ॥
राज दुआर सकल बिधि चारू । बीथीं चौहट रूचिर बजारू ॥४॥
 
(छंद)
बाजार रुचिर न बनइ बरनत बस्तु बिनु गथ पाइए ।
जहँ भूप रमानिवास तहँ की संपदा किमि गाइए ॥
बैठे बजाज सराफ बनिक अनेक मनहुँ कुबेर ते ।
सब सुखी सब सच्चरित सुंदर नारि नर सिसु जरठ जे ॥
 
(दोहा)
उत्तर दिसि सरजू बह निर्मल जल गंभीर ।
बाँधे घाट मनोहर स्वल्प पंक नहिं तीर ॥ २८ ॥
 
શ્રીરામના રાજ્યમાં અયોધ્યાની સુખસમૃદ્ધિ
 
(દોહરો)
સુમનવાટિકાઓ બધે થઈ હતી તૈયાર,
વસંત પેઠે ફૂલતી લતા સુલલિત અપાર.
*
ગૂંજે  મધુકર મધુ સ્વરસાથ, ત્રિવિધ વાયુ વાયે સોલ્લાસ;
વિવિધ વિહગને પાળે બાળ ઊડે બોલે મનહર વાણ.
 
મોર કબૂતર સારસ હંસ કરતાં શોકતણો વિધ્વંસ,
નિજ પ્રતિબિંબ ભવનમાં જુએ, કૂજે રસમય નૃત્ય કરે.
 
શુકસારિકા ભણાવે બાળ કહો રામ રઘુપતિ જનપાળ;
ચારુ સકલ વિધ રાજદ્વાર, ચૌટાં મારગ સરસ બજાર.
 
(છંદ)
ના વર્ણવાય સરસ બજાર, મળે પદાર્થ અમૂલ્ય ત્યાં,
સંપત્તિ કેમ જ વર્ણવાય રમારમણ હો ભૂપ જ્યાં;
બેઠા બજાજ શરાફ વણિક અનેક દિવ્ય કુબેરશા,
નરનાર શિશુ ને વૃદ્ધ સુંદર શીલવાન સુખી બધાં.
 
(દોહરો)
ઉત્તરમાં સરયૂ વહે જલ નિર્મળ ગંભીર;
સોહે ઘાટ મનોહર, સ્વલ્પ પંક ના તીર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *