राम के दर्शन पर लोगों की विभिन्न प्रतिक्रिया
(चौपाई)
बिदुषन्ह प्रभु बिराटमय दीसा । बहु मुख कर पग लोचन सीसा ॥
जनक जाति अवलोकहिं कैसैं । सजन सगे प्रिय लागहिं जैसें ॥१॥
सहित बिदेह बिलोकहिं रानी । सिसु सम प्रीति न जाति बखानी ॥
जोगिन्ह परम तत्वमय भासा । सांत सुद्ध सम सहज प्रकासा ॥२॥
हरिभगतन्ह देखे दोउ भ्राता । इष्टदेव इव सब सुख दाता ॥
रामहि चितव भायँ जेहि सीया । सो सनेहु सुखु नहिं कथनीया ॥३॥
उर अनुभवति न कहि सक सोऊ । कवन प्रकार कहै कबि कोऊ ॥
एहि बिधि रहा जाहि जस भाऊ । तेहिं तस देखेउ कोसलराऊ ॥४॥
(दोहा)
राजत राज समाज महुँ कोसलराज किसोर ।
सुंदर स्यामल गौर तन बिस्व बिलोचन चोर ॥ २४२ ॥
રામના દર્શનની લોકો પર થયેલી ભિન્ન ભિન્ન પ્રતિક્રિયા
વિદ્વાનોએ વિરાટરૂપ પ્રભુને પેખ્યા દિવ્યસ્વરૂપ,
બહુ મુખ કર પગ લોચન શીશ વર્ણવેલ વેદમહીં ઇશ.
જનકતણા પરિવારે તેમ પ્રિય કોઇક સ્વજનની જેમ.
જનકસહિત જોતી રાણી નિજ શિશુની જેમ જ શાણી.
પ્રીતિ વખાણી જાય નહીં, રાગે હૃદય રહેલું વહી.
રીતિ કથાય ન પ્રીતિતણી પ્રાણમહીં જે હોય વણી.
પરમ તત્વમય સહજ પ્રકાશ શાંત શુદ્ધ સમ દિવ્ય અગાધ
યોગીજને નિહાળ્યા એમ મૂલાધાર જગતના જેમ.
હરિભક્તોએ ઇષ્ટ સ્વરૂપ જોયું સુખદ પ્રશાંત અનૂપ,
સીતાનો સુખસ્નેહભર્યો ભાવ જાય કેમ ન કહ્યો.
અનુભવે છતાં કેમ કહે; કવિજન રહસ્ય કેમ લહે.
અવર્ણનીય અગોચર જે સ્વરમાં કોણ સમાવે તે ?
હતો જેમનો જેવો ભાવ પેખ્યા એવા કોશલરાવ.
દૃષ્ટિ તેવી સૃષ્ટિ કહી, બની વાત એ સત્ય રહી.
(દોહરો)
રાજ્યા રાજસમાજમાં કોશલરાજ કિશોર
સુંદર શ્યામલ ગૌર તન, વિશ્વલોચન ચોર.