श्रीराम की महिमा
(चौपाई)
निज भ्रम नहिं समुझहिं अग्यानी । प्रभु पर मोह धरहिं जड़ प्रानी ॥
जथा गगन घन पटल निहारी । झाँपेउ मानु कहहिं कुबिचारी ॥१॥
चितव जो लोचन अंगुलि लाएँ । प्रगट जुगल ससि तेहि के भाएँ ॥
उमा राम बिषइक अस मोहा । नभ तम धूम धूरि जिमि सोहा ॥२॥
बिषय करन सुर जीव समेता । सकल एक तें एक सचेता ॥
सब कर परम प्रकासक जोई । राम अनादि अवधपति सोई ॥३॥
जगत प्रकास्य प्रकासक रामू । मायाधीस ग्यान गुन धामू ॥
जासु सत्यता तें जड माया । भास सत्य इव मोह सहाया ॥४॥
(दोहा)
रजत सीप महुँ मास जिमि जथा भानु कर बारि ।
जदपि मृषा तिहुँ काल सोइ भ्रम न सकइ कोउ टारि ॥ ११७ ॥
શ્રીરામનો મહિમા
નભમંડળમાં વાદળ જોઇ અજ્ઞાની જન એમ કહે
સૂરજ ઢંકાયો વાદળથી હવે નહીં સ્વાયત્ત રહે,
અજ્ઞાની પણ એવી રીતે ભ્રાંતિ ન પોતાની સમજે,
મિથ્યા દોષમોહ આરોપણ પ્રભુ પર કરે વગર સમજ્યે.
અંગુલિ આંખે દબાવવાથી ચંદ્ર એક પણ બે ભાસે,
નિર્મળ નભમાં અંધકાર ને ધૂમ્ર ધૂળ રજકણ લાગે;
નિર્મળ ને નિર્લેપ રામમાં એવી રીતે મોહ નથી,
તોપણ અજ્ઞજનોએ મોહે મોહતણી છે કથા કથી.
ઇન્દ્રિયો વિષયોને આપે પ્રકાશ, ઇન્દ્રિયના દેવો
ઇન્દ્રિયોને સચેત કરતા સંજીવન અથવા ધરતા,
ઇન્દ્રિયોના દેવો પામે પ્રકાશ ચેતન આત્મથકી
રામ સર્વના પરમપ્રકાશક અનાદિ એકલ અવધપતિ.
રામ પ્રકાશક જગતતણા આ જ્ઞાન તથા ગુણના ભંડાર,
માયાના પતિ એમના થકી જડ પણ સત્ય જણાય.
(દોહરો)
રજત છીપમાં સૂર્યનાં કિરણે જલ દેખાય,
મિથ્યા એ ત્રણ કાળમાં ભ્રમ તોયે ન કપાય.