Sunday, 22 December, 2024

Bal Kand Doha 27

146 Views
Share :
Bal Kand  							Doha 27

Bal Kand Doha 27

146 Views

रामनाम की महिमा
 
(चौपाई)
चहुँ जुग तीनि काल तिहुँ लोका । भए नाम जपि जीव बिसोका ॥
बेद पुरान संत मत एहू । सकल सुकृत फल राम सनेहू ॥१॥
 
ध्यानु प्रथम जुग मखबिधि दूजें । द्वापर परितोषत प्रभु पूजें ॥
कलि केवल मल मूल मलीना । पाप पयोनिधि जन जन मीना ॥२॥
 
नाम कामतरु काल कराला । सुमिरत समन सकल जग जाला ॥
राम नाम कलि अभिमत दाता । हित परलोक लोक पितु माता ॥३॥
 
नहिं कलि करम न भगति बिबेकू । राम नाम अवलंबन एकू ॥
कालनेमि कलि कपट निधानू । नाम सुमति समरथ हनुमानू ॥४॥
 
(दोहा)
राम नाम नरकेसरी कनककसिपु कलिकाल ।
जापक जन प्रहलाद जिमि पालिहि दलि सुरसाल ॥ २७ ॥
 
રામનામનો મહિમા
 
(દોહરો)       
ત્રિકાળ કે ત્રણ લોકમાં ચારે યુગમાં તેમ
શોકરહિત જીવો બન્યા કરી નામનો પ્રેમ.
 
વેદપુરાણ પરમ કહે સંત વાતને એક,
સકળ સુકૃત કે પુણ્યનું ફળ રામતણો સ્નેહ.
*
સત્યયુગમહીં ધ્યાન ધરી, ત્રેતાયુગમાં યજ્ઞ કરી,
દ્વાપરમાં પૂજન અર્ચન કરી કરાતું પ્રભુદર્શન.
 
મલિન દોષભંડાર સમા પરંતુ મન આ કલિયુગમાં
પાપસમુદ્રે મીનસમા મગ્ન બને છે માનવનાં.
 
એવા કરાળ કલિયુગમાં નામ કલ્પદ્રુમને જપતાં
જાળ જગતની દૂર થતી, પ્રશાંતિ પામે છે તપતાં.
 
રામનામ આપે ઇચ્છિત ફળ, આ લોકે પરલોકે હિતકર,
માતાપિતા સમાન સુખ ધરે, બને સર્વ માટે બંધનહર.
 
(દોહરો)       
કલિયુગમાં ના કર્મ કે ભક્તિ જ્ઞાન વિવેક,
રામનામનો છે કહ્યો આધાર ખરે એક.
 
કપટમૂર્તિ કલિયુગતણા કાલનેમિનો નાશ
કરવા નામ સમર્થ છે બજરંગબલી ખાસ.
 
રામનામ શ્રીનૃસિંહ ને કલિ હિરણ્યકશિપુ,
રક્ષણ કરશે ભક્તજન સૌ પ્રહલાદતણું.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *