Thursday, 14 November, 2024

Bal Kand Doha 234

141 Views
Share :
Bal Kand  							Doha 234

Bal Kand Doha 234

141 Views

श्रीराम का अनुपम सौंदर्य
 
(चौपाई)
धरि धीरजु एक आलि सयानी । सीता सन बोली गहि पानी ॥
बहुरि गौरि कर ध्यान करेहू । भूपकिसोर देखि किन लेहू ॥१॥

सकुचि सीयँ तब नयन उघारे । सनमुख दोउ रघुसिंघ निहारे ॥
नख सिख देखि राम कै सोभा । सुमिरि पिता पनु मनु अति छोभा ॥२॥

परबस सखिन्ह लखी जब सीता । भयउ गहरु सब कहहि सभीता ॥
पुनि आउब एहि बेरिआँ काली । अस कहि मन बिहसी एक आली ॥३॥

गूढ़ गिरा सुनि सिय सकुचानी । भयउ बिलंबु मातु भय मानी ॥
धरि बड़ि धीर रामु उर आने । फिरि अपनपउ पितुबस जाने ॥४॥

(दोहा)
देखन मिस मृग बिहग तरु फिरइ बहोरि बहोरि ।
निरखि निरखि रघुबीर छबि बाढ़इ प्रीति न थोरि ॥ २३४ ॥
 
શ્રીરામનું અનુપમ સૌંદર્ય
 
સખી ચતુર ધીરજ ધરીને લાગી સીતાને કહેવા ફરીને,
ધરો પાર્વતીનું પછી ધ્યાન; શીલ સૌંદર્યકેરા પ્રાણ
કોટિ કામને કરતા અસાર જરી જુઓ એ રાજકુમાર.
 
આંખ ખોલી સીતાએ ત્યારે, પેખ્યા રાજકુમારોને પ્યારે
નખશીશ જોઇ રામશોભા, કિન્તુ સ્મરતાં પિતાની પ્રતિજ્ઞા
મન પામ્યું એનું અતિ ક્ષોભ, થયો કેમે નહીં સંતોષ.
 
સ્નેહવશ સીતાને જોઇ સખી બોલી મોહિની ખોઇ,
જવું યોગ્ય છે આપણે આજે, કાલે આવીશું આ મધુબાગે.
 
ગૂઢ શબ્દો સુણીને સીતા પામી સંકોચ સહજપુનિતા.
ધરી ધીરજ છેવટે ચાલી મૂર્તિ રામની હૃદય ધારી.
 
(દોહરો)          
વિલંબ ખૂબ થયો છતાં મન ના હજુ માન્યું,
ભાગ્ય અધિક અનુકુળ ના પોતાનું જાણ્યું.
 
વિહગ વૃક્ષ મૃગ બાગનાં જોવાને બહાને
જોતી પાછળ જાનકી પ્રેમ ભરી પ્રાણે.
 
રૂપ રામનું નીરખતાં વધતો પ્રતિપળ પ્રેમ,
સંસ્કારો આત્માતણા કામ કરે ના કેમ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *